Home /News /gujarat /

ગરબામાં સીડી ફેંકવા બાબતે RJ દેવકી સહિત 4ની ધરપકડ, એકને ક્લીનચીટ

ગરબામાં સીડી ફેંકવા બાબતે RJ દેવકી સહિત 4ની ધરપકડ, એકને ક્લીનચીટ

આ મામલામાં આરજે દેવકી, આયુષ, નિશિતા અને હર્ષની ધરપકડ કરવામાં આવી હતી.

આ મામલામાં આરજે દેવકી, આયુષ, નિશિતા અને હર્ષની ધરપકડ કરવામાં આવી હતી.

    નવરાત્રિ દરમિયાન માહી પાર્ટી પ્લોટમાં આયોજિત ગરબાના કાર્યક્રમમાં આરજેએ સ્ટેજ ઉપરથી સીડી ફેંકાતા ચાર વર્ષના બાળકને આંખની નીચે વાગી હતી. જેમાં બાળકના પિતાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલામાં આરજે દેવકી, આયુષ, નિશિતા અને હર્ષની ધરપકડ કરવામાં આવી હતી અને આરજે ઘ્રુમિલ ગુજરાતમાં હાજર ન હોવાને કારણે તેને ક્લીન ચીટ આપી છે. આ ચારેવનો સોમવારે બપોરે ધરપકડ કરી હતી અને સાંજે તેમને મુક્ત પણ કરી દેવામાં આવ્યાં હતાં.

    શહેરના સિંધુભવન રોડ પર આવેલા માહી પાર્ટી પ્લોટમાં રાસ ગરબાનું આયોજન કરાયું હતું. જેમાં 12 ઓક્ટોબરે ભાવેશ ઝાલાવાડિયા પત્ની આરતી અને ચાર વર્ષનો દીકરા અર્થ ત્યાં ગરબા રમવા ગયા હતાં. આશરે રાતના 11.30 વાગ્યે તમામ આરજે સ્ટેજ ઉપર આવ્યા હતા. તે લોકોએ તેમની સીડીના પ્રમોશન માટે સ્ટેજ પરથી સીડીઓ ફેંકતા હતાં. આ રીતે તેમની સીડીના પ્રમોશન કરવાની રીત તેઓ વર્ષોથી કરે છે. ફેંકવામાં આવેલી સીડીમાંથી એક સીડી અર્થને આંખની નીચે વાગી હતી.

    આ અંગેની ફરિયાદ પિતા ભાવેશભાઇએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે સોમવારે બપોરે આ લોકોની ધરપકડ કરી હતી. તેમને સાંજ સુધી પોલીસ સ્ટેશનમાં રાખ‌વામાં આવ્યા હતા અને ત્યારબાદ જામીન ઉપર મુક્ત કરાયા હતા.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Arrested, Vastrapur police station, અમદાવાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन