Home /News /gujarat /

‘ખેડૂતો પર દમન પણ ખનીજ ચોરોની દંડની રૂ 1315 કરોડની રકમ સરકાર નથી ઉઘરાવતી’

‘ખેડૂતો પર દમન પણ ખનીજ ચોરોની દંડની રૂ 1315 કરોડની રકમ સરકાર નથી ઉઘરાવતી’

કોંગ્રેસ નેતા મનીષ દોશીની ફાઇલ તસવીર

એક તરફ માઇનીંગ વિરોધ કરતા ખેડૂતો પર વિજય રૂપાણી સરકાર દમનનો કોરડો વિંઝે છે અને બીજી તરફ ખનીજ ચોરોએ ગુજરાતમાં બેફામ ચોરી કરી છે અને છતાંય સરકાર તેમની પાસેથી દંડની રિકવરી નથી કરી રહી.

    એક તરફ માઇનીંગ વિરોધ કરતા ખેડૂતો પર વિજય રૂપાણી સરકાર દમનનો કોરડો વિંઝે છે અને બીજી તરફ ખનીજ ચોરોએ ગુજરાતમાં બેફામ ચોરી કરી છે અને છતાંય સરકાર તેમની પાસેથી દંડની રિકવરી નથી કરી રહી. ખનીજ ચોરોનાં 1315 કરોડ જેટલી માતબર રકમ સરકારે હજુ વસુલી નથી તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રવક્તા ડો. મનિષ દોશીએ આક્ષેપ કરતા જણાવ્યું છે.

    તેમણે વધુમાં આક્ષેપ કરતા કહ્યું કે, રાજ્યના વરિષ્ઠ મંત્રીનાં સૌરભ દલાલનાં પ્રીતિ પાત્ર પૂર્વ રહસ્ય સચિવ એવા ખાણ ખનીજ વિભાગના અધિકારી સામે ગેરરીતી અંગેની વ્યાપક ફરિયાદ છતાં ભાજપ સરકારે પગલાં ભરવાને બદલે અધિકારી નાયબ નિયામક, મુખ્ય કચેરીને બઢતી આપી દેવામાં આવી છે. એક તરફ રાજ્યના મુખ્યમંત્રી રોજ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ વિવિધ વિભાગો વિષે સત્યવાણી ઉચ્ચારી રહ્યા છે. લાખો રૂપિયાના ખર્ચે હોર્ડિંગ્સ લગાવીને જાહેરાત કરવામાં આવે છે કે, ખાણ-ખનીજના લીઝમાં પારદર્શતાની ગુલબાંગો ફેંકવામાં આવે છે. જે અધિકારી સામે વિધાનસભામાં ગેરરીતીની અનેક ફરિયાદો અને ત્યારબાદ તત્કાલીન મુખ્યમંત્રીએ વરિષ્ઠમંત્રીના રહસ્ય સચિવ પદેથી હટાવી દેવાયા તે જ અધિકારીને ફરીથી મહત્વનાપદ પર બઢતી દ્વારા ભ્રષ્ટાચારીઓને ભાજપ સરકાર રક્ષણ આપી છાવરી રહી છે.”

    આ પણ વાંચોઃ-આજે ફરી LRDની પરીક્ષા લેવાશે, કડક સુરક્ષા સાથે 8,76,000 ઉમેદવારો આપશે પરીક્ષા

    ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર વર્ષ ૨૦૦૧ થી ૨૦૧૮ સુધી રાજ્યની કિંમતી ખનીજ રેતી, માટી, બોક્સાઈટ, કાચો કોલસો, સીરેમિક, કાચો ચૂનો સહિત કરોડો રૂપિયાની બેરોકટોક ચોરી ચાલી રહી છે. રાજ્યના અધિકારીઓને રાજ્યના મંત્રીશ્રીઓ સાથે ભાગબટાઈથી ગુજરાતના કિંમતી ખનીજો લુંટાઈ રહ્યા છે. આ પ્રકારની લુંટમાં સાથ આપનાર અધિકારીઓ સામે જ્યારે વ્યાપક ફરિયાદો પુરાવા સાથે નાગરિકો રજુ કરે તો તેમની સામે તપાસ આડાપાટે ચડાવી દઈને ભીનું સંકેલવામાં આવે છે. એટલું જ નહિ પણ, ગેરરીતિનો ભવ્ય ભૂતકાળ ધરાવતાં અધિકારીઓને પ્રમોશન આપીને શાબાશી આપનારી રૂપાણી સરકાર ભ્રષ્ટાચાર રોકવા અંગે મગરના આંસુ સારી રહી છે.”

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ, દેશ-વિદેશના પતંગ રસિયાઓ લીધો ભાગ

    કોંગ્રેસે વધુમાં આક્ષેપ કરતા કહ્યું કે, રાજ્યની અનેક મોટી નદીઓમાંથી કાગળ પરની લીઝ કરતા હજારો ગણું ખોદકામ કરી ખનીજ ચોરીનું વ્યવસ્થિત નેટવર્ક ચાલી રહ્યું છે. ભાજપ શાસનમાં ખનીજ ચોરીના કેસમાં દંડ પેકેની રકમ ૧૩૧૫ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ લાંબા સમયથી બાકી છે. સરકાર આ રકમ કેમ વસુલ કરતી નથી ?
    Published by:ankit patel
    First published:

    Tags: Illegal mining, Vijay Rupani, કોંગ્રેસ, ગુજરાત

    આગામી સમાચાર