Home /News /gujarat /ધોતીયા કાંડમાં પ્રવીણ તોગડિયાને મળી રાહત

ધોતીયા કાંડમાં પ્રવીણ તોગડિયાને મળી રાહત

આ મામલે લાંબા સમયથી કોર્ટમાં હાજર ન હોવાને કારણે તોગડિયા વિરુદ્ધ ધરપકડનું વોરન્ટ જારી કરવામાં આવ્યું હતું.

આ મામલે લાંબા સમયથી કોર્ટમાં હાજર ન હોવાને કારણે તોગડિયા વિરુદ્ધ ધરપકડનું વોરન્ટ જારી કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર: વિશ્વ હિન્દુ પરિષદનાં આતંરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયાને ધોતી કાંડમાં કોર્ટે રાહત આપી દીધી છે. પ્રવીણ તોગડિયા પર આરોપ હતો કે તેમણે ભાજપનાં વરિષ્ઠ નેતા પર જીવથી મારી નાંખવાનાં ઇરાદાથી હુમલો કર્યો હતો. આ મામલે લાંબા સમયથી કોર્ટમાં હાજર ન હોવાને કારણે તોગડિયા વિરુદ્ધ ધરપકડનું વોરન્ટ જારી કરવામાં આવ્યું હતું.

થોડા દિવસ પહેલાં જ તોગડિયાનાં ધરપકડની અફવાઓ અને તે બાદ તેમની તબિયત ખરાબ હોવાની વાતો સામે આવી હતી. જે બાદ તેઓ હોસ્પિટલમાંથી મળી આવ્યા હતાં. તેઓ કોઇ ષડયંત્રનો ભોગ બન્યા હોવાનું બહાર આવ્યું હતું.

21 વર્ષ પહેલાં શંકર સિંહ વાઘેલાનાં ખજુરિયા કાંડ સમયે ભાજપનાં બીજા જુથને શંકર સિંહનાં સમર્થક આત્મારામ પટેલની ધોતી કાઢીને ઢોર માર માર્યાની ઘટના સામે આવી હતી. આ મામલામાં તેમને વિશ્વ હિન્દુ પરિષદનાં નેતા પ્રવીણ તોગડિયાને આરોપી બનાવ્યો હતો.

આ મામલામાં કહેવામાં આવે છે કે તે સમયે શંકર સિંહ વાઘેલાનાં સમર્થક નેતાઓને ઢોર માર મારવામાં આવ્યો હતો. ધોતીયા કાંડમાં મમતા બેનર્જી સહિતઅન્ય નેતાઓ વિરુદ્ધ FIR દાખલ થઇ હતી જ્યારે કેન્દ્ર સરકાર પર આ ઘટનામાં શામેલ થવાનો પણ આરોપ લાગ્યો હતો.

તે બાદ અમદાવાદ મેટ્રો કોર્ટનાં એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ બીએ બારોટે પ્રવીણ તોગડિયા, ભાજપ વિધાયક બાબૂ જમનાદાસ પટેલ, પાર્ષદ કૃષ્ણવદન સિહત 39 લોકો વિરુદ્ધ ધરપકડનાં વોરંટ જારી કર્યા હતાં.
First published:

Tags: Pravin Togadiya