અમદાવાદ: યુક્રેન અને રશિયા (Russia Ukraine war) વચ્ચેના યુદ્ધના કારણે અનેક બિઝનેસમાં નાની મોટી અસર જોવા મળી છે. ત્યારે અમદાવાદનો ડાયમંડ બિઝનેસ પણ તેનાથી બાકાત રહ્યો નથી. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના કારણે રશિયાથી હીરાનો 70 ટકા કાચોમાલ આવવાનો બંધ થઈ ગયો છે. અને જ્યાં સુધી યુદ્ધ વિરામ નહિ થાય ત્યાં સુધી કાચો માલ આવવાની કોઈ જ શકયતા નહી હોવાનું બિઝનેસ સાથે સંકળાયેલા વેપારીઓ માની રહ્યા છે.
ગુજરાતમાં સુરતને ડાયમંડ નગરી કહેવામાં આવે છે. જોકે અમદાવાદમાં પણ જ્યારથી મિલો બંધ થઈ પછી શહેરને આર્થિક રીતે સધ્ધર રાખવામાં ડાયમંડ બિઝનેસનો મહત્વનો ફાળો રહ્યો છે. જોકે સમયાંતરએ આ બિઝનેસમાં તેજી મંદી રહેતા અનેક વેપારીઓ અન્ય ધંધામાં ડાયવર્ટ થઈ ગયા. તેમ છતાં હજુએ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઘણા વેપારીઓ હજુએ ડાયમંડ બિઝનેસ સાથે સંકળાયેલા છે. રશિયા અને યુક્રેન વચ્ચે ખેલાઈ રહેલા યુદ્ધની અસર હાલમાં આ બિઝનેસ પર પડી છે. યુદ્ધના કારણે રશિયાથી હીરાનો 70 ટકા કાચોમાલ આવવાનો બંધ થઈ ગયો છે. યુદ્ધ વિરામ નહિ થાય ત્યાં સુધી આ કાચો માલ નહિ આવે તે પણ સ્પષ્ટ છે.
આ અંગે અમદાવાદ ડાયમંડ એસોસિએશનના ઉપપ્રમુખ મગનભાઈ પટેલ જણાવે છે કે, હીરા બજારમાં 32 વર્ષથી આ બિઝનેસ સાથે સંકળાયેલો છું. છેલ્લા બે મહિનામાં અત્યાર સુધી નહોતી જોઈ તેવી તેજી જોવા મળી હતી. તેના પાછળનું મુખ્ય કારણ ભારતના મોટા કારખાનેદારો દુનિયાના દેશોમાંથી હીરાનો કાચોમાલ લાવતા તેવી રીતે રશિયાથી પણ કાચો માલ લાવતા. રશિયામાં રહેતા ભારતીયોને યુદ્ધ થવાનો અણસાર આવી ગયો હતો. તેમને એ પણ ખ્યાલ હતો કે, યુદ્ધ થાય તો રશિયાથી કાચો માલ આવતો બંધ થઈ જશે.
તેમણે વધુમાં જણાવ્યુ કે, બે વર્ષ સુધી માલ નહિ આવે. એટલે ભારતના જે મોટા વેપારીઓ જે મેન્યુફેક્ચરિંગ બિઝનેસ સાથે સંકળાયેલા છે તે વેપારીઓએ જે માલ રશિયાથી મળતો હતો તે જે કિંમતે મળતો હતો તે લઈ લીધો. જેથી કરીને યુદ્ધ જો લાબું ચાલે તો પણ તેમના બિઝનેસને અસર ન થાય. પણ તેઓએ જે માલ લીધો હતો તે કાચોમાલમાંથી હીરા તૈયાર થઈને આવતા તે મોંઘો પડતો હતો. તેથી તેઓએ એક શાણપણ અને દૂરંદેશી વાપરી કે, ભારતના બજારમાં જે કાચોમાલ સસ્તો મળતો હતો તે લઈને પણ સ્ટોક કરી દીધો. હવે જ્યારે જવેલર્સ બજારમાં હીરાની માંગ ઉભી થશે ત્યારે વેપારીઓ જે ઉંચી કિંમતે ખરીદેલો સ્ટોક પણ વેચવા કાઢશે.
" isDesktop="true" id="1185020" >
હાલમાં હીરા સહિતના દરેક માલમાં 40 ટકા જેટલો વધારો તો થઈ ગયો છે. અને યુદ્ધ જો લાબું ચાલ્યું તો ભાવમાં વધારો થશે તે નક્કી છે.