રામ સુતારના 'સરદારે' લીધું સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું સ્વરૂપ
રામ સુતારના 'સરદારે' લીધું સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું સ્વરૂપ
રામ સુતાર
સરદારની પ્રતિમાના શિલ્પકાર રામ સુતારે ન્યૂઝ18 સાથે ખાસ વાતચીત કરતા કહ્યુ કે, "અનેકતામાં એકતાનો સંદેશ આપવા માટે આ પ્રતિમાનું નામ આપવામાં આવ્યું છે સ્ટેચ્યૂ ઑફ યુનિટી."
ન્યૂઝ18 ગુજરાતીઃ વિખ્યાત શિલ્પકાર રામ સુતારે News18 સાથે વાતચીતમાં જણાવ્યું કે આ મારા જીવનની સૌથી મોટી પ્રતિમા છે. જ્યારે મેં આ પ્રતિમા બનાવવાનું શરૂ કર્યું તે પહેલા મેં સરદાર વલ્લભભાઈ પટેલ પર સંપૂર્ણ અભ્યાસ કર્યો હતો. તેઓ કઈ રીતે તેઓ કપડાં પહેરે છે, કઈ રીતે ચાલે છે, કઈ રીતે વિચારે છે તે બધી વાતો ધ્યાનમાં રાખીને સ્ટેચ્યૂ ઑફ યુનિટી બનાવવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે આ પ્રતિમાની ઉંચાઈ 522 ફૂટ છે. આ પ્રતિમાના નામ પાછળ મોટો સંદેશ એ છે કે આપણો દેશ અલગ અલગ રાજ્ય નથી. અનેકતામાં એકતાનો સંદેશ આપવા માટે આને નામ આપવામાં આવ્યું છે સ્ટેચ્યૂ ઑફ યુનિટી.
એકતાના પ્રતિક સરદાર પટેલની પ્રતિમા તૈયાર છે. ગુરુવારે ગુજરાતની નર્મદા નદીની નજીક સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિના પ્રસંગે સરદાર સરોવર ડેમની નજીક સ્થાપિત કરવામાં આવશે. આ મૂર્તિ વિશ્વ માટે હસ્તકલાની મિસાલ હશે. આમ તો આ મૂર્તિનું ઢાળકામ ચીનમાં કરવામાં આવ્યું છે પરંતુ બધું જ કામ શિલ્પકાર રામ સુતારની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું છે.
ગુજરાતના નર્મદામાં સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમા, વિશ્વની સૌથી મોટી મૂર્તિ હશે. પ્રતિમાનું કુલ વજન 1700 ટન છે. ઊંચાઈ 522 ફૂટ એટલે કે 182 મીટર ઊંચી છે. આ પ્રતિમાનું નિર્માણ 85% કૉપર 5% ટીન 5% લેડ અને 5% જસતને મિશ્ર કરીને કરવામાં આવ્યું છે. આ મિશ્રણની ખાસિયત એ છે કે તેને કયારેય કાટ નથી લાગતો, તેમજ પાણી, માટી અને ભારે વરસાદની પણ અસર નથી થતી.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું નિર્માણ કરનાર શિલ્પકાર રામ સુતારને ભારત સરકાર તરફથી ટેગૉર કલ્ચરલ પુરસ્કાર મળ્યો છે. ઉપરાંત, તેમને પદ્મશ્રી, પદ્મભૂષણથી પણ સન્માનિતા કરાયા છે. રામ સુતારે દેશ-વિદેશમાં અનેક મૂર્તિઓ બનાવી છે. આ કારણે રામ સુતારને સરદાર પટેલની મૂર્તિ બનાવવાનું કામ મળ્યું હતું.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર