મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કાનેસર ગામના એક મધ્યમ વર્ગીય પરિવારમાં ત્રણ માસનો બાળક ગંભીર બીમારીનો શિકાર બન્યો છે. તેને લઇને ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા ભારત તેમજ ગુજરાતના ખૂણે ખૂણેથી દાન સ્વરૂપે માતબર રકમ મળી રહે તે હેતુથી 34 દિવસ પહેલા મુહિમ ઉઠાવી અને સતત અહેવાલ પ્રસારિત કર્યા હતા. જેને લઇને ભારત તેમજ ગુજરાતના ખૂણે ખૂણેથી ભામાશાઓ દ્વારા દાન સ્વરૂપે બાળકના ખાતામાં ઓનલાઇન 16.3 કરોડની માતબર રકમ આવી ચૂકી છે.
ગંભીર બીમારીથી પીડાતા ધૈર્યરાજની સારવાર માટે 16 કરોડ રૂપિયાના ઇન્જેક્શનની જરૂર છે. લોકો આ બાળકની મદદે આવે તેવા હેતુથી ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા મુહિમ ઉઠાવી સતત અહેવાલ બતાવવામાં આવ્યો હતો
મિતેષ ભાટિયા, મહીસાગર : ગંભીર બીમારીથી પીડાતા ધૈર્યરાજ માટે ઉઠાવેલી ન્યૂઝ 18ની મુહિમ રંગ લાવી છે. આજે 26માં દિવસે ધેર્યરાજના ખાતામાં 15.50 કરોડ રૂપિયા આવી ગયા છે. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનો ધૈર્યરાજ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે. જેની સારવાર માટે 16 કરોડ રૂપિયાના ઇન્જેક્શનની જરૂર છે. લોકો આ બાળકની મદદે આવે તેવા હેતુથી ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા મુહિમ ઉઠાવી સતત અહેવાલ બતાવવામાં આવ્યો હતો. ગુજરાતના ખૂણે ખૂણે વધુમાં વધુ લોકો સુધી મેસેજ પહોંચાડવામાં ન્યૂઝ 18 ગુજરાતી અગ્રેસર રહ્યું છે. આ કારણે 26માં દિવસે ધૈર્યરાજના ખાતામાં ઓનલાઇન 15.50 કરોડથી પણ વધુ માતબર રકમ લોકો દ્વારા દાન પેટે આપવામાં આવી ચૂકી છે. હવે માત્રને માત્ર 50 લાખ રૂપિયાની જરૂર છે.
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કાનેસર ગામના એક મધ્યમ વર્ગીય પરિવારમાં ત્રણ માસનો બાળક ગંભીર બીમારીનો શિકાર બન્યો છે. તેને લઇને ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા ભારત તેમજ ગુજરાતના ખૂણે ખૂણેથી દાન સ્વરૂપે માતબર રકમ મળી રહે તે હેતુથી 26 દિવસ પહેલા મુહિમ ઉઠાવી અને સતત અહેવાલ પ્રસારિત કર્યા હતા. જેને લઇને ભારત તેમજ ગુજરાતના ખૂણે ખૂણેથી ભામાશાઓ દ્વારા દાન સ્વરૂપે બાળકના ખાતામાં ઓનલાઇન 15.50 કરોડથી પણ વધુની માતબર રકમ આવી ચૂકી છે ત્યારે હવે 16 કરોડ રૂપિયામાં માત્ર 50 લાખ રૂપિયાની જરૂર છે.
આ કારણે હવે એ દિવસ દૂર નથી જ્યારે ધેર્યરાજની સારવાર થઇ શકશે અને તેનો જીવ પણ બચી જશે. ન્યૂઝ 18ના અહેવાલ બાદ ગુજરાતના લોકો દ્વારા સ્વ ખર્ચે ન્યૂઝ 18 મુહિમ ધેર્યરાજને કરો મદદ વાળી પ્લેટ ટીશર્ટ પહેરી, બેનર તેમજ દાન પેટી બનાવી ગુજરાતના દાનવીરો દ્વારા રાજ્યના ખૂણે ખૂણે, બસ સ્ટેશન, મંદિરોમાં, ટોલનાકા પર દાન એકઠું કરવા લાગ્યા હતા. ન્યૂઝ 18 ગુજરાતીએ સતત ધૈર્યરાજનો અહેવાલ બતાવ્યો છે તે બદલ ધેર્યરાજના પિતાએ ન્યૂઝ 18 ગુજરાતીનો દિલથી આભાર માન્યો છે. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ સામાન્ય માણસથી લઇને સેલિબ્રિટીઓ પણ આ મુહિમમાં જોડાયા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર