છોટાઉદેપુર : 8 વર્ષની માસૂમ બાળકીને ખેતરમાં લઇ ગઇ 18 વર્ષના કિશોરે દુષ્કર્મ આચર્યું

છોટાઉદેપુર : 8 વર્ષની માસૂમ બાળકીને ખેતરમાં લઇ ગઇ 18 વર્ષના કિશોરે દુષ્કર્મ આચર્યું
બાળકીની માતાએ પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

બાળકીએ બૂમાબૂમ કરી દેતા લોકો દોડી આવતા 18 વર્ષનો કિશોર ખેતરમા માસૂમ બાળકીને છોડી ભાગી ગયો

  • Share this:
    સેહજબ ખત્રી, છોટાઉદેપુર : પાવી જેતપુર તાલુકામાં 8 વર્ષની બાળકી ઉપર બળાત્કારની ઘટના સામે આવી છે. પાવીજેતપુર તાલુકાના ખાંડિયા અમાદરના 18 વર્ષના કિશોરે મકાઈના ખેતરમાં લઈ જઈ બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. બાળકીની માતાએ પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

    ધૂળેટીના દિવસે પાવીજેતપુર તાલુકાની 8 વર્ષની એક બાળકી ધૂળેટીનો આનંદ માણી રહી હતી. તે સમયે પાવીજેતપુર તાલુકાના ખાંડિયા અમાદરનો 18 વર્ષનો કિશોર નજીકના મકાઈના ખેતરમાં બાળકીને લઈ જઈ બળાત્કાર ગુજારી, અધમ કૃત્ય કરી રહ્યો હતો. તે સમયે બાળકીએ બૂમાબૂમ કરી દેતા લોકો દોડી આવતા 18 વર્ષનો કિશોર ખેતરમા માસૂમ બાળકીને છોડી ભાગી ગયો હતો.



    આ પણ વાંચો - બનાસકાંઠા : સાગરની પત્ની સાથે કેમ વાત કરે છે તેમ કહી સંજય પટેલનું અપહરણ કરી ઢોરમાર માર્યો

    આ ઘટનાની જાણ બાળકીએ રડતા રડતા પોતાની માતાને કરતા સમગ્ર પરિવાર હેબતાઇ ગયું હતું. પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં પહોંચી બાળકીની માતાએ અધમ કૃત્ય આચરનાર 18 વર્ષના કિશોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પાવી જેતપુર પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો. કલમ 376 ( એ.બી. ),પોકસો એક્ટ કલમ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Published by:Ashish Goyal
    First published:March 30, 2021, 21:33 pm

    ટૉપ ન્યૂઝ