રાજકોટઃ દેશમાં ૫૦૦ અને ૧૦૦૦ ની ચલણી નોટો બંધ થયા બાદ નવી નોટથી ૫૦૦૦ ની લાંચ લેતા રાજકોટના જેલર ભાવનગર એસીબીના હાથે ઝડપાઈ ગયા છે. રાજકોટની જેલમાં છેલ્લા ચાર વર્ષથી સજા ભોગવી રહેલો ઇશાંત નામનો આરોપી પેરોલ પર હતો.
જે બાદ તેને જેલમાં હાઈસિક્યુરીટી ઝોનમાં નહિ રાખવા અને હેરાન નહિ કરવા જેલર હરેશ બાબરિયા પાંચ હજારની માંગ કરી હતી.જેની જાણ કેડીએ ભાવનગરના એસીબીને કરી હતી. ભાવનગર એસીબીએ આજે જેલર હરેશ બબરીયાને નવી ચલણી નોટથી ૫૦૦૦ ની લાંચ લેતા ઝડપી પડ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: એસીબી ટ્રેપ, ગુજરાત