રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં આગ, નર્સની સતર્કતાથી બચ્યાં નવજાત બાળકો

રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં આગ, નર્સની સતર્કતાથી બચ્યાં નવજાત બાળકો
બાળકોનાં વોર્ડમાં આગ

પ્રાથમિક તારણમાં આ આગ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટનાં કારણે લાગી હોવાનું જણાય છે.

 • Share this:
  દિપક પટેલ, રાજપીપળા : રાજપીપળાની સિવિલ હોસ્પટલમાં આવેલા નવજાત બાળકોનાં વોર્ડમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક તારણમાં આ આગ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટનાં કારણે લાગી હોવાનું જણાય છે. જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાનીનાં સમાચાર મળી નથી રહ્યાં. હોસ્પિટલની નર્સની સતર્કતાને કારણે અહીં રખાયેલા સાત જેટલા નવજાત બાળકોને બચાવી લેવામાં આવ્યાં છે.

  નર્સની સતર્કતાને કારણે બચ્યાં જીવ  આ મામલે મળતી માહિતી પ્રમાણે મંગળવારે વહેલી સવારે રાજપીપળા સિવલ હોસ્પિટલનાં ત્રીજા માળે આવેલા સ્પેશિયલ મેડિકલ કેર યુનિટ (એસએમસીયુ) જેમાં અસ્વસ્થ નવજાત બાળકોને રાખવામાં આવે છે. પ્રાથમિક તારણ પ્રમાણે આ વોર્ડમાં સોર્ટસર્કિટને કારણે આગ લાગી હતી. આ વોર્ડમાં 7 નવજાત બાળકો સારવાર હેઠળ હતા. અચાનક આગ લાગતા ધૂમળો અને તણખા ઉડતા રાતે નાઈટ ડ્યુટી કરતા મહિલા નર્સે પોતાનો જીવ જોખમમાં મુકીને એક પછી એક સાતેય બાળકોને બહાર લાવ્યાં હતાં. બાદમાં અન્ય અધિકારીઓને જાણ કરી હતી.

  બાળકોનાં વોર્ડમાં આગ


  આ દરમિયાન જોતજોતામાં સમગ્ર એસ.એમ.સી.યુ વોર્ડ અને તેમાંનાં સાધનો બળી ગયા હતાં. આ નર્સની સતર્કતાને કારણે 7 નવજાત બાળકોનાં જીવ બચ્યાં હતાં. બાદમાં રાજપીપલા નગરપાલિકા ફાયર ફાઈરો આવ્યા, આરોગ્ય વિભાગની ટિમો અને વીજ કંપનીની ટીમો પણ આવી ગઈ હતી.

  આ પણ વાંચો :  પંચમહાલમાં ભારે વરસાદ, પાવાગઢ ડુંગર પરથી વહેતા પાણીમાં લોકોએ સેલ્ફીઓ લીધી

  આગને પગલે હોસ્પિટલમાં અંધારપટ છવાયો

  મહત્વનું છે કે આ આગને કારણે આખી હોસ્પિટલમાં વીજળી જતી રહી હતી અને અંધારપટ છવાઇ ગયો હતો. આ આગ બાદ નવજાત બાળકોને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યાં હતાં. આ દુર્ઘટનાને કારણે બાળકોનાં માતાપિતાનાં જીવ પણ તાળવે ચોંટી ગયા હતાં.
  Published by:News18 Gujarati
  First published:August 27, 2019, 12:37 IST

  ટૉપ ન્યૂઝ