Home /News /gujarat /ભાજપના વાંધા ચૂંટણીપંચે ફગાવ્યા, કોંગ્રેસના નારણ રાઠવાના ફોર્મને મળી મંજૂરી

ભાજપના વાંધા ચૂંટણીપંચે ફગાવ્યા, કોંગ્રેસના નારણ રાઠવાના ફોર્મને મળી મંજૂરી

નારણ રાઠવા (ડાબે)

રાજ્ય સભાની ચૂંટણીને લઈને સોમવારે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. જોકે, સોમવારે ફોર્મ ભરવાને લઈને જેવી ગરમા ગરમી રહી હતી તેવી જ ગરમા ગરમી મંગળવારે પણ રહી હતી. જેનો આખરે અંત આવ્યો છે. રાજ્યસભા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર નારણ રાઠવાનું ફોર્મ ચૂંટણી પંચે માન્ય રાખ્યું છે. કોંગ્રેસના ઉમેદવાર નારણ રાઠવાના ફોર્મમાં ભાજપે વિવિધ વાંધા ઉઠાવ્યા હતા. જો કે અંતે ચૂંટણી પંચે ફોર્મ મંજૂર રાખ્યું છે.  આ સાથે કોંગ્રેસના બંને સભ્યોના ફોર્મ મંજૂર થઈ ગયા છે.

આ મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કહ્યું કે ભાજપના વાંધા-વચકા ચૂંટણી પંચે ફગાવ્યા છે, શક્તિસિંહે વધુમાં કહ્યું કે ભાજપ એટલે બહોત જૂઠી પાર્ટી.

ભાજપે કરી હતી વાંધા અરજી

નારણ રાઠવાને નો ડ્યૂ સર્ટિફિકેટ બાબતે ચૂંટણી અધિકારી સામે વાંધા અરજી કરી હતી. ભાજપે દાવો કર્યો હતો કે રાઠવાએ ફોર્મ સબમિટ કર્યા બાદ નો ડ્યૂ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. આ ઉપરાંત તેને રજૂ કરેલું નો ડ્યૂ સર્ટિફિકેટ પણ નિયમ વિરુદ્ધનું છે. ભાજપે રજૂઆત કરી હતી કે પાંચ એજન્સીઓના સર્ટી આવ્યા બાદ મુખ્ય નો ડ્યૂ સર્ટિફિકેટ આપવામાં આવે છે. રાઠવાએ એક વખત 2009નું નો ડ્યૂ સર્ટિફિકેટ આપ્યું હતું. બાદમાં 15 મિનિટમાં નવું સર્ટિ રજૂ કરી દીધું હતું. તો 15 મિનિટમાં સર્ટી ક્યાંથી આવી ગયું?

રૂપાલા અને માંડવિયાનું ફોર્મ માન્ય

બીજી તરફ કોંગ્રેસ તરફથી ભાજપના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાના ફોર્મના માન્ય રાખ્યા છે. ચૂંટણી અધિકારીએ બંનેના ફોર્મને માન્ય રાખ્યું છે. સરનામા અને સહીની બાબતને લઈને કોંગ્રેસ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. ભાજપ તરફથી અપક્ષ ઉમેદવારી કરી રહેલા કિરિટસિંહ રાણાનું ફોર્મ પણ માન્ય રહ્યું છે.

BJP-કોંગ્રેસના ઉમેદવારો બિનહરીફ ચૂંટાય તેવી શક્યતા

એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બીજેપી અને કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ ફાઇનલ થયા બાદ અપક્ષ તરીકે ફોર્મ ભરનાર ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચશે. ભાજપ તરફથી કિરિટસિંહ રાણા અને કોંગ્રેસ તરફથી પી.કે. વાલેરાએ રાજ્યસભા માટે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

શું છે ભાજપનો પ્રશ્ન

જે નો ડ્યૂ સર્ટિફિકેટ મામલે વિવાદ થયો, તે મામલે લોકસભાના સચિવે એક જવાબ આપ્યો છે. જે મુજબ નારણ રાઠવાને નો ડ્યુ સર્ટિફિકેટ બાર માર્ચે બપોરે સાડા ત્રણ કલાકે ઈસ્યુ થયું છે. નારણ રાઠવાએ તેમને નો ડ્યુ સર્ટિફિકેટ રજૂ કરવા માટેની વિનંતીભર્યો પત્ર બપોરે બે કલાક અને પચ્ચીસ મિનિટે મોકલ્યો હતો. ત્યારબાદ સંદર્ભ એજન્સીઓએ નો ડ્યુ સર્ટિફિકેટ આપવા માટેની પ્રક્રિયા બપોરે સવા ત્રણ વાગ્યે શરૂ કરી, અને ત્યારબાદ રાઠવાને બપોરે સાડા ત્રણ વાગ્યે નો ડ્યુ સર્ટિફિકેટ મળ્યું. હવે ભાજપ એજ સવાલ ઉઠાવે છે કે જો સવા ત્રણ વાગ્યે નો ડ્યુ સર્ટિફિકેટ આપવાની શરૂઆત થઈ હોય તો સાડા ત્રણ વાગ્યે માત્ર પંદર મિનિટમાં આ સર્ટિફિકેટ મળ્યું કેવી રીતે.
First published:

Tags: Nomination, Rajya Sabha Election, ભાજપ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन