Home /News /gujarat /

માત્ર બે મહિનામાં કારના ટાયર થઈ ગયા ખરાબ, આયોગનો કંપનીને વળતર ચૂકવવા આદેશ

માત્ર બે મહિનામાં કારના ટાયર થઈ ગયા ખરાબ, આયોગનો કંપનીને વળતર ચૂકવવા આદેશ

આયોગનો કંપનીને વળતર ચૂકવવા આદેશ આપ્યો છે.

ટાયર કંપની ગુડ યર ઈન્ડિયા (Goodyear India)ના વકીલે આ અંગે રિપોર્ટ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ટેકનિકલ નિષ્ણાંતે રજૂ કરેલ રિપોર્ટ અનુસાર અચાનક બ્રેક લાગવાને કારણે આ પ્રકારની સમસ્યા સર્જાઈ છે. ત્યારબાદ બ્રેક લોક થઈ જવાને કારણે વાહનનું સંતુલન બગડી ગયું હતું.

વધુ જુઓ ...
    કોઈ પણ પરિવાર જો કોઈ નવી કારની ખરીદી કરે તો તે કંઈ અવસરથી ઓછું ન કહેવાય. જો કાર ખરીદ્યાના માત્ર બે મહિનાની જ અંદર કારમાં સમસ્યા આવવા લાગે તો શું કરવું? અમદાવાદ (Ahmedabad)ના સાબરમતી નિવાસી (Sabarmati resident) વ્યક્તિ સાથે પણ કંઈક આ પ્રકારે જ થયું છે. કાર ખરીદી તેના બે મહિનામાં જ આગળના બે ટાયર ખરાબ (Tires damage in two months) થઈ ગયા હતા. જેના કારણે કાર ખરીદનારે કંપની સામે મોરચો માંડ્યો હતો, જેને લઈ કાર ખરીદનારની જીત થઈ છે.

    અમદાવાદ મિરરના અહેવાલ પ્રમાણે યોગેશ કુબાવતે (Yogesh Kubavat) વર્ષ 2018માં બગ્ગા હ્યુન્ડાઈ ડીલરશીપ પાસેથી હ્યુન્ડાઈ એસેન્ટ કાર (Hyundai Accent car) ખરીદી હતી. પરંતુ થોડા સમય બાદ જ કારના આગળના બે ટાયરોમાં પરેશાની થવા લાગી હતી. કુબાવતે અમદાવાદ મિરરને જાણકારી આપી કે, ‘કાર માત્ર થોડા કિલોમીટર જ ફરી હતી અને કાર ખરીદી તેના બે મહિનામાં જ સમસ્યા આવવા લાગી હતી.’

    કુબાવતે આ અંગે તમામ સંબંધિત પક્ષોનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ અમદાવાદ ગ્રામીણ ઉપભોક્તા ફરિયાદ નિવારણ કેન્દ્રમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે બગ્ગા હ્યુન્ડાઈને નોટિસ ફટકારવામાં આવી હતી. જેના જવાબમાં હ્યુન્ડાઈના વકીલ H P મોતીરામનીએ જણાવ્યું કે, આ તમામ આરોપ ટાયર કંપની સામે કરવામાં આવ્યા છે. ડીલર તરફથી કોઈ પણ પ્રકારની ખામી સર્જાઈ નથી.

    આ પણ વાંચો- ગુજરાતના કદાવર નેતાની પત્નીએ જ ખોલી પોલ

    હ્યુન્ડાઈ મોટર્સ (Hyundai Motors) ના વકીલે જણાવ્યું હતું કે, મ્યુઝિક સિસ્ટમ, ટાયર, બેટરી તથા અન્ય વસ્તુઓ માટે વોરંટી નિર્માણ કંપની દ્વારા પ્રદાન કરવામાં આવે છે. જેનો ઉલ્લેખ સર્વિસ બુકલેટમાં કરવામાં આવ્યો છે તથા મેન્યુઅલી પણ જણાવવામાં આવ્યું છે.

    ટાયર કંપની ગુડ યર ઈન્ડિયા (Goodyear India)ના વકીલે આ અંગે રિપોર્ટ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ટેકનિકલ નિષ્ણાંતે રજૂ કરેલ રિપોર્ટ અનુસાર અચાનક બ્રેક લાગવાને કારણે આ પ્રકારની સમસ્યા સર્જાઈ છે. ત્યારબાદ બ્રેક લોક થઈ જવાને કારણે વાહનનું સંતુલન બગડી ગયું હતું.

    આ પણ વાંચો- ગેરકાયદે હથિયારો પકડવા ગયેલી પોલીસ પર ફાયરિંગ

    આ તમામ બાબતોને જાણીને આયોગને જાણવા મળ્યું હતું કે, ટાયર કંપનીએ બનાવેલ ટાયરના કારણે આ પ્રકારની સમસ્યા સર્જાઈ હતી. ફરિયાદ નિવારણ આયોગે ટાયર કંપનીએ ફરિયાદીને કાર માટે નવા ટાયર પ્રદાન કરવાની અથવા ખર્ચની ચૂકવણી કરવા માટેનો આદેશ આપ્યો હતો. જેથી 8 ટકા વ્યાજ સાથે રૂ. 9,000, માનસિક ઉત્પીડન માટે રૂ. 3,000 અને ખર્ચ માટે રૂ. 2,000 ચૂકવવા માટે જણાવવામાં આવ્યું હતું.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Ahmedabad news, Car News, Car showroom, Gujarati news

    આગામી સમાચાર