Home /News /gujarat /

બાવળાની પ્રજ્ઞાચક્ષુ મહિલા સાથે રિક્ષા ચાલકે કર્યો દુષ્કર્મનો પ્રયાસ, પીડિતાએ નરાધમને અવાજ પરથી ઓળખી નાંખ્યો

બાવળાની પ્રજ્ઞાચક્ષુ મહિલા સાથે રિક્ષા ચાલકે કર્યો દુષ્કર્મનો પ્રયાસ, પીડિતાએ નરાધમને અવાજ પરથી ઓળખી નાંખ્યો

પ્રતીકાત્મક તસવીર

Ahmedabad news: પ્રજ્ઞાચક્ષુ પતિએ પત્નીને હિંમત આપ હતી અને ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

    અમદાવાદ: રાજ્યમાં (Gujarat) દુષ્કર્મના કિસ્સાઓ વારંવાર સામે આવી રહ્યા છે. ત્યારે બાવળાની એક પ્રજ્ઞાચક્ષુ  મહિલા (try to rape on blind woman) સાથે દુષ્કર્મના પ્રયાસની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઇ છે. નરાધમ રિક્ષા ડ્રાઇવરે (rickshaw driver try to rape) લિફ્ટ આપવાના બહાને અંધ મહિલા પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જોકે, અંધ મહિલાની ફરિયાદ બાદ અદાવાદ ગ્રામ્ય પોલીસે (Ahmedabad rural police) ગણતરીના દિવસોમાં જ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

    કાબિલ ફિલ્મ જેવી ઘટના

    તમે વર્ષ 2017માં આવેલી ઋિતિક રોશન અને યામી ગૌતમની મૂવી 'કાબિલ' જોઇ હશે તો આ ઘટનાની વાર્તા પણ થોડી તેના જેવી જ છે. ફિલ્મમાં અને આ ઘટનામાં ફેરફાર એટલો જ છે કે, આ ફિલ્મમાં દુષ્કર્મનો ભોગ બનનારી મહિલા આત્મહત્યા કરી લે છે. જ્યારે બાવળાની આ મહિલા દુષ્કર્મના પ્રયાસનો ભોગ બને છે પરંતુ હિંમત નથી હારતી. પ્રજ્ઞાચક્ષુ મહિલા અને પ્રજ્ઞાચક્ષુ પતિની હિંમતના કારણે તેઓ આરોપીને આખરે પોલીસ હવાલે કરે છે.

    આ કેસની વિસ્તૃત માહિતી પ્રમાણે, બાવળા તાલુકામાં રહેતી અંધ મહિલા અમદાવાદના અંધજન મંડળમાં અનાજની કીટ લેવા માટે ગઇ હતી. જે લઈને ઘરે જતી વખતે મોડું થતા મહિલાએ સરખેજથી બાવળા જવા સ્પેશિયલ રિક્ષા કરી હતી. જેમાં આરોપીએ અંધ મહિલા એકલી રિક્ષામાં હોવાનો ફાયદો ઉઠાવ્યો હતો. મહિલાને અવાવરું જગ્યાએ લઈ જઈ શારીરિક અડપલાં કર્યા હતા. જે બાદ મહિલાને બાવળા છોડી દીધી હતી.

    આ પણ વાંચો - અમદાવાદમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો, આરોપીએ કોલેજીયન યુવતીને આવી રીતે ફસાવી

    પતિએ પત્નીને હિંમત આપી

    જોકે, મહિલાએ તેની આપવીતી પતિ તેમજ પરિવારજનોને કીધી હતી. જે બાદ પતિએ તેને હિંમત આપ હતી અને ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે, આ કેસમાં આરોપીને પકડવો પોલીસ માટે મોટો પડકાર હતો. આ મહિલા અંધ હોવાના કારણે રિક્ષા અને આરોપીનું વર્ણન કરી શકતી ન હતી. જેથી અમદાવાદ ગ્રામ્ય પોલીસે અલગ અલગ 3 ટીમો બનાવી સરખેજથી બાવળા સુધી અનેક રિક્ષા ચાલકોની પૂછપરછ કરીને કેટલાક શકમંદને ઝડપયા હતા.

    આ પણ વાંચો - અમદાવાદ: પતિએ તાવીઝના દોરાથી ત્રીજી પત્નીનું ગળું દબાવી કરી નાંખી હત્યા, કારણ હતું સાવ સામાન્ય

    મહિલાએ અવાજ પરથી આરોપીને ઓળખી નાંખ્યો

    જે બાદ પોલીસે તમામ આરોપીઓની વાત અંધ મહિલા સાથે કરાવી હતી. જેમાંથી મુખ્ય આરોપીના અવાજને ફરિયાદી મહિલાએ ઓળખી બતાવ્યો અને ત્યારબાદ પોલીસ તપાસમાં આરોપીએ ગુનાની કબૂલાત કરી લીધી. આરોપીએ નશાની હાલતમાં આ કૃત્ય આચર્યું હતું અને ફરિયાદી મહિલાને ખોટું નામ જણાવી તેની સાથે મિત્રતા કેળવીને શારીરિક અડપલાં કર્યા હતા. પોલીસે અંધ મહિલાએ ઓળખેલા અવાજ અને સીસીટીવી ફૂટેજ પરથી આરોપીની ઓળખ કરી લીધી હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: અમદાવાદ, ગુજરાત, મહિલા

    આગામી સમાચાર