Home /News /gujarat /મુલાયમસિંહ પુત્ર અખિલેશથી કરી રહ્યા છે ઇર્ષા, રામગોપાલ યાદવનો મોટો પ્રહાર
મુલાયમસિંહ પુત્ર અખિલેશથી કરી રહ્યા છે ઇર્ષા, રામગોપાલ યાદવનો મોટો પ્રહાર
ભાજપ સાથેની મીલીભગતના આરોપ હેઠળ સમાજવાદી પાર્ટીમાંથી બહાર કરાયેલા રામગોપાલ યાદવે સપા પ્રમુખ મુલાયમસિંહ યાદવ સામે આજે મોટો પ્રહાર કર્યો છે. રામગોપાલે મુલાયમસિંહ યાદવના આ નિવેદનને મૂર્ખતાપૂર્ણ ગણાવ્યું કે જેમાં એમણે કહ્યું હતું કે, અમરસિંહે એમને ઘણીવાર બચાવ્યા હતા.
ભાજપ સાથેની મીલીભગતના આરોપ હેઠળ સમાજવાદી પાર્ટીમાંથી બહાર કરાયેલા રામગોપાલ યાદવે સપા પ્રમુખ મુલાયમસિંહ યાદવ સામે આજે મોટો પ્રહાર કર્યો છે. રામગોપાલે મુલાયમસિંહ યાદવના આ નિવેદનને મૂર્ખતાપૂર્ણ ગણાવ્યું કે જેમાં એમણે કહ્યું હતું કે, અમરસિંહે એમને ઘણીવાર બચાવ્યા હતા.
લખનૌ #ભાજપ સાથેની મીલીભગતના આરોપ હેઠળ સમાજવાદી પાર્ટીમાંથી બહાર કરાયેલા રામગોપાલ યાદવે સપા પ્રમુખ મુલાયમસિંહ યાદવ સામે આજે મોટો પ્રહાર કર્યો છે. રામગોપાલે મુલાયમસિંહ યાદવના આ નિવેદનને મૂર્ખતાપૂર્ણ ગણાવ્યું કે જેમાં એમણે કહ્યું હતું કે, અમરસિંહે એમને ઘણીવાર બચાવ્યા હતા.
તેમણે કહ્યું કે, મુલાયમસિંહ યાદવે જે કંઇ પણ કહ્યું તે એક નોનસેન્સ સ્ટેટમેન્ટ છે. એમણે કહેતા પહેલાં વિચારવું જોઇતું હતું કે તેઓ શું કહેવા ઇચ્છે છે. તે શું એ કહેવા ઇચ્છે છે કે અમરસિંહે સુપ્રીમ કોર્ટ અને સીબીઆઇને મેનેજ કર્યું હતું.
રામગોપાલ અહીં પણ ન રોકાયા તેમણે કહ્યું કે, મુલાયમસિંહ યાદવ પોતાના પુત્ર અખિલેશથી ઇર્ષા કરવા લાગ્યા છે. તેમને લાગે છે કે તે એમનાથી વધુ પોપ્યુલર કેવી રીતે થઇ ગયો?
તેમણે કહ્યું કે, અખિલેશ વગર કોઇ સમાજવાદી પાર્ટી નથી. તે જ્યારે લોકો વચ્ચે નીકળશે તો તમામ વિરોધ ખતમ થઇ જશે કારણ કે જ્યાં અખિલેશ છે ત્યાં જ સમાજવાદી પાર્ટી છે. આ અગાઉ પણ રામગોપાલ યાદવે કહ્યું હતું કે, અખિલેશને ફરી એકવાર મુખ્યમંત્રી બનાવવા માટે તે કામ કરશે.
અહીં નોંધનિય છે કે, સપાને નુકશાન પહોંચાડવા અને ભાજપ સાથે સાંઠગાંઠ કરવાના આરોપમાં રવિવારે પાર્ટીએ એમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. શિવપાલ યાદવે એમની પર ભ્રષ્ટાચાર કરવાનો અને મુલાયમસિંહના નામનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.