Home /News /gujarat /ગુજરાતની લોકસભા બેઠકોનું પરિણામ મોડું જાહેર થશે : ચૂંટણી પંચ

ગુજરાતની લોકસભા બેઠકોનું પરિણામ મોડું જાહેર થશે : ચૂંટણી પંચ

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. મુરલીક્રિષ્ણાએ જણાવ્યું હતું કે પરિણામ મોડું જાહેર થશે.

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી મુરલીક્રિષ્ણાએ જણાવ્યું હતું કે વિધાનસભા દીઠ પાંચ VVPATની મતગણતરી મેચ કરવાની હોવાથી પરિણામ મોડુ જાહરે થશે.

  હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર : ગુજરાતની લોકસભા બેઠકો પર મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ હોવાનો ચૂંટણી પંચે દાવો કર્યો છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આવતીકાલે મતગણતરીમાં મોડું થઈ શકે છે અને ગુજરાતની લોકસભા બેઠકોનું પરિણામ 3-4 કલાક મોડુ જાહેર થાય તેવી શક્યતા છે. રાજ્યના મુખ્ય ચૂંટણી એસ. મુરલીક્રિષ્ણાએ જણાવ્યું હતું કે દરેક વિધાનસભાદીઠ પાંચ વીવીપેટીની ગણતરી કરવાની હોવાથી પરિણામ ત્રણથી ચાર કલાક મોડું જાહેર થશે.

  મુખ્ય ચૂંટણી અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે કે વીવીપેટ અને ઈવીએમના મતોમાં જો કોઈ તફાવત આવે તો વીવીપેટના મતોને આખરી ગણવામાં આવશે. ચૂંટણી પંચે EVMની સુરક્ષા પણ સુનિશ્ચિત કરી છે. તમામ મથકો મતગણતરી હોલમાં અને રૂમની બહાર સીસીટીવીથી સજ્જ ગણતરી થશે.

  રાજ્યમાં યોજાનારી મતગણતરી દરમિયાન કોઈ પણ પ્રકારનું વેબકાસ્ટિંગ નહીં થાય તેમ પણ મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું. ચૂંટણી પંચ દ્વારા પ્રજાજનો માટે વેબસાઇટ પર રિયલ ટાઇમ પરિણામો જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચની ખાસ મોબાઇલ એપ પરથી રિયલ ટાઇમ પરિણામો જાણી શકાશે. આમ EVM-VVPATની ગણતરીને મેચ કરવાની હોવાથી આ પરિણામ 23મીમે મોડી રાત્રે અથવા તો 24મીએ સવારે જાહેર થઈ શકે છે.

  પહેલાં EVMની મતગણતરી થશે અને ત્યારબાદ આ પ્રક્રિયા સમાપ્ત થઈ ગયા પછી દરેક વિધાનસભામાંથી 5 VVPAT પસંદ કરવામાં આવશે અને તેની સ્લીપ સાથે EVMનાં મતોનુી સરખામણી કરવામાં આવશે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Election commission of india, Gujarat Loksabha Elections 2019, Loksabha elections 2019

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन