Home /News /gujarat /

સાણંદમાં એસીબીની ટ્રેપ, જાણો કયા સરકારી બાબુએ લાંચમાં માંગ્યા 18 લાખ રૂપિયા

સાણંદમાં એસીબીની ટ્રેપ, જાણો કયા સરકારી બાબુએ લાંચમાં માંગ્યા 18 લાખ રૂપિયા

આરોપીઓની તસવીર

Ahmedabad News: આરોપી એ ફરિયાદી પાસે રૂપિયા 18 લાખ ની લાંચ ની રકમ માંગી હતી અને રક ઝક ના અંતે રૂપિયા 11 લાખ આપવાનું નક્કી થયું હતું. 

અમદાવાદ: લાંચ રૂશ્વત વિરોધી ખાતા દ્વારા સરકારી કચેરીઓમાં અને એમાં પણ મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચારનું (Bribe in Gujarat) પ્રમાણ ઓછું થાય તે માટે મહેસૂલ મંત્રી તેમજ એસીબી (ACB) દ્વારા અનેક પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. છતાં સરકારી વિભાગમાં કામ કરીને રાતોરાત કરોડપતિ બનવા માંગતા સરકારી બાબુઓએ જાણે કે ના સુધારવાની હઠ પકડી હોય તેમ લાગી રહ્યું છે.

સાણંદ સબ રજીસ્ટ્રારની કચેરીમાં આજે એસીબીએ ટ્રેપ કરીને સબ રજીસ્ટ્રાર અને એક ખાનગી વ્યક્તિને રૂપિયા 11 લાખની લાંચના ગુનામાં ઝડપી લીધા છે. એસીબીના ફરિયાદીએ ત્રણ દસ્તાવેજનું કામ રાખેલ હતું. જે ત્રણ દસ્તાવેજ પૈકી બે દસ્તાવેજ ફરિયાદીને આ ગુનામાં આરોપી સબ રજીસ્ટ્રાર જીતેન્દ્ર પટેલે નોંધણી કરી છોડી આપેલ. આ સાથે એક દસ્તાવેજ ફરિયાદીને છોડી આપેલ નહી.

જેથી ફરિયાદી તેઓના બાકી રહેલા દસ્તાવેજ મેળવવા માટે આરોપી જીતેન્દ્ર પટેલે અગાઉ છોડી આપેલ બે દસ્તાવેજો તથા એક દસ્તાવેજ જે છોડવાનો બાકી છે તે ગણી ત્રણેય દસ્તાવેજના અવેજ પેટે રૂપિયા 18 લાખની લાંચની માગણી કરી હતી. રકજકના અંતે રૂપિયા 11 લાખ આપવાની નક્કી કરવામાં આવ્યુ હતુ. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો તો.

આ પણ વાંચો: અમદાવાદના અન્ય મહત્ત્વના સમાચારો વાંચવા અહીં ક્લિક કરો.

એસીબી દ્વારા છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. એસીબીના આ છટકામાં સબ રજીસ્ટ્રારના કહેવાથી ખાનગી વ્યક્તિ મોમીન રિઝવાન ગુલામ રસુલ રૂપિયા 11 લાખની લાંચ લેતા ઝડપાયેલ છે. આમ એસીબી દ્વારા હાલમાં આ બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

થોડા સમય પહેલા ગાંધીનગર ટાઉન પ્લાનીંગની કચેરીના ટાઉન પ્લાનર અને પ્લાનીંગ આસીટન્ટને લાંચ રુશ્વત વિરોધી બ્યુરો દ્વારા રૂપિયા ૧૫ લાખની લાંચ લેતા રગેહાથે ઝડપી લેવામાં આવ્યા હતા. ટાઉન પ્લાનરે ફરિયાદીના શેરથામાં આવેલા બે પ્લોટની ફાઇનલ માપણીના બદલામાં લાંચની માંગણી કરી હતી. ગાંધીનગરમાં રહેતા એક વ્યક્તિએ એસીબીમાં ફરિયાદ કરી હતી કે, ગાંધીનગર શેરથા રોડ પર આવેલા બે પ્લોટ ફાઇનલ પઝેશન માટે કલેકટરે સોંપ્યા હતા. જેના ફાઇનલ માપ માટે ગાંધીનગરમાં આવેલી ટાઉન પ્લાનીંગની કચેરીમાં અરજી કરવામાં આવી હતી. જે માપણી કરવા માટે ટાઉન પ્લાનર નયન મહેતા અને પ્લાનીંગ આસીટન્ટ સંજયકુમારે ૧૫ લાખ રૂપિયાની માંગણી કરી હતી.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત, લાંચ, સાણંદ

આગામી સમાચાર