અમદાવાદ: શહેરમાં (Ahmedabad) ચાલતી ડ્રાઇવ થ્રુ વેકિસન (drive through vaccin) પર આરટીઆઇમા (RTI) ખુલાશો થયો છે, કે અમદાવાદ મહાનગર પાલિકાએ (AMC) ખાનગી હોસ્પિટલને ફાયદો કરવા માટે સરદાર પટેલ સ્ટેડિયમ વિના મુલ્યે આપ્યું હતુ. તેમજ ત્યાં વ્યવસ્થાના ભાગ રૂપે મંડપથી લઇ સિક્યુરટી પણ એએમસીએ સ્વખર્ચે ફાળવણી કરી હતી. તેમ છતાં શેલ્બી હોસ્પિટલ દ્વારા વેકિસન ડોઝ દીઠ ૧ હજાર રૂપિયા વસૂલાત કરવામાં આવી હતી.
આરટીઆઇ કર્તા જોહર વોરાએ (Johar Vora) જણાવ્યુ હતુ કે, અમદાવાદ મહાનગર પાલિકાના શાસકોએ ખાનગી હોસ્પિટલ એટલે કે શેલ્બી હોસ્પિટલ ફાયદો કરવા માટે મહાનગરના ખર્ચે ડ્રાઇવ થ્રુ વેક્સિન માટે વ્યવસ્થા ઉભી કરી હતી. ૨૦૨૧ વર્ષમાં કોરોના બીજી લહેર વખતે કોરોના સામે લડવા વેકિસન એક માત્ર ઉપાય વેક્સિન હતી.
ત્યારે મહાનગર પાલિકાએ તબક્કા વાર વેકિસન ડ્રાઇવ કરવા અનેક પગલાઓ લીધી હતા. જેમા મહાનગર પાલિકાએ પણ ડ્રાઇવ થ્રુ વેકિસન અભિયાન શરૂ કર્યું હતુ. પરંતુ આ ડ્રાઇવ થ્રુ વેકિસન અભિયાનમાં ભાજપના શાસકોએ શેલ્બી હોસ્પિટલ ફાયદો કરવા માટે સરદાર પટેલ સ્ટેડિય, નવરંગપુરાને વિના મુલ્યે વેક્સિન ડ્રાઇવ માટે જગ્યા આપી હતી.
વધુમાં જોહર વોરાએ કહ્યું હતુ કે, સરદાર પટેલ સ્ટેડિયમ સાથે એએમસી દ્વારા શેલ્બી હોસ્પિટલને ટેબલ ખુરશી, મંડપ, સિક્યુરટી અન્ય તમામ વ્યવસ્થા પણ ફ્રીમાં આપી હતી. જો એએમસી તમામ વ્યવસ્થા ઉભી કરી હોય તો ખાનગી હોસ્પિટલ વેકિસન લેનાર ફાયદો કરી દેવો જોઇ તો હતો. પરંતુ શેલ્બી હોસ્પિટલ દ્વારા ડ્રાઇવ થ્રુ વેકિસન માટે વેકિસન ડોઝ દીઠ ૧ હજાર રૂપિયા ચાર્જ લેવામા આવ્યો હતો. જેથી અહીં વેપારી કરણ થયું હોવાનો આરોપ લાગ્યો છે.
અમદાવાદ શહેરમાં કોરોના મહામારી સંક્રમણ અટકાવવા અમદાવાદ મહાનગર પાલિકાએ અનેક પગલા લીધા છે. ત્યારે શહેરમાં વેકિસન મેગા ડ્રાઇવ અભિયાન પણ આયોજન કરવામાં આવ્યું છે. વેકિસન ઝડપી બનાવવા માટે ડ્રાઇવ થ્રુ વેકિસન, ઘર ઘર વેકિસન, તેમજ વેક્સિનેશનના લઇ અનેક સ્ક્રિમ પણ અમદાવાદ મહાનગર પાલિકાએ શરૂ કરી છે .
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર