Home /News /gujarat /

હારી છતાં જીતી ગઇ સિંધુ, જીત બાદ ગળે ભેટી પડી કૈરોલિના

હારી છતાં જીતી ગઇ સિંધુ, જીત બાદ ગળે ભેટી પડી કૈરોલિના

બેડમિંટન સુપરસ્ટાર પીવી સિંધુ આજે ફાઇનલમાં હાર્યા બાદ પણ જાણે જીતી ગઇ, કરોડો ભારતીયોના દિલોની ચાહક સિંધુને માત આપ્યા બાદ કૈરોલિન પણ સિંધુની ચાહક બની ગઇ હોય એ રીતે જીત્યા બાદ ભેટી પડી હતી. લાગણીસભર આ દ્રશ્ય જોઇ ગમે તે વ્યક્તિની આંખો પણ ભરાઇ આવે એવું છે.

બેડમિંટન સુપરસ્ટાર પીવી સિંધુ આજે ફાઇનલમાં હાર્યા બાદ પણ જાણે જીતી ગઇ, કરોડો ભારતીયોના દિલોની ચાહક સિંધુને માત આપ્યા બાદ કૈરોલિન પણ સિંધુની ચાહક બની ગઇ હોય એ રીતે જીત્યા બાદ ભેટી પડી હતી. લાગણીસભર આ દ્રશ્ય જોઇ ગમે તે વ્યક્તિની આંખો પણ ભરાઇ આવે એવું છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
રિયો #બેડમિંટન સુપરસ્ટાર પીવી સિંધુ આજે ફાઇનલમાં હાર્યા બાદ પણ જાણે જીતી ગઇ, કરોડો ભારતીયોના દિલોની ચાહક સિંધુને માત આપ્યા બાદ કૈરોલિન પણ સિંધુની ફેન બની હોય એ રીતે ભેટી પડી, લાગણીસભર આ દ્રશ્ય જોઇ ગમે તે વ્યક્તિની આંખો પણ ભરાઇ એમ છે.

રિયો ઓલિમ્પિકમાં ગળાકાપ ફાઇનલમાં બંને પ્રતિસ્પર્ધી એકબીજાને માત આપવામાં શરૂઆતથી જ મથી રહ્યા હતા. જોકે ત્રણ રાઉન્ડના જંગમાં સિંધુએ પ્રારંભે પોતાનું વર્ચસ્વ જમાવ્યું. પ્રથમ રાઉન્ડમાં 21-19થી જીત મેળવી, પરંતુ હાર સાથે ઉભી થયેલ કૈરોલિનાએ બીજા રાઉન્ડમાં પોતાનું ધૈર્ય બતાવ્યું.

બીજા રાઉન્ડમાં બરોબર મધ્યમાં બંને ખેલાડીઓ 10-10 પોઇન્ટથી ઇકવલ ચાલ્યા. પરંતુ બાદમાં કૌરોલિનાએ પોતાનું કૌતુક બતાવ્યું અને 21-12થી સિંધુને માત આપી બાજી 1-1થી બરોબર કરી. ત્રીજા અને આખરી રાઉન્ડમાં બંને ખેલાડીઓ મરણીયા બન્યા. પરંતુ ફરી એકવાર સિંધુના દાવ કૈરોલિના પર બેઅસર સાબિત થયા હતા અને કૈરોલિનાએ છેવટે 21-14થી બાજી જીતી લીધી.

ફાઇનલ જંગ ભલે કૈરોલિના જીતી ગઇ હોય પરંતુ દર્શકો અને ખેલપ્રેમીઓના દિલ સિંધુએ જીત્યા. વિજેતા કૈરોલિના પણ ખુદ જાણે સિંધુની ફેન બની ગઇ હોય એ રીતે સિંધુને ભેટી પડી. નાની બહેનના હકની કોઇ વસ્તુ જાણે મોટી બહેનની જોળીમાં આવી જોય એવા ભાવ સાથે કૈરોલિનાએ સિંધુને ગળે ચાંપી હતી.

ગળે લગાવી જાણે કૈરોલિના એમ કહેતી હોય કે, ખેલના મેદાનમાં ભલે હું જીતી ગઇ પરંતુ દિલના દરિયામાં તો તે બાજી મારી છે. આવ સખી તારી સાથેની આ રમત મારા માટે કાયમ યાદ રહેશે. તે મને જે ટક્કર આપી છે એ તો હુ જ જાણું છું. વિશ્વની નંબર 1 ખેલાડી કહેવાતી હું આજે તારી સામે લાચાર હતી. જોકે છેવટે મારા દાવ કામ કરી ગયા અને હું જીતી ગઇ, જીત ભલે મારા ખાતામાં આવી હોય પરંતુ હુ તારી ફેન થઇ ગઇ છું....
First published:

Tags: પીવી સિંધુ, બેડમિંટન, રિયો ઓલિમ્પિક

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन