Home /News /gujarat /'બેટી બચાવો, બેટી પઢાવો' અભિયાન ની બ્રાન્ડ એમ્બેસેડર હશે સાક્ષી મલિક

'બેટી બચાવો, બેટી પઢાવો' અભિયાન ની બ્રાન્ડ એમ્બેસેડર હશે સાક્ષી મલિક

રિયો ઓલંપિક માં ફ્રીસ્ટાઇલ કુશ્તી ના 58 કિલોગ્રામ વર્ગમાં કાંસ્ય મેડલ જીતનાર સાક્ષી મલિક પર હરિયાણા સરકાર ખૂબ વિપુલતા દર્શાવી રહી છે. હરિયાણા સરકારે સાક્ષી ને 'બેટી બચાવો, બેટી પઠાવો' અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાનું એલાન કર્યું છે.

રિયો ઓલંપિક માં ફ્રીસ્ટાઇલ કુશ્તી ના 58 કિલોગ્રામ વર્ગમાં કાંસ્ય મેડલ જીતનાર સાક્ષી મલિક પર હરિયાણા સરકાર ખૂબ વિપુલતા દર્શાવી રહી છે. હરિયાણા સરકારે સાક્ષી ને 'બેટી બચાવો, બેટી પઠાવો' અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાનું એલાન કર્યું છે.

વધુ જુઓ ...
  • IBN7
  • Last Updated :
નવી દિલ્હી# રિયો ઓલંપિક માં ફ્રીસ્ટાઇલ કુશ્તી ના 58 કિલોગ્રામ વર્ગમાં કાંસ્ય મેડલ જીતનાર સાક્ષી મલિક પર હરિયાણા સરકાર ખૂબ વિપુલતા દર્શાવી રહી છે. હરિયાણા સરકારે સાક્ષી ને 'બેટી બચાવો, બેટી પઢાવો' અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાનું એલાન કર્યું છે.

ખટ્ટર સરકારમાં કેબિનેટ મંત્રી અનિલ વિજે ટ્વીટ કરી આ અંગે પુષ્ટિ કરી છે. વિજે ટ્વીટ કર્યું છે કે, 'સાક્ષી મલિક 'બેટી બચાવો, બેટી પઢાવો' અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર હશે.'

વાસ્તવમાં, હરિયાણા સરકારે રોહતકની રહેવાસી સાક્ષી ને 2.5 કરોડ રૂપિયાનું પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી. સાથે જ દિલ્હી સરકારે સાક્ષી ને એક કરોડ રૂપિયાનું પુરસ્કાર અને દિલ્હી પરિવહન નિગમ માં કાર્યરત સાક્ષીના પિતા સુખબીર મલિક ને પ્રમોશન આપવાનું એલાન કર્યું હતુ.

સાક્ષી એ ફ્રીસ્ટાઇલ કુશ્તીના 58 કિલોગ્રામ વર્ગમાં કાંસ્ય મેડલ જીત્યું હતુ. સાક્ષી એજ રિયો માં ભારતનું ખાતું ખોલ્યું હતુ, જેના બાદ પીવી સિંધુ એ બેડમિંટન માં રજત મેડલ જીત્યું હતુ. ભારત ને રિયો માં આજ બે મેડલ મળ્યા હતા.

સાક્ષી આ સમય ઉત્તર રેલવેના દિલ્હી બ્લોકમાં કોમર્સ વિભાગમાં કાર્યરત છે. ખેલ શરૂ થવાના પહેલા રેલ મંત્રી સુરેશ પ્રભુએ એ જાહેરાત કરી હતી કે, સાક્ષી મલિક ને 50 લાખ રૂપિયાનું પુરસ્કાર આપવામાં આવશે અને તેણીને પોતાના પસંદના વિભાગીય કચેરીમાં રાજપત્રિત અધિકારીના પદ પર પ્રમોશન આપવામાં આવશે.

આ ઉપરાંત ભારતીય ઓલંપિક સંઘ (આઇઓએ) એ સાક્ષી ને 20 લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. યુવા અને ખેલ મંત્રાલય નાં રોકડ પુરસ્કાર યોજના હેઠળ પણ સાક્ષી ને 30 લાખ રૂપિયા મળવાના નક્કી છે.

ઇન્ટરનેશનલ ફિટનેસ ફેસ્ટિવલે પણ સાક્ષીને પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ઉત્તરપ્રદેશ સરકારે પણ સાક્ષી ને રાણી લક્ષ્મીબાઈ એવોર્ડથી સમ્માનિત કરવાની જાહેરાત કરી છે. રાણી લક્ષ્મીબાઈ એવોર્ડ ના હેઠળ 3.11 લાખ રૂપિયા રોકડા પુરસ્કાર, એક પ્રશસ્તિપત્ર અને રાણી લક્ષ્મીબાઈની પ્રતિમા આપવામાં આવે છે.

આ પહેલા, મહિલા પહેલવાન સાક્ષી મલિક બુધવારે સ્વદેશ પરત આવી છે. ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને દિલ્હી-હરિયાણા સરહદ પર સાક્ષીનું ફૂલ-હાર અને ઢોલ નગારાની સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.

સાક્ષીનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બુધવારે સવારે 3.50 મિનિટ પર આગમન થયું હતુ. એરપોર્ટ પરથી બહાર આવતા જ પરિવારજનો, મિત્રો અને ભારતીય કુશ્તી મહાસંઘના અધિકારીઓએ સાક્ષીનું ભવ્ય સ્વાગત કર્યું હતુ.

સાક્ષીએ આ દરમિયાન કહ્યું કે, તેણી આ સ્વાગતથી અભિભૂત છે. 'હું ઘણી રોમાંચિત હતી. હું પોતાના મિત્રો અને પરિવારજનો મળવા માટે બેચેન હતી. મારી આ સફળતા તેમના કારણે છે અને હું આને પોતાના પરિવારજનો, મિત્રો અને દેશના નામ કરૂં છું.'
First published:

Tags: અભિયાન, બ્રાન્ડ એમ્બેસેડર, સાક્ષી મલિક

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन