Home /News /gujarat /

અમદાવાદ: નારોલમાં ગોડાઉનમાંથી રૂ. 25.45 લાખના કાપડની ચોરી

અમદાવાદ: નારોલમાં ગોડાઉનમાંથી રૂ. 25.45 લાખના કાપડની ચોરી

નારોલ કેલીકોનગર અગ્રવાલ એસ્ટેટ, “નિર્મલ રોડવેજ" નામના ગોડાઉન નં.૧-૨ નું શટર ઉંચુ કરી, અજાણી વ્યક્તિ ગોડાઉનમાં પ્રવેશ કરી કાપડની ગાંસડીઓ ચોરી ગયાં.

નારોલ કેલીકોનગર અગ્રવાલ એસ્ટેટ, “નિર્મલ રોડવેજ" નામના ગોડાઉન નં.૧-૨ નું શટર ઉંચુ કરી, અજાણી વ્યક્તિ ગોડાઉનમાં પ્રવેશ કરી કાપડની ગાંસડીઓ ચોરી ગયાં.

    અમદાવાદ: અમદાવાદનાં નારોલમાં રહેતા રમેશ શિવકરણ જાટ (રહે. જીતેન્દ્ર કોલોની કૈલાસનગર સૈજપુર)એ નારોલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે.

    આ ફરીદાય મુજબ. તારીખ 13 જુલાઇનાં રાતનાં ૧૦: ૩૦ થી તારીખ ૧૫ જુલાઇનાં સવારના ૯ વાગ્યા દરમ્યાન કોઇપણ સમયે નારોલ કેલીકોનગર અગ્રવાલ એસ્ટેટ, “નિર્મલ રોડવેજ" નામના ગોડાઉન નં.૧-૨ નું શટર ઉંચુ કરી, અજાણી વ્યક્તિ ગોડાઉનમાં પ્રવેશ કરી, ગોડાઉનમાંથી જુદા-જુદા કાપડની ગાસડીઓ (કુલ-૧૫૭) ચોરી ગયું છે. આ ગાસંડીઓની કિંમત 25. 45 લાખ રૂપિયા થાય છે. આ ચોરીની તપાસ નારોલ પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. જાદવ ચલાવે છે.

    નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયાઃ

    અમદાવાદ શહેર પોલીસે સોમવારે નશાબંધી ધારા હેઠળ ૪૩ કેસ કરી, ૪૧ વ્યક્તિઓને ઝડપી, ૨૪૨ લીટર દેશી દારૂ, ૧૫૩ બોટલ ઈંગ્લીશ દારૂ, ૮૦૯ ક્વૉટર ઇંગ્લીશ દારૂ, અને ૧ સ્કુટર કબજે કર્યું હતુ. જુગાર ધારા હેઠળ ૦૫ કેસ કરી, ૧૫ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૬,૯૦૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

    આ ઉપરાંત, શહેર પોલીસે સોમવારે તકેદારીના પગલા હેઠળ  આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૪૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૦૧ વ્યક્તિની અને પાસા હેઠળ ૦૧ વ્યક્તિની અટકાયત કરી હતી.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Narol, અમદાવાદ, ગુજરાત, પોલીસ`, ભારત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन