Home /News /gujarat /

એક સીડી મોર્ફ થયેલી હોઈ શકે, આટલી બધી નહીં: સીડીકાંડ મુદ્દે બાંભણિયા

એક સીડી મોર્ફ થયેલી હોઈ શકે, આટલી બધી નહીં: સીડીકાંડ મુદ્દે બાંભણિયા

દિનેશ બાંભણિયા, (ફાઇલ તસવીર)

હાર્દિકના ખાસ સાથે દિનેશ બાંભણિયાએ પાસમાંથી રાજીનામું આપી દીધાના અહેવાલ વચ્ચે તેમણે પત્રકાર પરિષદ સંબંધી હતી. દિનેશ બાંભણિયા કહ્યું હતું કે, હું પાસમાં જ છું.

અમદાવાદઃ હાર્દિકના ખાસ સાથે દિનેશ બાંભણિયાએ પાસમાંથી રાજીનામું આપી દીધાના અહેવાલ વચ્ચે તેમણે પત્રકાર પરિષદ સંબંધી હતી. દિનેશ બાંભણિયા કહ્યું હતું કે, હું પાસમાં જ છું. દિનેશે વધુમાં કહ્યું હતું કે, અનામતની લડાઈ થોડી ડાઈવર્ટ થઈ રહી છે. છેલ્લા અઢી વર્ષથી અમે અનામત માટે લડી રહ્યા છીએ. હાર્દિકની સીડી બાબતે બાંભણિયાએ કહ્યું હતું કે, એક સીડી મોર્ફ થયેલી હોઈ, આટલી બધી ન હોઈ શકે. શહીદોના પરિવારની પણ અવગણના કરી રહ્યા છે. હાર્દિકનું વર્તન મને નથી ગમ્યું.

કોંગ્રેસ અનામત આપવા નથી માંગતી

અનામત અંગે દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, 'અનામત મામલે સહમતી બાદ કોંગ્રેસે મેનિફેસ્ટોમાં ફેરફાર કર્યા છે. ભાજપની સામે અમે વિરોધ કરી રહ્યા છીએ અને વિરોધ કરતા રહીશું. હું ભાજપને વોટ આપો એવું નથી કહેતો. અનામતની લડાઈ થોડી ડાઇવર્ટ થઈ રહી છે. એક સીડી મોર્ફ થયેલી હોય આટલી બધી ન હોય. સીડીકાંડ મામલે હું હાર્દિકથી સહમત નથી. પૈસાઓ લઇને જે રીતે સભાઓ થઇ રહી છે તેનો વિરોધ કરું છું. હું આજે પણ ભાજપ સામે લડાઇ લડીશ પરંતુ હાર્દિકનું વર્તન મને નથી ગમ્યું. હું કોઇ પણ પક્ષમાં જોડાવાનો નથી. હાર્દિકને બચાવવા મેં ઘણું કર્યું છે.'
First published:

Tags: Assembly election 2017, Dinesh bambhaniya, Gujarat Election 2017, Pass leader, હાર્દિક પટેલ

આગામી સમાચાર