Home /News /gujarat /

યૂરોપમાં શરણાર્થીઓ સામે સંકટ, હુમલાની પણ આશંકા

યૂરોપમાં શરણાર્થીઓ સામે સંકટ, હુમલાની પણ આશંકા

દ્રિતીય વિશ્વ યુધ્ધ બાદ સર્વાધિક ગંભીર શરણાર્થી સંકટથી પસાર થઇ રહેલા યૂરોપમાં ઝડપથી માહોલ શરણાર્થીઓને શરણ આપવાના વિરૂધ્ધ જઇ રહ્યો છે. જેના કારણે યૂરોપિય સંઘના રાજનેતાઓ સામે રાજકીય દબાણ પણ વધવા જઇ રહ્યું છે.

  • News18
  • Last Updated :
બીજિંગ # દ્રિતીય વિશ્વ યુધ્ધ બાદ સર્વાધિક ગંભીર શરણાર્થી સંકટથી પસાર થઇ રહેલા યૂરોપમાં ઝડપથી માહોલ શરણાર્થીઓને શરણ આપવાના વિરૂધ્ધ જઇ રહ્યો છે. જેના કારણે યૂરોપિય સંઘના રાજનેતાઓ સામે રાજકીય દબાણ પણ વધવા જઇ રહ્યું છે.

અહીં નોંધનિય છે કે, બર્ફીલા માહોલમાં પણ યૂરોપમાં શરર્ણાર્થીઓ આગમન ચાલુ જ છે. પોલીસે શનિવારે કહ્યું કે, સ્વીડનના સ્ટોકહોમમાં મોટી સંખ્યામાં નકાબ પહેરેલા લોકો શુક્રવારે રાતથી એકઠા થયા હતા અને યુવા શરણાર્થીઓ પર હુમલો કરવા માટે ઉશ્કેરણીજનક પોસ્ટર વહેંચ્યા હતા. જે બાદ બે શકમંદોની ધરપકડ પણ કરવામાં આવી હતી.

ચરમપંથીઓ દ્વારા એકલા ફરી રહેલા શરણાર્થીઓના બાળકો વિરૂધ્ધ પણ હુમલો કરવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જે બાદ પોલીસે મધ્ય વિસ્તારમાં સુરક્ષાકર્મીઓની સંખ્યા વધારી દીધી હતી. ઉપરાંત તોફાન પ્રતિરોધક ટુકડીઓ, હેલીકોપ્ટર સહિતનો કાફલો તૈનાત કરી દીધો હતો. સ્વીડનની સરકારે આ સપ્તાહ પહેલા જ જાહેરાત કરી હતી કે તે આગામી કેટલાક વર્ષોમાં 80 હજાર જેટલા શરણાર્થીઓને એમના દેશ પરત મોકલવાની યોજવા બનાવી રહ્યું છે.
First published:

Tags: રાજકીય સંકટ

આગામી સમાચાર