Home /News /gujarat /Reliance Retail ‘હેન્ડમેડ ઇન ઇન્ડિયા’ પ્રોગ્રામને વેગ આપશે, જિયો ઇન્સ્ટિટ્યૂટે અનુસ્નાતક અભ્યાસક્રમોના એડમિશન શરૂ કર્યો

Reliance Retail ‘હેન્ડમેડ ઇન ઇન્ડિયા’ પ્રોગ્રામને વેગ આપશે, જિયો ઇન્સ્ટિટ્યૂટે અનુસ્નાતક અભ્યાસક્રમોના એડમિશન શરૂ કર્યો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સ તથા ડિજિટલ મીડિયા અને માર્કેટિંગ કોમ્યુનિકેશન્સમાં એક વર્ષનો ફૂલ-ટાઇમ પ્રોગ્રામ• એડમિશન શરૂ, અરજી કરવાની છેલ્લી તારીખ - 20 મે, 2022

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને માર્કેટિંગ કમ્યુનિકેશન્સ હવે આપણા જીવનને પહેલા કરતાં વધુ અસર કરી રહ્યાં છે. ડિજિટલ વિશ્વમાં, ટેલિકમ્યુનિકેશનથી માંડીને સોશિયલ મીડિયા, ઈમેલ, મેસેજિંગ, ઈન્ટરનેટ સર્ચ, સ્માર્ટ ગેજેટ્સ, કમ્યુટિંગ, બેંકિંગ, મનોરંજન, શોપિંગ સુધી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને કમ્યુનિકેશન્સની અનિવાર્ય ભૂમિકા છે. ઉત્પાદનો અને સેવાઓને ઝડપથી વધારવા માટે સંસ્થાઓ દ્વારા AIને વધુને વધુ અપનાવવામાં આવી રહ્યું છે, ત્યારે ગ્રાહકો સાથે શ્રેષ્ઠ સંવાદ કરવા માટે ડેટા અને કસ્ટમર પ્રોફાઇલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ડેટા સાયન્સ, ડિજિટલ મીડિયા અને માર્કેટિંગ કમ્યુનિકેશન પ્રોફેશનલ્સ માટે ઉચ્ચ વૃદ્ધિની નોકરીની તકોનું સર્જન કરશે. નાસકોમના અહેવાલ મુજબ AI અને ડેટા સાયન્સમાં 2025 સુધીમાં ભારતના GDPમાં USD 450-500 બિલિયનનો વધારો કરવાની ક્ષમતા છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય (MIB) મુજબ, ભારતીય મીડિયા અને મનોરંજન ઉદ્યોગ વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા મીડિયા ઉદ્યોગોમાંનો એક છે અને 2030 સુધીમાં USD 100 બિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે. જિયો ઇન્સ્ટિટ્યૂટે તેના એક વર્ષના ફૂલ-ટાઇમ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ (PGP) માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સ તથા ડિજિટલ મીડિયા અને માર્કેટિંગ કમ્યુનિકેશન્સના ઉભરતા ક્ષેત્રોમાં અરજીઓ આમંત્રિત કરવાનું શરૂ કર્યું છે.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ ડેટા સાયન્સ (AI & DS)માં PGPનો ઉદ્દેશ્ય સૈદ્ધાંતિક ક્ષમતાઓ કેળવવાનો અને સાહસો તથા સમાજ માટે વ્યવહારુ ઉકેલો કેવી રીતે શક્ય બનાવવા તેનું જ્ઞાન મેળવવાનો છે. ડિજિટલ મીડિયા અને માર્કેટિંગ કમ્યુનિકેશન્સ (DM અને MC)માં PGP વિદ્યાર્થીઓને નવીન રીતે સંલગ્ન, સેવાઓ પૂરી પાડી અને તેમની સાથે વાતચીત કરીને ડિજિટલ યુગમાં ગ્રાહક અનુભવનું સંચાલન કેવી રીતે કરવું તે અંગેનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં મદદ કરશે. AI & DS પ્રોગ્રામ જે પ્રોફેશનલ્સની કારકિર્દી હમણાં શરૂ જ થઈ છે તેવા પ્રોફેશનલ્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. જેઓ ફૂલ-સ્ટેક ડેટા સાયન્ટિસ્ટ બનવાની અભિલાષા ધરાવે છે - જેઓ AI સંશોધકો, ડેટા વૈજ્ઞાનિકો તેમજ ઔદ્યોગિક અને સામાજિક સાહસિકો સહિત વિવિધ ભૂમિકાઓ માટે સારી રીતે સજ્જ છે. DM અને MC પ્રોગ્રામ પ્રારંભિક કારકિર્દીના વ્યાવસાયિકો માટે રચાયેલા છે. જેઓ માર્કેટિંગ કમ્યુનિકેશન્સ, બ્રાન્ડ કન્સલ્ટિંગ, ડિજિટલ માર્કેટિંગ, માર્કેટિંગ એનાલિટિક્સ અને કન્ઝ્યુમર રિસર્ચ જેવા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવાની ઈચ્છા ધરાવે છે. AI અને DS માટે અરજીકર્તાએ કમ્પ્યુટર સાયન્સ/ IT/ ગણિત/ આંકડાશાસ્ત્ર/ અર્થશાસ્ત્રમાં અંડરગ્રેજ્યુએટ સ્તરે ઓછામાં ઓછો એક અભ્યાસક્રમ પૂર્ણ કર્યો હોવો જોઈએ, જ્યારે DM અનેMC ઉમેદવારો પાસે કોઈપણ વિદ્યાશાખામાં ઓછામાં ઓછી ત્રણ વર્ષની અંડરગ્રેજ્યુએટ ડિગ્રી હોવી જોઈએ. બંને પ્રોગ્રામ્સ માટે વ્યક્તિએ 1 જુલાઈ 2022 સુધીમાં ગ્રેજ્યુએશનમાં ઓછામાં ઓછું 50% અથવા સમકક્ષ CGPA અને ઓછામાં ઓછા 18 મહિનાનો સંબંધિત કામનો અનુભવ મેળવ્યો હોવો જરૂરી છે.પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ માટે અરજી કરવી એ ત્રણ-સ્ટેપની પ્રક્રિયા છે જેમાં અધિકૃત વેબસાઇટ  www.jioinstitute.edu.in પર 'એપ્લાય નાઉ' લિંક દ્વારા જરૂરી દસ્તાવેજો સાથે ઑનલાઇન અરજી સબમિટ કરવાની રહેશે અને રૂ. 2500ની અરજી ફીની ચુકવણી કરવાની રહેશે, તેના થકી ઓનલાઈન જિયો ઈન્સ્ટિટ્યૂટ એન્ટ્રન્સ ટેસ્ટ (JET) આપવાનો રહેશે.

આ પણ વાંચો- Twitter ને ખરીદવાનું Elon Musk નું સપનું થશે સાકાર! 43 અબજ ડોલરની ઓફરને બોર્ડની મળી મંજૂરી

આ ટેસ્ટમાં ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ અને વર્બલ એબિલિટી તથા લેખન કૌશલ્ય પર આધારિત બહુવિધ-પસંદગીના પ્રશ્નોનો સમાવેશ થશે. આ સિવાયના વિકલ્પ તરીકે, અરજદાર માન્ય GRE® ટેસ્ટ સ્કોર પણ સબમિટ કરી શકે છે. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ઓનલાઈન પર્સનલ ઈન્ટરવ્યુ માટે આમંત્રિત કરવામાં આવશે. પસંદ થયેલા ઉમેદવારોને ઓનલાઈન પર્સનલ ઈન્ટરવ્યુ માટે આમંત્રિત કરવામાં આવશે. અંતિમ પસંદગી ભૂતકાળના શૈક્ષણિક રેકોર્ડના સર્વગ્રાહી મૂલ્યાંકન, નિબંધ પ્રશ્નોના જવાબો, હેતુનું નિવેદન, ભલામણના પત્રો, કામના અનુભવની સુસંગતતા, અભ્યાસેતર પ્રવૃત્તિઓ, પુરસ્કારો અને પ્રશંસા, JETમાં પ્રદર્શન અને વ્યક્તિગત ઇન્ટરવ્યુ પર આધારિત હશે.ડિજિટલ મીડિયા અને માર્કેટિંગ કોમ્યુનિકેશન્સના પ્રોગ્રામના મેન્ટર્સ તરીકે વાઇસ-ચાન્સેલર ડૉ. દિપક જૈન (ભૂતપૂર્વ ડીન, કેલોગ સ્કૂલ ઑફ મેનેજમેન્ટ-યુએસએ, ભૂતપૂર્વ ડીન INSEAD-ફ્રાન્સ) અને ડૉ. ફ્રેન્ક મુલ્હર્ન, એસોસિયેટ ડીન ઓફ રિસર્ચ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઓફ એકેડમિક પ્રોગ્રામ્સ ઇન સાન ફ્રાન્સિસ્કો, મેડિલ સ્કૂલ ઓફ જર્નાલિઝમ, નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટી, યુએસએ) રહેશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ડેટા સાયન્સના પ્રોગ્રામના મેન્ટર્સ તરીકે ડો. લેરી બિર્નબોમ (પ્રોફેસર, કમ્પ્યુટર સાયન્સ, નોર્થવેસ્ટર્ન યુનિ.-અમેરિકા) અને ડો. શૈલેષ કુમાર (ચીફ ડેટા સાયન્ટિસ્ટ, સેન્ટર ફોર એક્સલન્સ ઇન એઆઇ-એમએલ, રિલાયન્સ જિયો) રહેશે. જિયો ઇન્સ્ટિટ્યૂટના ફેકલ્ટીઝમાં MIT, નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટી, NTU, સિંગાપોર, જ્યોર્જિયા સ્ટેટ યુનિવર્સિટી, હ્યુસ્ટન યુનિવર્સિટી, યુએસએ, એલન ઇન્સ્ટિટ્યૂટ ફોર AI, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સાન્તા બાર્બરા, યુએસએ વગેરે જેવી વૈશ્વિક સ્તરે જાણીતી સંસ્થાઓના શૈક્ષણિક વિદ્વાનો અને વિચારશીલ આગેવાનોનો સમાવેશ થાય છે.

જિયો ઇન્સ્ટિટ્યૂટ માને છે કે તમામ લાયક ઉમેદવારોને નાણાકીય અથવા અન્ય પડકારો હોવા છતાં તેમની ઉચ્ચ શિક્ષણની આકાંક્ષાઓને પૂર્ણ કરવાની તક મળવી જોઈએ. ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ મેળવવા માટેના સાધન ન હોય તેવા લાયક ઉમેદવારોને તકો પૂરી પાડવા માટે, જિયો ઇન્સ્ટિટ્યૂટ ટ્યુશન ફી પર 100% સુધીની શિષ્યવૃત્તિ ઓફર કરશે. સ્કોલરશીપ વ્યક્તિગત જરૂરિયાતની સમીક્ષા પર આધારિત રહેશે અને આ ઉપરાંત જિયો ઇન્સ્ટિટ્યૂટની ઍક્સેસ, ઇન્ક્લુઝન, જેન્ડર પેરિટી અને ડાયવર્સિટીની પ્રતિબદ્ધતા પણ જાળવશે. શ્રેષ્ઠ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો, આંતરારાષ્ટ્રીય ઉમેદવારો, શારીરિક અક્ષમતા ધરાવતા ઉમેદવારો માટે પણ ખાસ સ્કોલરશીપ આપવામાં આવશે.

રિલાયન્સ રિટેલ "હેન્ડમેડ ઇન ઇન્ડિયા" પ્રોગ્રામને વેગ આપશે

કૃષિ અને ખાદ્ય ઉત્પાદનો, હેન્ડલૂમ્સ, કપડાં, કાપડ, હસ્તકળા અને હાથથી બનાવેલા કુદરતી ઉત્પાદનો સહિત કલાત્મક ઉત્પાદનોનું પ્રદર્શન કરવા માટે માત્ર કારીગર સમર્પિત સ્ટોર ફોર્મેટ "સ્વદેશ" શરૂ કરશેકારીગરો અને હસ્તકળા ઉત્પાદનોના વેચાણકર્તાઓ માટે વૈશ્વ હેન્ડમેઇડ ઇન ઇન્ડિયા' પ્રોગ્રામને મજબૂત પ્રોત્સાહન આપવા માટે, રિલાયન્સ રિટેલે આજે જાહેરાત કરી છે કે કંપની અધિકૃત હસ્તકળા ઉત્પાદનોનું પ્રદર્શન અને વૈશ્વિક સ્તરે સમૃદ્ધ ભારતીય કળા સ્વરૂપોને પ્રોત્સાહન આપવાના હેતુથી ઘણી નવી પહેલો શરૂ કરી રહી છે. વિવિધ પરંપરાગત ભારતીય કળા અને હસ્તકળાના સ્વરૂપોને પુનર્જિવિત કરવામાં મદદરૂપ થવા, ઇકોસિસ્ટમમાં સેંકડો અને હજારો કારીગરો અને કારીગરો માટે સાતત્યપૂર્ણ આજીવિકા ઊભી કરવા તથા કાલાતીત ભારતીય હસ્તકળાને વિશ્વભરના ગ્રાહકો સુધી લઈ જવા માટે એક નવું પ્લેટફોર્મ રજૂ કરવા માટે આ પહેલ કરવામાં આવી રહી છે.આ કાર્યક્રમનું નેતૃત્વ રિલાયન્સ રિટેલની હેન્ડીક્રાફ્ટ બ્રાન્ડ ‘સ્વદેશ’ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત દેશભરમાંથી હસ્તકળા ઉત્પાદનો માટે માત્ર કારીગરો માટે સમર્પિત સ્ટોર ફોર્મેટ સ્થાપવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો- corona Update: આજે રાજ્યના 32 જિલ્લા અને 06 મહાનગરમાં કોરોનાનો સફાયો, 17 દર્દી સાજા થયા

પ્રથમ સ્વદેશ સ્ટોર ચાલુ વર્ષના ઉત્તરાર્ધમાં ખુલવાની અપેક્ષા છે અને તેમાં હાથબનાવટના કાપડ, હસ્તકળા, કૃષિ ઉત્પાદનો અને કારીગરો પાસેથી સીધા જ મેળવેલા માલસામાન સહિત ઉત્પાદનોની વિશાળ શ્રેણી હશે. સ્વદેશ ભારતીય કારીગરો અને હાથબનાવટનાં અધિકૃત ઉત્પાદનોના વેચાણકર્તાઓને વિશ્વભરના ગ્રાહકો સાથે જોડવા માટે વૈશ્વિક બજાર પણ બનાવશે.“ભારતીય કળા અને હસ્તકળાનું ભાવિ એક નિર્ણાયક તબક્કે ઊભું છે. નામશેષ થતી કળાના સ્વરૂપોને પુનર્જિવિત કરવા અને સ્થાનિક કારીગરો, વણકરો અને કારીગરો માટે ઇકોસિસ્ટમ બનાવવા અને તેમને સક્ષમ બનાવવા માટે મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ તરફના અમારા ભૂતકાળના પ્રયાસોએ પ્રોત્સાહક પરિણામો આપ્યા છે. અમારું સ્ટેન્ડઅલોન હેન્ડીક્રાફ્ટ ડેસ્ટિનેશન સ્ટોર ફોર્મેટ, સ્વદેશ હવે ખુલવાની એરણ પર છે અને તે ભારતને તેની કળા અને કારીગરી થકી રજૂ કરશે અને તે એપેરલ, હોમ ટેક્સટાઇલ, હોમ ડેકોર, ફર્નિચર, જ્વેલરી, વેલનેસ પ્રોડક્ટ્સ અને ઘણું બધું પ્રદર્શિત કરશે, તેમ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના ડિરેક્ટર ઈશા અંબાણીએ કહ્યું હતું.“અમે આપણા દેશના કારીગરો માટે વિશ્વ માટે હસ્તકલા ભારતીય ઉત્પાદનોને સહ-નિર્માણ અને સંકલન કરવાની એક મોટી તક જોઈ રહ્યા છીએ. આ તકને સાકાર કરવા માટે રિલાયન્સ રિટેલ વિવિધ સ્થાનિક કલા સ્વરૂપોને રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે લોકપ્રિય બનાવવા માટે વિવિધ સરકારી સંસ્થાઓ સાથે ભાગીદારી કરી રહી છે.

રિલાયન્સ રિટેલ અને રિલાયન્સ ફાઉન્ડેશને પણ વિવિધ સ્વદેશી હસ્તકળા માટેના મુખ્ય કેન્દ્રો સાથે જોડાણ કર્યું છે અને પાયાના સ્તરે પહોંચ સુનિશ્ચિત કરવા અને કારીગર સમુદાયો અને કળાના સ્વરૂપોને ટકાવી રાખવામાં યોગદાન આપવા માટે કૌશલ્ય વિકાસ કેન્દ્રોનું એક મજબૂત નેટવર્ક, RiSE (રિલાયન્સ ફાઉન્ડેશન ઇનિશિયેટિવ ફોર સ્કીલ એન્હાન્સમેન્ટ) કેન્દ્રો સ્થાપશે, તેમ ઈશા અંબાણીએ ઉમેર્યું હતું.સ્વદેશનો ઉદ્દેશ્ય ભારતને તેની સમૃદ્ધ કળા, હસ્તકળા અને હાથશાળના લેન્સ દ્વારા વિશ્વ સમક્ષ રજૂ કરવાનો છે. તે કાળજીપૂર્વક પસંદ કરાયેલા ઉત્પાદનોનો સંગ્રહ હશે, જે ભારતના સમૃદ્ધ વારસાનો એક ભાગ છે જે આપણા શ્રેષ્ઠ, કુશળ અને પ્રતિભાશાળી કારીગરોના હાથમાં જીવંત બને છે. સ્વદેશનો હેતુ કારીગર સમુદાયો માટે ટકાઉ આજીવિકા સુનિશ્ચિત કરતી કૌશલ્ય વૃદ્ધિ/ડિઝાઇન તાલીમ, ક્ષમતા નિર્માણ કાર્યશાળાઓ આયોજિત કરીને નિસ્તેજ હસ્તકળાને પુનર્જિવિત કરવા, સર્જનાત્મક સમુદાયોના કૌશલ્યોને વધારવા માટે અનન્ય ઇકો-સિસ્ટમ બનાવવાનો છે.સ્વદેશ વિવિધ સરકારી ઉપક્રમો અને રાજ્ય સરકારો સાથે ભાગીદારી કરી રહ્યું છે અને ટેક્સટાઇલ મંત્રાલય સાથે પહેલેથી જ એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે જે 100% અધિકૃત ક્રાફ્ટેડ ઉત્પાદનોના સોર્સિંગને સક્ષમ કરે છે, તે પણ સીધા કારીગર સમુદાયો પાસેથી.

બીજી અનોખી ભાગીદારીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે અને તે અંતર્ગત પશ્ચિમ બંગાળ સરકારના MSME અને કાપડ વિભાગ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ભાગીદારીનો ઉદ્દેશ્ય એક સ્વસ્થ, ગતિશીલ ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાનો છે જે પશ્ચિમ બંગાળ સરકાર અને સ્વદેશ બંનેને કારીગર સમુદાય માટે ટકાઉ રોજગાર અને સમૃદ્ધ જીવનધોરણની કલ્પનાને સાકાર કરવામાં મદદ કરશે. કોલકાતામાં બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટમાં આજે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આર્ટિઝન-ઓન્લી-કોન્સેપ્ટ રાજ્યો અને ક્લસ્ટરોમાં સ્થાનિક કારીગરો માટે મજબૂત ઇકોસિસ્ટમ બનાવવા માટે નવી ભાગીદારી સ્થાપિત કરવાનું ચાલુ રાખશે.સ્વદેશ વિવિધ રાજ્યોમાં RiSE (રિલાયન્સ ફાઉન્ડેશન ઇનિશિયેટિવ ફોર સ્કીલ એન્હાન્સમેન્ટ) કેન્દ્રો સ્થાપીને સમગ્ર દેશમાં કારીગરો માટે સક્ષમ અને ટકાઉ ઇકોસિસ્ટમ સ્થાપીને ભારતના અમૂલ્ય વારસાને પ્રોત્સાહન આપવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન સાથે પણ જોડાણ કરી રહ્યું છે. RiSE કેન્દ્રો હાલના નેટવર્ક અને હેન્ડલૂમ/હેન્ડીક્રાફ્ટ મંત્રાલયની યોજનાઓનો લાભ ઉઠાવશે જેથી કરીને સમગ્ર ભારતમાં કારીગર સમુદાયોને મહત્તમ લાભ મળે. આ અનોખું PPP મોડલ કારીગરો માટે ટકાઉ આજીવિકા પૂરી પાડવા, તે રાજ્યની હસ્તકળા વિકસાવવા અને સાયુજ્ય સ્થાપવા તથા દેશભરના કારીગરોને મહત્તમ લાભ આપવા માટે વર્તમાન નેટવર્કનો લાભ લેવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.રિલાયન્સ રિટેલ અધિકૃત, હસ્તકળા ઉત્પાદનોના સ્ત્રોત માટે સમગ્ર ભારતમાં કારીગરો સાથે સંલગ્ન અને તેમને સમર્થન આપવા માટે સક્રિયપણે સામેલ છે જેથી કરીને સમૃદ્ધ ભારતીય વારસાને પ્રોત્સાહન મળે અને કારીગરોની આજીવિકા ટકાવી શકાય. જીવનશૈલી અને ફેશન સેગમેન્ટ હેઠળ નવા સ્વદેશ પ્લેટફોર્મની કલ્પના સાથે આ પ્રયાસ વધુ તીવ્ર ગતિએ આગળ વધી રહ્યો છે.
Published by:rakesh parmar
First published:

Tags: Reliance foundation, Reliance group, Reliance Industries, Reliance Retail

विज्ञापन