Home /News /gujarat /અમદાવાદ: સગીર બાળકોને વાહન આપનાર 30 વાલીઓ સામે ફરિયાદ

અમદાવાદ: સગીર બાળકોને વાહન આપનાર 30 વાલીઓ સામે ફરિયાદ

ટ્રાફિક ડ્રાઈવ યોજીને 30 FIR વિદ્યાર્થીઓના વાલીઓ સામે નોંધવામાં આવી છે.

અમદાવાદમાં ટ્રાફિક ડ્રાઈવ યોજીને 30 FIR વિદ્યાર્થીઓના વાલીઓ સામે નોંધવામાં આવી છે.

    અમદાવાદ શહેરમાં ટ્રાફિકની ઝુંબેશ ચાલી રહી છે. જેમાં એક પગલું આગળ વધીને બી ડિવિઝન ટ્રાફિક પોલીસે નારણપુરા, નવરંગપુરા, વાડજ, અખબારનગર,યુનિવર્સિટી, રિવરફ્રન્ટ, પ્રગતિનગર, પાંજરાપોળ જેવા અનેક વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઈવ યોજીને 30 FIR સગીર વિદ્યાર્થીઓના વાલીઓ સામે નોંધવામાં આવી છે.

    પોલીસે પહેલા આવા સગીર વાહનચાલકોને પકડીને તેમના માતા-પિતાને બોલાવ્યાં હતાં. પોલીસે વાલીઓ સામે એફઆઈઆર પણ નોંધીને તેમની સામે કાર્યવાહી કરી છે. નોંધનીય છે કે આ કાર્યવાહી કાલથી શરૂ કરવામાં આવી હતી જેમાં કાલે 25 એફઆઈઆર નોંધાઇ હતી અને આજે અત્યાર સુધી અન્ય પાંચ એફઆઈઆર નોંધાઇ છે.

    ટ્રાફિક પોલીસે વાહનો પણ જપ્ત કર્યા છે. 18 વર્ષથી નીચેનાને એટલે જે સગીર છે એમને વાહન આપવું તે મોટર વ્હીકલ એક્ટ મુજબ ગુનો છે. મોટર વ્હીકલ એક્ટની કલમ 180 હેઠળ સગીર વયની વ્યક્તિને વાહન ચલાવવા આપનાર સામે રૂ.1 હજાર સુધી દંડ તેમજ મહત્તમ ત્રણ મહિનાની જેલની સજાની જોગવાઈ છે. વાહન ચલાવનારા સગીરને પણ મહત્તમ રૂ.500 દંડ અને ત્રણ મહિના સુધીની જેલની સજા થઈ શકે છે.

    ટ્રાફિક પોલીસે શહેરની 60 શાળા અને 24 કોલેજના વિદ્યાર્થીઓ માટે ટ્રાફિકની સમસ્યા પર નિબંધની સ્પર્ધા યોજી છે. જેમાં 10 વિદ્યાર્થીઓના નિંબધને પસંદ કરીને તેમને શહેર કમિશનર સાથે ટી મિટિંગ કરાવી પ્રમાણપત્ર આપવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે ટ્રાફિકને લગતી સમસ્યા માટે નિબંધ સ્પર્ધા યોજવામાં આવી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Traffic drive, અમદાવાદ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन