Home /News /gujarat /

"રેડી ડિજિટલ ડાયલોગ- 2018" અંતર્ગત એકઠા થયા સોશ્યિલ મીડિયા પંડિતો

"રેડી ડિજિટલ ડાયલોગ- 2018" અંતર્ગત એકઠા થયા સોશ્યિલ મીડિયા પંડિતો

ટ્વીટર ઈન્ડિયાના હેડ તથા પબ્લિક પોલિસીના  સુશ્રી મહિમા કૌલે તેમના ચાવીરૂપ પ્રવચનમાં " ટ્વીટરઃ ટ્રાન્સફોર્મેશન, પ્રાયવસી એન્ડ  ગવર્નન્સ"ની અટપટી બાબતો અંગે ઝીણવટભરી છણાવટ કરીને વિકસતા જતા આ પ્લેટફોર્મ અંગે વાત કરી હતી.

  અમદાવાદ: આજનો સમય ડિજિટલ મીડિયાનો છે. આ માધ્યમથી સોશ્યિલ નેટવર્કિંગ જબરદસ્ત ગતિથી પ્રસાર-પ્રચાર પામી રહ્યું છે. આ બદલાતી પરિસ્થિતિમાં ડિજિટલ પ્લેટફોર્મ ઉપર થતા નવતર બદલાવ અને ઉપયોગી વાંચનસામગ્રીના મામલે કઈ રીતે સજ્જ થઇ શકાય તે મુદ્દે એક વિચાર ગોષ્ઠિનું "રેડી ડિજિટલ ડાયલોગ-2018" અંતર્ગત યુનિસેફની હાજરીમાં અમદાવાદ ખાતે આયોજન થઇ ગયું। આ ગોષ્ઠિ 'વર્લ્ડ સોશ્યિલ મીડિયા ડે"ના દિવસે જ યોજાઈ હતી.

  સોશ્યિલ મિડીયા પંડિતોની આ વિચારપ્રેરક બેઠકમાં ડિજિટલ વર્લ્ડમાં માનસિક આરોગ્ય તથા વર્ષ- 2018ના ડિજિટલ પ્રવાહો અને તેની ગ્રાહકો તેમજ બ્રાન્ડ ઉપરની અસરો  વિષયે પેનલ ચર્ચા યોજાઈ હતી.

  આ ઉપરાંત સર્જનાત્મક લેખન અંગે વર્કશોપ દ્વારા ઓડિયો અને વિડિયો કન્ટેન્ટ તૈયાર કરવા અંગેની બેઠકમાં 250થી વધુ ડીજીટલ માર્કેટીયર્સ, કોમ્યુનિકેટર્સ, વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટ અપ્સ હાજર રહ્યા હતા.

  2014ની લોકસભાની ચૂંટણીમાં ભારે સફળતાનો યશ ડિજિટલ કેમ્પેઈનના વ્યૂહાત્મક ઉપયોગને આપવામાં આવે છે.માત્ર સરકાર જ નહીં, પરંતુ ઉમેદવારો વ્યક્તિગત ધોરણે પણ સોશ્યિલ મિડીયાનો ઉપયોગ કરીને પોતાની પ્રતિષ્ઠા અને વ્યાપ વધારી રહ્યા છે. 'પોલિટીકલ માર્કેટીંગ ' અંગેના રસપ્રદ પ્રવચનમાં છત્તીસગઢ સરકારના પબ્લિક પોલિસી કોમ્યુનિકેશન એડવાઈઝર હરપ્રીત ધોડીએ સોશ્યિલ મિડીયાના ઉપયોગ અંગેના કેસ સ્ટડી દ્વારા ડિજિટલ મિડીયા અંગે વિગતે વાત કરી હતી.

  ટ્વીટર ઈન્ડિયાના હેડ તથા પબ્લિક પોલિસીના  સુશ્રી મહિમા કૌલે તેમના ચાવીરૂપ પ્રવચનમાં " ટ્વીટરઃ ટ્રાન્સફોર્મેશન, પ્રાયવસી એન્ડ  ગવર્નન્સ"ની અટપટી બાબતો અંગે ઝીણવટભરી છણાવટ કરીને વિકસતા જતા આ પ્લેટફોર્મ અંગે વાત કરી હતી.

  યુનિસેફ ઈન્ડિયાના કોમ્યુનિકેશન સ્પેશ્યાલિસ્ટ સ્ટેફની રાયસને સામાજીક ઉદ્દેશ માટે સોશ્યિલ મિડીયાનું મહત્વ જયારે યુનિસેફ ઈન્ડિયાના પ્લાનિંગ મોનીટરીંગ એન્ડ ઈવેલ્યૂશન સ્પેશ્યાલિસ્ટ વીણા બંદોપાધ્યાયે પોષણ અંગે વિગતવાર વાત કરી હતી.

  તાજેતરમાં થયેલા એક સંશોધનમાં જણાયું છે કે આજકાલ યુવાનો 3 કલાકથી વધુ સમય સોશ્યિલ  મિડીયા પર ગાળે છે. ડિજિટલ ડીપ્રેશનના વધતા જતા કિસ્સાઓને કારણે બંને દુનિયા વચ્ચે સમતુલા જાળવવાની કળા એ સમયની તાકીદની જરૂરિયાત બની રહે છે.

  આ પ્રસંગે એલ્સા ડી સિલ્વા (સેફ સીટી), રક્ષા ભારડિયા (બોનોબોલોજી), ડો. ફાલ્ગુની વસાવડા ઓઝા (પ્રોફેસર, માઇકા)તથા ડો.વિનોદ ગોયલ (માનસશાસ્ત્રી) દ્વારા ડિજિટલ વર્લ્ડમાં માનસિક આરોગ્ય અંગે ચર્ચા કરવામાં હતી. આ કાર્યક્રમનું સંચાલન કાનન ધ્રુ  લોટુન્સ) દ્વારા કરાયું હતું.
  Published by:sanjay kachot
  First published:

  Tags: Election campaign, Twitter, UNICEF

  આગામી સમાચાર