Home /News /gujarat /

આરબીઆઇએ માન્યું, અત્યાર સુધી 10 ટકાથી પણ ઓછી જુની નોટો બદલાઇ

આરબીઆઇએ માન્યું, અત્યાર સુધી 10 ટકાથી પણ ઓછી જુની નોટો બદલાઇ

નોટબંધી બાદ આમ જનતાને રાહત આપવા માટે સરકાર દરેક પ્રકારના પ્રયાસ કરી રહી છે. બેંકોની કામગીરી વધારવામાં આવી રહી છે. એટીએમમાં કેશ ફ્લો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. બજારની સ્થિતિ જોતાં લાગી રહ્યું છે કે હજું સ્થિતિ સામાન્ય બનતાં ઓછામાં ઓછા સાત સપ્તાહ લાગી શકે એમ છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #નોટબંધી બાદ આમ જનતાને રાહત આપવા માટે સરકાર દરેક પ્રકારના પ્રયાસ કરી રહી છે. બેંકોની કામગીરી વધારવામાં આવી રહી છે. એટીએમમાં કેશ ફ્લો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. બજારની સ્થિતિ જોતાં લાગી રહ્યું છે કે હજું સ્થિતિ સામાન્ય બનતાં ઓછામાં ઓછા સાત સપ્તાહ લાગી શકે એમ છે.

આંકડા અનુસાર નોટબંધી બાદ 8થી 10 નવેમ્બર વચ્ચે બેંકોએ 5,44,517 કરોડ રૂપિયાની જુની નોટ જમા કરાવી છે. આ દરમિયાન એકાઉન્ટ હોલ્ડર્સે અંદાજે 1,03, 316 કરોડ રૂપિયા કેશ બેંક અને એટીએમથી નીકાળ્યા છે અને 33,006 કરોડ રૂપિયાની જુની નોટ બદલાવાઇ છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ જે આંકડા જાહેર કર્યા છે એ મુજબ બજારમાં અત્યાર સુધી 1.36 લાખ કરોડ રૂપિયા આવ્યા છે. એટલે કે અત્યાર સુધી જુની નોટોનું મૂલ્ય 10 ટકાથી પણ ઓછું જ બદલાયું છે. સરકારે 8 નવેમ્બરે 500 અને 1000 રૂપિયાની નોટ બંધી કરવાની જાહેરાત કરી હતી.

બજારમાં જે નવી કરન્સી આવી છે તે જુની નોટોના મૂલ્યની 10 ટકાથી પણ ઓછી છે. એટલે કે બજારમાં અંદાજે 14 લાખ કરોડ રૂપિયાની જ મોટી નોટો છે.
First published:

Tags: 500 1000 રૂપિયા, આરબીઆઇ, કરન્સી બેન, નોટબંધી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन