ઘરકંકાસનો કરૂણ અંજામઃ બે બાળકીઓને કુવામાં ડુબાડી માતાનો ટ્રેન નીચે કુદી આપઘાત

ગોધરાઃગોધરાના ડોક્ટરના મુવાડા ગામે ઘરકંકાસમાં બે બાળકીઓને કુવામાં નાખી રેલવે ટ્રેક પર મહિલાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે.પોલીસે મહિલાના પતિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગોધરાઃગોધરાના ડોક્ટરના મુવાડા ગામે ઘરકંકાસમાં બે બાળકીઓને કુવામાં નાખી રેલવે ટ્રેક પર મહિલાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે.પોલીસે મહિલાના પતિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
ગોધરાઃગોધરાના ડોક્ટરના મુવાડા ગામે ઘરકંકાસમાં બે બાળકીઓને કુવામાં નાખી રેલવે ટ્રેક પર મહિલાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે.પોલીસે મહિલાના પતિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શનિવાર સાંજના સમયે 3 બાળકો અને પત્ની સાથે દિનેશ ભાઈ પરમાર સુખેથી પોતાનું જીવન વ્યતીત કરતો હતો પરંતુ સમય જતા આ નાનકડા સુખી કુટુંબને કોઈની નજર લાગી અને દિનેશ પરમાર અને તેની પત્ની ઉષા વચ્ચે ઘર કંકાસ શરૂ થયો હતો.  ઉષા રિસાઈ ને પોતાના પિયર ચાલી ગયેલ અને તેના પિયરિયાં એ સમજાવી ને માત્ર 12 દિવસ પહેલા જ દિનેશ સાથે રહેવા આવી હતી. પણ ઉષા અને દિનેશનો ઝઘડો 2 મહિનાના વિરહ બાદ પણ ચાલુ રહ્યો અને માત્ર 12 દિવસ માં ઝઘડા એ એવું સ્વરૂપ ધારણ કર્યું  હતું. આવેશમાં  આવી ઉષા તેની 2 બાળકીઓ જે 2 વર્ષ અને 3 વર્ષ ની છે તેને લઇ ચાલતી થઇ હતી.

સાંજે નજીક ના ખેતરમાંથી પસાર થતા લોકોએ કુવામાં 2 બાળકોના મૃતદેહ તરતા જોતા વાયુવેગે વાત આખા ગામ માં વહેતી થઇ અને ઘટના ની જાણ થતા પોલીસ પણ આવી અને 2 બાળકીઓની લાશને બહાર કાઢવામાં આવી હતી. હવે પ્રશ્ન એ હતો કે 2 બાળકીઓની લાશ મળી પણ તેની માતા ઉષાનો કોઈ પત્તો લાગતો નહોતો ત્યારે પોલીસે આસપાસના વિસ્તારને ખુંદવાનો ચાલુ કર્યો ત્યારે નજીકમાંથી પસાર થઇ રેલલાઇન પરથી એક મહિલાની લાશ મળતા પોલીસ દ્વારા તેના પરિવાર જન ને બતાવતા આ લાશ ઉષાની જ હોવાનું બહાર આવ્યું હતું .જેથી  પોલીસ દ્વારા સમગ્ર ઘટના માં હત્યા નો અને હત્યા કરવા માટે પ્રેરવા નો ગુન્હો નોંધી આગળ ની તપાસ હાથ ધરવા માં આવી છે.

First published: