Home /News /gujarat /

ઉતર ભારત તરફ જતા પ્રવાસીઓને હવે કાલુપુર નહી જવું પડે,ટુંક સમયમાં સાબરમતીથી મળી જશે ટ્રેન

ઉતર ભારત તરફ જતા પ્રવાસીઓને હવે કાલુપુર નહી જવું પડે,ટુંક સમયમાં સાબરમતીથી મળી જશે ટ્રેન

અમદાવાદઃ અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનો વર્ષો બાદ વિકાસ કરવામાં આવી રહ્યો છે.અને સાબરમતી રેલવે સ્ટેશન પર નવા પ્લેટફોર્મ 2017 સુધીમાં તૈયાર થઈ જશે.અને ત્યાર બાદ ઉતર ભારત તરફ જતા પ્રવાસીઓને સાબરમતી રેલવે સ્ટેશન પરથી ટ્રેન મળી જશે.

  • Pradesh18
  • Last Updated :
અમદાવાદઃ અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનો વર્ષો બાદ વિકાસ કરવામાં આવી રહ્યો છે.અને સાબરમતી રેલવે સ્ટેશન પર નવા પ્લેટફોર્મ 2017 સુધીમાં તૈયાર થઈ જશે.અને ત્યાર બાદ ઉતર ભારત તરફ જતા પ્રવાસીઓને સાબરમતી રેલવે સ્ટેશન પરથી ટ્રેન મળી જશે.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતા હોય કે પછી પશ્ચિમ વિસ્તારમાં પરંતુ અમદાવાદ બહાર ટ્રેન દ્વારા જવાનું થાય તો પ્રવાસીઓએ કાલુપુર રેલવે સ્ટેશન પર જ આવવુ પડે છે.અને કાલુપુરના ભારે ટ્રાફિકના કારણે ટ્રેન ઉપડવાના સમયથી એક થી બે કલાક પહેલા ઘરથી નિકળવુ પડે છે.અને ટ્રાફિકના કારણે ટ્રેન પણ ચુકાય જાય છે. વર્ષોથી અમદાવાદીઓ માંગ કરતા આવ્યા છે કે મણીનગર અને સાબરમતી સ્ટેશન પર એક્સપ્રેસ તમામ ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવ્યુ છે.

પરંતુ અત્યાર સુધી લોકોની માંગ સંતોષાય નથી રેલવે બજેટમાં પણ દેશના 400 જેટલા સ્ટેશનોનો વિકાસ કરવા બજેટ ફાળવવામાં આવ્યુ છે.જેના ભાગ રૂપે અને અમદાવાદીઓની વર્ષોની માંગને ધ્યાને રાખી અમદાવાદના સાબરમતી સ્ટેશને ટર્મિનલ બનાવવામાં આવશે.જો કે સાબરમતી સ્ટેશન પર નવા પ્લેટફોર્મ બનાવવામાં આવી રહ્યા છે.અને પ્લેટફોર્મ બનાવવાનું કામ પણ શરુ થઈ ગયુ છે...સાબરમતી સ્ટેશન પર 5 જેટલા પ્લેટફોર્મ 2017 સુધીમાં તૈયાર થઈ જશે...અને ત્યાર બાદ ઉતરભારત તરફ જવાની તમામ ટ્રેનને સાબરમતી સ્ટેશન પરથી ઉપાડવામાં આવશે.

કેન્દ્ર સરકારનું સપનું છે કે દેશની રેલવેની કાયાપલટ કરવાનું...અને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ કરવામાં આવ્યુ છે.તેમ ગુજરાતના અન્ય રેલવે સ્ટેશનના પણ આધુનિક ટેકનોલોજીથી કરવામાં આવશે.ત્યારે અમદાવાદના બીજા નંબરનું રેલવે સ્ટેશન ગણાતુ સાબરમતી રેલવે સ્ટેશન પણ ટર્મિનલ બનાવવાનું કામ શરુ કરી દેવામાં આવ્યુ છે.ત્યારે સાબરમતી રેલવે સ્ટેશન પર પણ પ્રવાસીઓને તમામ પ્રકારની સુવિધાઓ મળશે..અને ઉતરભારત તરફ જતા પ્રવાસીઓને કાલુપુર રેલવે સ્ટેશન સુધી લંબાવવુ નહી પડે...અને સાબરમતી સ્ટેશન પરથી ઉતરભારત જવાની ટ્રેનો પણ મળી જશે...જેના કારણે કાલુપુરનો ટ્રાફિક પણ ઘટશે.
First published:

Tags: કેન્દ્ર સરકાર, ગ્રાન્ટ, પ્રવાસી, વિકાસ, સુવિધા

આગામી સમાચાર