Home /News /gujarat /

રિયો ઓલિમ્પિક: દિકરીઓએ આબરૂ રાખી, પુરૂષ ખેલાડીઓએ કર્યા નિરાશ

રિયો ઓલિમ્પિક: દિકરીઓએ આબરૂ રાખી, પુરૂષ ખેલાડીઓએ કર્યા નિરાશ

પહેલવાન યોગેશ્વર દત્તની હાર સાથે જ રિયો ઓલિમ્પિકમાં ભારતની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. આ સાથે જ ગોલ્ડ મેડલ જીતવાનું સપનુ પણ ચકનાચૂર થયું અને રિયો ઓલિમ્પિકમાં અગાઉના લંડન અને બીજિંગ કરતાં પણ ખરાબ પ્રદર્શન રહ્યું.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #પહેલવાન યોગેશ્વર દત્તની હાર સાથે જ રિયો ઓલિમ્પિકમાં ભારતની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. આ સાથે જ ગોલ્ડ મેડલ જીતવાનું સપનુ પણ ચકનાચૂર થયું અને રિયો ઓલિમ્પિકમાં અગાઉના લંડન અને બીજિંગ કરતાં પણ ખરાબ પ્રદર્શન રહ્યું.

ભારતનું આ વખતે ઓલિમ્પિકમાં ખરાબ પ્રદર્શન રહ્યું છે. માત્ર બે મેડલ મેળવી શક્યા ભારતીય ખેલાડીઓ. આ પ્રદર્શન 2008ના બીજિંગ અને 2012ના લંડન ઓલિમ્પિક કરતાં પણ ખરાબ છે. આ એવા સમયે થયું છે કે આ વખતે અગાઉ કરતાં ખેલાડીઓની સંખ્યા પણ વધુ હતું.

અહીં શરમજનક વાત એ પણ છે કે, એક પણ પુરૂષ ખેલાડી મેડલ જીતવામાં સફળ થયો નથી. જે બે મેડલ આવ્યા છે તે મહિલા ખેલાડી સાક્ષી મલિક અને પીવી સિંધુએ જીત્યા છે. સાક્ષી મલિકે કાંસ્ય અને સિંધુએ સિલ્વર મેડલ જીત્યો છે. સિંધુ ગોલ્ડ મેડલથી માત્ર થોડી જ દુર હતી.

આ પહેલા 2004માં એથેન્સમાં થયેલ ઓલિમ્પકમાં ભારતે માત્ર એક સિલ્વર મેડલ જીત્યો હતો. 2008માં બીજિંગમાં થયેલ ઓલિમ્પિકમાં ભારતે એક ગોલ્ડ અને બે કાંસ્ય મેડલ જીત્યા હતા. સૌથી સારૂ પ્રદર્શન 2012માં રહ્યું હતું. આ ઓલિમ્પિકમાં ભારતે બે સિલ્વર અને ચાર કાંસ્ય સાથે છ મેડલ જીત્યા હતા. જેને પગલે આ વખતે વધુ આશાઓ હતી પરંતુ સવા કરોડ દેશવાસીઓની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. ભારતે માત્ર બે મેડલ સાથે જ સંતોષ માનવો પડ્યો છે.
First published:

Tags: પીવી સિંધુ, ભારત, રિયો ઓલિમ્પિક, લંડન, સાક્ષી મલિક

આગામી સમાચાર