#ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે એમ એમ રાજકીય સમીકરણો બદલાઇ રહ્યા છે. કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. પીઢ નેતા રીટા બહુગુણાએ આજે પંજો છોડી કમળ પકડ્યું છે. પાર્ટી અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં તેઓ આજે વિવિધમ ભાજપમાં જોડાયા હતા અને કોંગ્રેસ છોડવા અંગેના કારણો પણ જણાવ્યા હતા.

નવી દિલ્હી #ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે એમ એમ રાજકીય સમીકરણો બદલાઇ રહ્યા છે. કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. પીઢ નેતા રીટા બહુગુણાએ આજે પંજો છોડી કમળ પકડ્યું છે. પાર્ટી અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં તેઓ આજે વિવિધમ ભાજપમાં જોડાયા હતા અને કોંગ્રેસ છોડવા અંગેના કારણો પણ જણાવ્યા હતા.
ભાજપા અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાતાં રીટા બહુગુણાએ કહ્યું કે, આ નિર્ણય ઘણું વિચાર્યા બાદ લેવામાં આવ્યો છે. રાષ્ટ્ર અને પ્રદેશના હિતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાહુલ ગીંધીની ખૂનની દલાલી વાળી વાત સાંભળી મને દુ:ખ થયું હતું. પીએમ મોદીએ સર્જિકલ સ્ટ્રાઇક કરાવી મોટું કામ કર્યું છે.
યૂપી કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂકેલા રીટા બહુગુણા જોશી ઉપરાંત એમના પુત્ર મયંક પણ ભાજપમાં જોડાયો છે. રીટા બહુગુણા જોશી ભાજપમાં જોડાતાં અનેક અટકળો ઉઠવા પામી છે. વરિષ્ઠ પત્રકાર રામદત્ત ત્રિપાઠીએ કહ્યું કે, પાટ્રીમાં ઉપેક્ષા અને કોંગ્રેસમાં કોઇ ભવિષ્ય ન દેખાતાં રીટાએ આ નિર્ણય લીધો છે.
ત્રિપાઠીએ કહ્યું કે, જ્યારે માયાવતી સરકાર હતી તો રીટાએ જોશ અને નીડર થઇને લડાઇ લડી હતી અને કોંગ્રેસને મજબૂત બનાવી હતી. પરંતુ આમ છતાં એમને હટાવી દેવાયા હતા. એ બાદ પાર્ટીમાં સતત એમની ઉપેક્ષા થઇ રહી છે. સાથોસાથ એમણે કોંગ્રેસનું ભવિષ્ય પણ યૂપીમાં નથી દેખાતું.