અમદાવાદ# ભુમિ દેસાઇ આત્મહત્યા કેસમાં ભૂમિના પતિ RJ કૃણાલ દેસાઇની કાયમી જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું છે કે, આ કેસમાં આરોપી કૃણાલ પર ગંભીર પ્રકારનો ગુનો છે. અને કૃણાલ ભૂમિને માનસિક શારિરીક ત્રાસ આપતો હતો તે અંગેના પુરાવા પણ છે.
આ તમામ બાબતોને લઇને કૃણાલને જામીન આપી શકાય નહિ. આ મામલે અરજીની સુનાવણી દરમિયાન અગાઉ તપાસ અધિકારીએ 155 પાનાની ભૂમિ અને કૃણાલ વચ્ચે થયેલી વોર્ટસઅપ ચેટિંગની વિગતો રજૂ કરી હતી અને સરકારી વકીલ દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, કૃણાલ ભૂમિને મારતો હતો કારણ કે, ભૂમિના પી.એમ રિપોર્ટમાં પણ ભૂમિના હાથના બાવળાના ભાગમાં ઇજા હતી તેઓ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને મામલામાં કૃણાલે ભુમિની ઇમેલ દ્વારા માફી પણ માંગી હતી.
જ્યારે બીજી તરફ કૃણાલના વકીલે એવી રજૂઆત કરી હતી કે, કૃણાલ સામે કોઇ જ ગુનો બનતો જ નથી બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે જામીન ફગાવી દીધા છે. કૃણાલ હાલ મુત્યુ માટે દુષ્પ્રેરણા અને દહેજ અને માનસિક શારીરીક ત્રાસ જેવા ગંભીર ગુનામાં જેલવાસ ભોગવી રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર