Home /News /gujarat /ગાંધીનગર: મોદી-આબેની મુલાકાતમાં લાઇટિંગ પાછળ થયો રૂ. 4 કરોડથી વધુનો ધુમાડો

ગાંધીનગર: મોદી-આબેની મુલાકાતમાં લાઇટિંગ પાછળ થયો રૂ. 4 કરોડથી વધુનો ધુમાડો

    (માર્ગી પંડ્યાનો રિપોર્ટ)
    ગાંધીનગર:
    જાપાન સે આયા મેરા દોસ્ત... આ દોસ્તની સલામી ભરવામાં અમદાવાદ શહેરનાં 4 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચો થઇ ગયો છે. જી હાં  બે દિવસની આ મુલાકાત પાછળ રાજ્ય સરકારે શહેરમાં જે લાઇટિંગ કરી હતી. આ વગર તહેવારની દિવાળીમાં 4,21,28,778 રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે.

    17-9-2017નાં રોજ એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જન્મ દિવસે જ જાપાનથી શિન્જો આબે તેમની પત્ની અકી આબે સાથે અમદાવાદની મુલાકાતે આવ્યા હતાં. આ સમયે તેઓ બે દિવસ અમદાવાદ રોકાયા હતાં. તેમણે અમદાવાદ-મુંબઇ વચ્ચેની પહેલી બુલેટ ટ્રેન દોડાવવાની બ્લુપ્રિન્ટ ભારતને આપી. આ પ્રોજેક્ટ પાછળ 50,000 કરોડની લોન રૂપિયા ફક્ત 1 ટકાનાં વ્યાજે આપવાની પણ જાહેરાત કરી છે. આ તમામ જાહેરાતની વચ્ચે બુલેટ ટ્રેનનું કામ શરૂ થઇ ગયાની વાતો છે તેમજ વર્ષ 2025 સુધીમાં આ ટ્રેન ચાલુ થઇ જશે તેવી બાહેધરી પણ વડાપ્રધાન મોદી દ્વારા આપવામાં આવી હતી.





    મોદી શિન્જોની આ મુલાકાત અમદાવાદમાં ગોઠવવામાં આવી તેનાં માહિતી મળતાની સાથે જ જે રસ્તેથી મોદી-આબે પસાર થવાનાં હતાં ફક્ત તે જ રોડ રસ્તાનું સમારકામ, લાઇટ અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું. જાપાનથી ભારત આવેલાં શિન્જો આબે અને તેમના પત્નીની આગતા સ્વાગતામાં ગુજરાત સરકારે કોઇ જ કસર બાકી નથી.





    આ માટે અમદાવાદ શહેરનાં તે તમામ રસ્તાઓ જ્યાંથી શિન્જો-મોદી પસાર થવાનાં હતાં તેને નવી દુલ્હનની જેમ શણગારવામાં આવ્યા હતા. શહેરનાં રસ્તાઓની સાફ સફાઇ રંગ રોગાન અને રોડ રસ્તા તેમજ અન્ય તમામની ખાસ વ્યવસ્થામાં કરોડો રૂપિયાનો ધુમાડો પણ કરવામાં આવ્યો અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી PM મોદી, શિન્જો આબે અને તેમના પત્ની અકી આબે ખુલ્લી જિપમાં પહોચ્યા હતાં. આ સમયે રિવર ફ્રન્ટ પર સાંસ્કૃતિક નૃત્ય અને લાઇટિંગની ઝલક જોવા મળી રહી હતી. આ લાઇટિંગની ચકાચોંધ પાછળ ગુજરાત સરકારે 4 કરોડ રૂપિયાથી વધુ એટલે કે કૂલ 4,21,28,778 રૂપિયાનો ખર્ચો કરી નાખવામાં આવ્યો હતો..

    આપને જણાવી દઇએ કે ગુજરાત સરકારે અદમાવાદમાં જાપાન સમિટ સમયે કેટલા રૂપિયાની વીજળીનો ઉપયોગ કર્યાનો આંકડો માહિતી અધિકાર નિયમ હેઠળ મેળવવામાં આવ્યો છે. જે ખરેખરમાં ચોકાવનારો છે.

    માહિતી ખાતામાં RTI કરીને સવાલ કરવામાં આવ્યો કે વડાપ્રધાનશ્રીની 17-9-2017ની મુલાકાત દરમિયાન અમદાવાદમાં જે લાઇટ ડેકોરેસન કરવામાં આવે છે તે લાઇટ ડેકોરેસન પાછળ કેટલો ખર્ચ થયો છે?

    જેનાં જવાબમાં માહિતી ખાતા તરફથી કહેવામાં આવ્યું કે, વડાપ્રધાનશ્રીની 17-09-17 દરમિયાન ઇન્ડોજાપાન સમિટ મુલાકાત દરમિયાન અમદાવાદમાં લાઇટ ડેકોરેસન પાછળ 4,21,28,771 રૂપિયાનો ખર્ચો થયેલ છે. 
    Published by:Margi Pandya
    First published:

    Tags: Electricity bill, Right to Information Act, Shinzo abe, અમદાવાદ, આરટીઆઇ, પીએમ નરેન્દ્ર મોદી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन