Home /News /gujarat /હોળી અને ડાકોરના મેળા માટે ST નિગમ દોડાવશે 500થી વધુ બસો, જાણો કયા જિલ્લા તરફ દોડાવશે

હોળી અને ડાકોરના મેળા માટે ST નિગમ દોડાવશે 500થી વધુ બસો, જાણો કયા જિલ્લા તરફ દોડાવશે

હોળીના તહેવાર માટે વધારાની એસટી બસ દોડાવવમાં આવી હતી.

હોળીના તહેવારને લઈ લોકો પોતાના ગામડે જતા હોય છે.ત્યારે પ્રવાસીઓને પોતાના વતન સુધી પહોંચવા માટે સારી સુવિધા મળી રહે તે માટે, વધારાની 500 બસ દોડાવવામાં આવશે.

અમદાવાદ : હોળીના (Holi 2022) તહેવારને લઈ એસટી (ST Bus Department) નિગમ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. હોળીના તહેવારને લઈ લોકો પોતાના ગામડે જતા હોય છે.ત્યારે પ્રવાસીઓને પોતાના વતન સુધી પહોંચવા માટે સારી સુવિધા મળી રહે તે માટે, વધારાની 500 બસ દોડાવવામાં આવશે. સૌથી વધુ ટ્રાફિક પંચમહાલ તરફનો હોય છે.ત્યારે અમદાવાદ, સુરત, વડોદરા, સુરતથી દાહોદ,ઝલોદ,સંતરામપુર, ગોધરા તરફ જવા માટે વધારાની બસ દોડાવવામાં આવશે.અન્ય જિલ્લામાંથી પણ પ્રવાસીઓનો ધસારો વધશે તો એક્સ્ટ્રા સંચાલન કરવા માટે સૂચના આપવામાં આવી છે.

એક્સ્ટ્રા બસ દોડાવવાના રૂટ

અમદાવાદ -દાહોદ ,ઝલોડ,સંતરામપુર, ગોધરા

રાજકોટ -દાહોદ ,ઝલોડ,સંતરામપુર, ગોધરા

વડોદરા -દાહોદ ,ઝલોડ,સંતરામપુર, ગોધરા

સુરત -દાહોદ ,ઝલોડ,સંતરામપુર, ગોધરા



પંચમહાલ જિલ્લામાંથી લોકલ ઓપરેશન પણ ચલાવશે

એસટી નિગમના સચિવ કે ડી દેસાઈએ ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, પંચમહાલ અને રાજસ્થાનના લોકો હોળીનો તહેવારની ઉજવણી ધામધૂમથી કરવા માટે પોતાના ગામડે જાય છે.એક્સ્ટ્રા સંચાલન કરવા માટે 500 બસ દોડાવશે.

આ પણ વાંચો - ગાંધીનગરમાં આવેલા બગીચા વિશે રસપ્રદ માહિતી

14 થી 18 માર્ચ દરમિયાન વધારાની બસ દોડાવાશે.જો કે ચાલુ વર્ષે કોરોના કેસ ઘટી ગયા છે.અને છુટછાટ પણ મળી રહી છે. જેના કારણે ડાકોર મેળામાં અને હોળીના તહેવારમાં પ્રવાસીઓની સંખ્યા વધવાનું અનુમાન છે.

આ પણ વાંચો - હોળીની રજાઓમાં ફરવા જવાનું વિચારો છો? આ 5 શહેરોમાં છે હોળી રમવાની અનોખી રીત

હોળીના તહેવાર માટે તો વધારાની બસ દોડાવવામાં આવશે.પરંતુ ડાકોરના મેળા માટે પણ વધારાની 400 બસ દોડાવશે. 14થી 18 માર્ચ દરમિયાન વધારાની બસ દોડવાનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, ગત વર્ષે હોળીના તહેવારમાં 2836 ટ્રીપ ચલાવવામાં આવી  હતી. જેમા 1.93 કરોડની આવક એસટી નિગમને થઈ હતી.

હોળીના તહેવારને લઈ રેલવે દ્વારા હોળી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. જેનું બુકીંગ શરૂ થઈ ગયું છે.સાથે હવે બસનું પણ એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવશે જેના કારણે પ્રવાસીઓને પોતાના વતન પહોંચવા માટે સરળતાથી બસ કે ટ્રેન મળી રહેશે.અને લોકો પણ હોળીનો તહેવાર ધામધૂમથી કરવા માટે રાહ જોઈ રહ્યા છે કારણ કે કોરોના કારણે છેલ્લા બે વર્ષથી તો તમામ તહેવારો ગાઈડલાઈન સાથે ઉજવવા પડ્યા છે પરંતુ હોળી પહેલા કોરોના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.જેના કારણે લોકો હોળીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરી શકશે
Published by:Kaushal Pancholi
First published:

Tags: Holi 2022, Holi celebration, ગુજરાત, ડાકોર, હોળી

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો