Home /News /gujarat /

અમદાવાદઃ ડ્રોન સર્વેલન્સથી રૂ. 6.25 કરોડની રેતી ચોરી પકડાઇ

અમદાવાદઃ ડ્રોન સર્વેલન્સથી રૂ. 6.25 કરોડની રેતી ચોરી પકડાઇ

પ્રતિકાત્મક તસવીર

    અમદાવાદ જિલ્લામાં તાજેતરમાં ગ્યાસપુર ખાતે ગેરકાયદે સાદી રેતી ખનન અંગેની ફરીયાદના આધારે જિલ્લા કલેક્ટર વિક્રાંત પાંડેએ કડક કાર્યવાહી કરી ખનનમાં ઉપયોગમાં લેવાયેલ હીટાચી મશીનના માલીક ભવાનભાઈ રઘુભાઈ ભરવાડ સામે પોલીસ ફરીયાદ કરી કાર્યવાહી હાથ ધરી છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે, 13 જૂનના રોજ કલેક્ટર વિક્રાંત પાંડેની સૂચનાથી ગ્યાસપુરના સીટી સર્વે 32 અને ૩૪માં રેતી ખનન અંગે આકસ્મિક તપાસ કરવામાં આવતા ખનીજ માફીયાઓ ડંપરો મૂકી ભાગી છૂટ્યા હતા. ખાણ અને ખનીજ વિભાગના મદદનીશ ભુસ્તરશાસ્ત્રી નીરવ બારોટ, વટવા વિસ્તારના મામલતદાર દિનેશભાઈ પટેલીયાએ ડંપર તેમજ હીટાચી મશીનના માલીકની માહિતી મેળવી તેની તપાસ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

    વાંચોઃ  રાજ્યભરમાં ગેરકાયદે ખનન રોકવા ડ્રોનથી નજર રખાશે: વિજય રૂપાણી

    જે જગ્યાએ મશીન ઉપયોગમાં લેવાયુ હતું તે જગ્યાએ આશરે ૨.૩૬.૦૦ હેક્ટર વિસ્તારમાં ખાણ કામ કરી ૨.૫ લાખ મેટ્રીક ટન જેટલી રેતી બીન અધિકૃત રીતે વેચાણ કરવામાં આવેલી હોવાનું જણાયુ હતુ જેની કિંમત અંદાજે ૬.૨૫ કરોડ રૂપિયા જેટલી થાય છે. ભવાનભાઈ રઘુભાઈ ભરવાડ સામે અગાઉ પણ રેતી ચોરીનો ગુનો દાખલ થયેલો છે. ડ્રોન સર્વેલન્સ દ્વારા ગેરકાયદે ખનન સામેની આ કદાચ સૌથી પહેલી મોટી કાર્યવાહી થઇ છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Drone, Mafia, Sabarmati river, સીસીટીવી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन