Home /News /gujarat /અમદાવાદઃ મહિલા મકાન માલિકની ભાડુઆત મહિલાએ કરી હત્યા

અમદાવાદઃ મહિલા મકાન માલિકની ભાડુઆત મહિલાએ કરી હત્યા

શાંતા બહેનની ફાઇલ તસવીર

અમદાવાદમાં એક ભાડુઆત મહિલાએ મકાન માલિક મહિલાની હત્યા કરી હોવાની ઘટના બની છે. મહિલાની હત્યા કરીને ભાડુઆત મહિલા ફરાર થઇ ગઇ છે.

દિપક સોલંકી

અમદાવાદમાં એક ભાડુઆત મહિલાએ મકાન માલિક મહિલાની હત્યા કરી હોવાની ઘટના બની છે. મહિલાની હત્યા કરીને ભાડુઆત મહિલા ફરાર થઇ ગઇ છે. પોલીસને આ અંગે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથધરી છે. મકાન માલિક મહિલા ઉપર જ્વલનશીલ પદાર્થ નાખીને હત્યા કરાઇ હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપીને આગળની કાર્યવાહી હાથધરી છે.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં આવેલી ઉદયનગર સોસાયટીમાં મકાનમાલિક મહિલાની હત્યાનો બનાવ બન્યો છે. 60 વર્ષીય શાંતાબહેન નિત્યક્રમ પ્રમાણે પોતાના ભાડે આપેલા મકાનનું ભાડુ લેવા માટે પોતાના મકાને પહોંચ્યા હતા. જ્યાં ભાડુઆત તરીકે રહેતી મહિલા લીલાબહેન પાસેથી ભાડું માંગ્યું હતું. સુત્રોના જણાવ્યા પ્રમાણે ભાડું આપવાના બહાને આરોપી મહિલાએ શાંતાબહેન વેગડાને ઘરમાં અંદર બોલાવ્યા હતા. અને ઘર બંધ કરીને તેમના ઉપર જ્વલનશીલ પદાર્શ નાખી તેમની હત્યા કરી હતી.

બાથરૂમમાં વિકૃત હાલતમાં મળી મહિલાની લાશ

હત્યા કરીને આરોપી મહિલા ફરાર થઇ ગઇ હતી. જોકે, આજે બુધવારે આ અંગે આસપાસના લોકોને જાણ થતાં પોલીસને જાણ કરી હતી. જેના પગલે અમરાઇવાડી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતીને પ્રાથમિક તપાસ હાથધરી હતી. પોલીસે ઘરમાં આવીને જોયું તો બાથરૂમમાં શાંતાબહેનની લાશ વિકૃત હાલમાં પડી હતી.

જ્વલનશી પદાર્થ નાખી કરી હત્યા

ઘટાની જાણ થતાં અમરાઇવાડી પોલીસની ટીમ ઘટના સ્થળે આવીને પ્રાથમિક તપાસ હાથધરી હતી. પોલીસનું માનવું છે કે, મૃતક મહિલા ઉપર જ્વલનશીલ પદાર્થ નાંખીને હત્યા કરવામાં આવી છે. જોકે, હત્યાનું ચોક્કસ કારણ તો પોસ્ટમોર્ટમના રીપોર્ટ બાદ જાણવા મળશે. પોલીસને ઘરના બાથરૂમમાંથી મહિલાની વકૃત હાલતમાં લાશ મળી આવી હતી. જોકે, હત્યા પાછળનું શું કારણ છે એની પોલીસ તપાસ બાદ જાણ શકાશે. અત્યારે તો પોલીસે હત્યાનો ગુનો નોંધીને ફરાર મહિલા આરોપીને પકડવાની તજવીજ હાથધરી છે.

ચાર દિવસથી શાંતાબહેન હતા ગુમ

સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે શાંતાબહેન છેલ્લા ચાર દિવસથી ઘરે પાછા ફર્યા નથી. આમ તેઓ ચાર દિવસથી ગુમ થયા હતા. જોકે, પોલીસને મહિલાની વિકૃત હાલતમાં લાશ મળી આવી છે.
First published:

Tags: Woman murder

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો