Home /News /gujarat /

RTO અને ટ્રાફિક પોલીસની લાલ આંખ, E Memo ન ભરનાર 255 લોકોને અપાઈ નોટિસ, 25 લોકોના લાયસન્સ કરાયા રદ

RTO અને ટ્રાફિક પોલીસની લાલ આંખ, E Memo ન ભરનાર 255 લોકોને અપાઈ નોટિસ, 25 લોકોના લાયસન્સ કરાયા રદ

સરકાર રોજને બરોજ નવા નિયમો લાવી રહ્યાં છે, પરંતુ સરાકરના નિયમોને પ્રજા ઘોળીને પી જાય છે. નિયમોનું પાલન કરાવવા માટે ચાર રસ્તાઓ પર સીસીટીવી લગાવ્યા છે અને જેથી હવે ઘરે જ ઈ મેમો મોકલવામાં આવે છે. પરંતુ ઈ મેમોની પણ લોકો અવગણના કરી રહ્યાં છે. જો કે, પ્રજાને ખબર નથી કે, જો ઈ મેમો ભરવામાં નહીં આવે તો લાયસન્સ પણ રદ થશે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ# સરકાર રોજને બરોજ નવા નિયમો લાવી રહ્યાં છે, પરંતુ સરાકરના નિયમોને પ્રજા ઘોળીને પી જાય છે. નિયમોનું પાલન કરાવવા માટે ચાર રસ્તાઓ પર સીસીટીવી લગાવ્યા છે અને જેથી હવે ઘરે જ ઈ મેમો મોકલવામાં આવે છે. પરંતુ ઈ મેમોની પણ લોકો અવગણના કરી રહ્યાં છે. જો કે, પ્રજાને ખબર નથી કે, જો ઈ મેમો ભરવામાં નહીં આવે તો લાયસન્સ પણ રદ થશે.

વાહન ચાલકો પાસે નિયમનું ચુસ્ત પણે પાલન થાય તે માટે ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ પ્રજા અને પોલીસ વચ્ચે બોલાચાલી પણ થાય છે, જેના કારણે શહેરના ચાર રસ્તા પર સીસીટીવી લગાવવામાં આવ્યા છે અને નિયમનો ભંગ કરતા તમામ લોકોને ઈ મેમો મોકલવામાં આવે છે. પરંતુ લોકો ઈ મેમોની પણ અવગણના કરી દંડ ભરતા નથી. લોકોને એક ઈ મેમો મળ્યા બાદ 5 વખત નોટીસ મોકલવામાં આવે છે, તેમ છતાં દંડ ભરવા ન આવતા 255 લોકોને નોટીસ આપી દેવામાં આવી છે. જેમાંથી 25 લોકોના આરટીઓ દ્વારા લાયસન્સ રદ કરવા આદેશ કરવામાં આવ્યો છે.

લોકોની સલામતી અને સુરક્ષા માટે નિયમો બનાવવામાં આવે છે, પરંતુ પ્રજા નિયમોનું પાલન કરતી નથી. લોકો હેલમેટ નથી પહેરતા અને કાર ચલાવતી વખતે ન તો સીટ બેલ્ટ બાંધતા જેના કારણે અકસ્માતના બનાવો પણ વધી રહ્યાં છે. તંત્ર જેટલી ચિંતા કરે છે તેવી લોકો પણ પોતાની ચિંતા કરે તો અકસ્માતના બનાવો ન બને અને ન તો દંડ ભરવો પડે. પરંતુ લોકો હંમેશા એ જ વિચારે છે કે નિયમો તો તોડવા માટે જ બનતા હોય છે. જો કે, હવે જે કોઈ પણ નિયમનો ભંગ કરશે તો આરટીઓ દ્વારા તેમનું લાયસન્સ રદ કરી દેવામાં આવશે.
First published:

Tags: ટ્રાફિક પોલીસ, નોટીસ, રદ, લાયસન્સ, સીસીટીવી

આગામી સમાચાર