Home /News /gujarat /ગેંગરેપમાં સફળ ના થતાં સગીરાને ઘરમાં જ જીવતી સળગાવી
ગેંગરેપમાં સફળ ના થતાં સગીરાને ઘરમાં જ જીવતી સળગાવી
#મધ્યપ્રદેશમાં વધુ એક દર્દનાક ઘટના સામે આવી છે. અશોકનગર જિલ્લામાં ત્રણ યુવકોએ એક સગીર છાત્રા સાથે ગેંગ રેપ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે છાત્રાએ વિરોધ કરતાં છેવટે ફાવટ ના આવતાં આ નરાધમોએ તેણીને જીવતી સળગાવી દીધી હતી. સગીરા અંદાજે 100 ટકા દાઝી છે. આ સ્થિતિમાં તેણીને સારવાર માટે દાખલ કરાઇ છે. જ્યાં તેણીની સ્થિતિ નાજુક છે.

નવી દિલ્હી #મધ્યપ્રદેશમાં વધુ એક દર્દનાક ઘટના સામે આવી છે. અશોકનગર જિલ્લામાં ત્રણ યુવકોએ એક સગીર છાત્રા સાથે ગેંગ રેપ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે છાત્રાએ વિરોધ કરતાં છેવટે ફાવટ ના આવતાં આ નરાધમોએ તેણીને જીવતી સળગાવી દીધી હતી. સગીરા અંદાજે 100 ટકા દાઝી છે. આ સ્થિતિમાં તેણીને સારવાર માટે દાખલ કરાઇ છે. જ્યાં તેણીની સ્થિતિ નાજુક છે.
દર્દનાક આ કિસ્સો જિલ્લા મથકથી 35 કિલોમીટર દુર બહાદુરપુર વિસ્તારનો છે. બુધવારે બપોરે કિશોરી મકાનમાં એકલી હતી. એની મા અને ભાઇ કામ પર ગયા હતા. એને ફાયદો ઉઠાવી પંકજ, આલા અને એનો અન્ય એક મિત્ર ત્રણેય ઘરમાં ઘૂસી આવ્યા હતા.
કિશોરી સાથે ત્રણેય જણાએ બળજબરી કરી ગેંગ રેપનો પ્રયાસ કર્યો હતો. જોકે કિશોરીએ વિરોધ કરી નરાધમોને ફાવવા દીધા ન હતા. તો આ શખ્સોએ ઘરમાં પડેલું કેરોસીન તેણી પર છાંટી એને સળગાવી નાસી ગયા હતા.
બાદમાં તેણીને સારવાર માટે મુંગાવલી હોસ્પિટલ લઇ જવાઇ હતી. જ્યાં તેણીએ મેડિકલ ઓફિસરને ત્રણ છોકરાઓએ બળજબરી કરી કેરોસીન છાંટી જીવતી સળગાવાનો પ્રયાસ કર્યો હોવાનું નિવેદન આપ્યું હતું. કિશોરીની ગંભીર હાલત જોતાં એને મુંગાવલી હોસ્પિટલમાંથી જિલ્લા હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.