Home /News /gujarat /નોટબંધી અને નગરોટા આતંકી હુમલા મામલે સંસદમાં પીએમ મોદી સામે હંગામો

નોટબંધી અને નગરોટા આતંકી હુમલા મામલે સંસદમાં પીએમ મોદી સામે હંગામો

પ્રારંભથી જ હંગામાનું બનેલું શિયાળું સત્ર આજે સંસદમાં વધુ ઉગ્ર બન્યું હતું. નોટબંધી અને નગરોટા આતંકી હુમલાને લઇને વિપક્ષે પીએમ મોદીની હાજરીમાં જોરદાર હંગામો કર્યો હતો. જેને પગલે બંને સદનમાં કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. લોકસભામાં હાજર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે વિપક્ષે એમની માંગણી રજુ કરી હોબાળો મચાવ્યો હતો. હંગામાને પગલે બંને સદન સ્થગિત કરવા પડ્યા હતા.

પ્રારંભથી જ હંગામાનું બનેલું શિયાળું સત્ર આજે સંસદમાં વધુ ઉગ્ર બન્યું હતું. નોટબંધી અને નગરોટા આતંકી હુમલાને લઇને વિપક્ષે પીએમ મોદીની હાજરીમાં જોરદાર હંગામો કર્યો હતો. જેને પગલે બંને સદનમાં કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. લોકસભામાં હાજર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે વિપક્ષે એમની માંગણી રજુ કરી હોબાળો મચાવ્યો હતો. હંગામાને પગલે બંને સદન સ્થગિત કરવા પડ્યા હતા.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #પ્રારંભથી જ હંગામાનું બનેલું શિયાળું સત્ર આજે સંસદમાં વધુ ઉગ્ર બન્યું હતું. નોટબંધી અને નગરોટા આતંકી હુમલાને લઇને વિપક્ષે પીએમ મોદીની હાજરીમાં જોરદાર હંગામો કર્યો હતો. જેને પગલે બંને સદનમાં કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. લોકસભામાં હાજર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે વિપક્ષે એમની માંગણી રજુ કરી હોબાળો મચાવ્યો હતો. હંગામાને પગલે બંને સદન સ્થગિત કરવા પડ્યા હતા.

રાજ્યસભામાં બુધવારે વિપક્ષી સભ્યોએ જમ્મુ કાશ્મીરના નગરોટામાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલાને લઇને જોરદાર હંગામો કર્યો હતો. વિપક્ષે નગરોટામાં શહીદ થયેલા અધિકારીઓ અને જવાનોને શ્રધ્ધાંજલિ આપવાની માંગ કરી હતી. એમણે નોટબંધી બાદ બેંકોની લાઇનમાં ઉભા રહેતાં જાન ગુમાવનારા લોકોને પણ શ્રધ્ધાંજલિ આપવાની માંગ કરી હતી.

સંસદની કાર્યવાહી શરૂ થતાની સાથે જ વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે જમ્મુ પાસેની નગરોટામાં એક સૈન્ય છાવણી પર થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા બે અધિકારીઓ સહિત જવાનોને શ્રધ્ધાંજલિ આપવાની માંગ કરી હતી. બસપા પ્રમુખ માયાવતી, જનતાદળ યૂનાઇટેડના નેતા શરદ યાદવ અને સમાજવાદી પાર્ટીના નેતા રામ ગોપાલ યાદવે પણ આઝાદની માંગને સમર્થન આપ્યું હતું.

વિપક્ષે નોટબંધી અને આંતર રાષ્ટ્રીય સરહદે પાકિસ્તાન સાથેની સ્થિતિ મુદ્દે ચર્ચા કરવાની માંગ કરતાં નિયમ 267 અંતર્ગત બે નોટિસ આપી હતી. જે બાદ તરત જ વિપક્ષે સદનમાં જોરદાર હંગામો કર્યો અને સભાપતિની નજીક પહોંચ્યા હતા. સદન નેતા અરૂણ જેટલીએ વિપક્ષને આશ્વાસન આપ્યું કે સરકાર બંને મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર છે. પરંતુ ફરી પણ હંગામો બંધ થયો ન હતો. જેને પગલે સભાપતિએ સદનની કાર્યવાહી પહેલા બપોરે 12 વાગ્યા સુધી પછી બપોરે 2 વાગ્યા સુધી અને છેવટે ગુરૂવાર 11 વાગ્યા સુધી સ્થગિત કરી હતી.
First published:

Tags: કોંગ્રેસ, નરેન્દ્ર મોદી, નોટબંધી, રાજ્યસભા, લોકસભા, વડાપ્રધાન, વિપક્ષ, હંગામો

विज्ञापन
विज्ञापन