Home /News /gujarat /

ગૃહમંત્રી રાજનાથસિંહે બોલાવી હાઇ લેવલની બેઠક, એલઓસીની સ્થિતિ અંગે થશે સમીક્ષા

ગૃહમંત્રી રાજનાથસિંહે બોલાવી હાઇ લેવલની બેઠક, એલઓસીની સ્થિતિ અંગે થશે સમીક્ષા

કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથસિંહે આજે સવારે 11 વાગે નોર્થ બ્લોકમાં એક હાઇલેવલની બેઠક બોલાવી છે. જેમાં નિયંત્રણ રેખા (એલઓસી) અંગે સમીક્ષા કરાશે. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ગૃહ સચિવ રાજીવ મહર્ષિ, આઇબી ચીફ, રો ચીફ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. ઉપરાંત આ બેઠકમાં રક્ષા મંત્રાલયના અધિકારીઓ પણ હાજર રહેશે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથસિંહે આજે સવારે 11 વાગે નોર્થ બ્લોકમાં એક હાઇલેવલની બેઠક બોલાવી છે. જેમાં નિયંત્રણ રેખા (એલઓસી) અંગે સમીક્ષા કરાશે. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ગૃહ સચિવ રાજીવ મહર્ષિ, આઇબી ચીફ, રો ચીફ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. ઉપરાંત આ બેઠકમાં રક્ષા મંત્રાલયના અધિકારીઓ પણ હાજર રહેશે.

આ બેઠક બાદ રાજનાથસિંહ આજે બપોરે 12 વાગે આઇટીબીપીના અધિકારીઓ સાથે બોર્ડર પર સુરક્ષાની સ્થિતિનું નિરીક્ષણ કરશે. આશંકા છે કે આ સ્થિતિમાં ઉશ્કેરાયેલ પાકિસ્તાની સેના ક્યાંય નાપાક હરકત ન કરી બેશે. જેને પગલે સુરક્ષાને લઇને ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

અહીં નોંધનિય છે કે, ભારતીય સેના દ્વારા બુધવારની રાતે પીઓકે વિસ્તારમાં સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશન કરાયું હતું. જેમાં આતંકવાદીઓના સાત જેટલા કેમ્પનો સફાયો કરાયો હતો. આ ઓપરેશનમાં બે પાકિસ્તાની સૈનિકોના પણ મોત થયાનું સામે આવ્યું છે. ભારતીય સેનાના આ ઓપરેશન બાદ દેશમાં ઉરીનો બદલો લીધાની ખુશીનો માહોલ છવાયો છે તો બીજી તરફ પાકિસ્તાન તરફથી વળતા હુમલાની દહેશત પણ છે. જેને પગલે સુરક્ષા સઘન કરી દેવાઇ છે.
First published:

Tags: આતંકવાદ, પાકિસ્તાન, ભારત, રાજનાથસિંહ, સર્જિકલ સ્ટ્રાઇક

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन