Home /News /gujarat /

સમાજવાદી પાર્ટીમાં રાજકીય સંકટ યથાવત, અખિલેશ યાદવ ભાજપના માર્ગે

સમાજવાદી પાર્ટીમાં રાજકીય સંકટ યથાવત, અખિલેશ યાદવ ભાજપના માર્ગે

સમાજવાદી પાર્ટીમાં મચેલા ધમાસાણ વચ્ચે ગઇ કાલે મુલાયમસિંહની પ્રેસ કોન્ફરન્સ બાદ વિવાદમાં બળતામાં ઘી હોમાયું છે. આ સંજોગોમાં અખિલેશ યાદવ ભાજપના રસ્તે જઇ રહ્યા છે. અખિલેશ પોતાનું ધ્યાન યાત્રી પર ફોકસ કરી રહ્યા છે અને ભાજપના માર્ગે આ વખતે તે વિકાસનો એજન્ડા અપનાવશે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #સમાજવાદી પાર્ટીમાં મચેલા ધમાસાણ વચ્ચે ગઇ કાલે મુલાયમસિંહની પ્રેસ કોન્ફરન્સ બાદ વિવાદમાં બળતામાં ઘી હોમાયું છે. આ સંજોગોમાં અખિલેશ યાદવ ભાજપના રસ્તે જઇ રહ્યા છે. અખિલેશ પોતાનું ધ્યાન યાત્રી પર ફોકસ કરી રહ્યા છે અને ભાજપના માર્ગે આ વખતે તે વિકાસનો એજન્ડા અપનાવશે.

અમારી સહયોગી ચેનલ આઇબીએન 7 દ્વારા અખિલેશ યાદવ સાથે આ મામલે ખાસ વાતચીત કરવામાં આવી હતી. જેમાં અખિલેશે આ બધાની પરવા કર્યા વિના એટલું જ જણાવ્યું હતું કે, હાલ મારૂ ધ્યાન માત્ર અને માત્ર આગામી 3 નવેમ્બરની યાત્રા પર જ કેન્દ્રિત છે.

સમાજવાદી પાર્ટીમાં ચાલી રહેલ વિખવાદ થમવાનું નામ લેતો નથી. એસપી અધ્યક્ષ મુલાયમસિંહ પરિવારમાં બધુ ઠીક હોવાનો દાવો કરી રહ્યા છે પરંતુ સંકટ હજુ યથાવત જ છે. આઇબીએન 7થી વાત કરતાં અખિલેશ યાદવે કર્યું કે, હાલમાં તે પોતાનું ધ્યાન 3જી નવેમ્બરથી શરૂ થનારી યાત્રા પર ફોકસ કરી રહ્યા છે અને ચૂંટણીમાં જાતિવાદને બદલે વિકાસનો એજન્ડા લઇને તે જનતા વચ્ચે જશે.

મંગળવારે અખિલેશ યાદવના નિવાસે એમના સમર્થકોની ભારે ભીડ જામી હતી. તે પોતાની યાત્રા અંગે ભલે પોતાને ફોક્સ કરવાનું કહી રહ્યા હોય પરંતુ પરિવારમાં હજુ સંકટ યથાવત ચાલી રહ્યું છે. ગઇ કાલે મુલાયમસિંહની પ્રેસ કોન્ફરન્સમાં બરતરફ કરાયેલા ચારેય મંત્રીઓ હાજર હતા પરંતુ અખિલેશની ગેરહાજરી ઉડીને આંખે વળગે એવી હતી.
First published:

Tags: અખિલેશ યાદવ, ઉત્તરપ્રદેશ, ભાજપ, મુલાયમસિંહ યાદવ, વિકાસ, સમાજવાદી પાર્ટી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन