ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફારનો સીલસીલો ચાલી રહ્યો છે, આ અંતર્ગત કોંગ્રેસ મોવડી મંડળે ગુજરાતના કોંગ્રેસ પ્રભારી પણ નવા પસંદ કરવાનો નિર્ણય લીધો. ગુજરાત કોંગ્રેસ પ્રભારી તરીકે અશોક ગેહલોતના સ્થાને હવે રાજીવ સાતવને જવાબદારી સોંપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફાર કરવાનું શરૂ કર્યું છે. આજે કોંગ્રેસે જાહેરાત કરી કહ્યું કે, ગુજરાત કોંગ્રેસ પ્રભારી તરીકે અશોક ગેહલોતના સ્થાને હવે રાજીવ સાતવ જવાબદારી સંભાળશે.
કોણ છે રાજીવ સાતવ?
તમને જણાવી દઈએ કે, રાજીવ સાતવ હમણાં જ યોજવામાં આવેલ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્ર ઝોનના ઈન્ચાર્જ બનાવવામાં આવ્યા હતા, તેમને સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી સોંપ્યા બાદ કોંગ્રેસને સૌરાષ્ટ્રની બેઠકોમાં સારી એવી બેઠકો પ્રાપ્ત થઈ છે. કહેવામાં આવે છે કે, રાજીવ સાતવ રાહુલ ગાંધીના ખાસ વિશ્વાસું અને નજીકના માણસ ગણવામાં આવે છે. રાજીવ સાતવ મૂલ મહારાષ્ટ્રના હિંગોલી બેઠકના સાંસદ છે. રાજવ સાતવે પ્રદેશ કોંગ્રેસના સહપ્રભારી તરીકે પણ જવાબદારી નીભાવેલી છે. રાજીવ સાતવે પોતાની રાજકીય કારકિર્દી યુથ કોંગ્રેસથી શરૂ કરી હતી. તેઓ મહારાષ્ટ્ર યુથ કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચુક્યા છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફાર કરવાનું શરૂ કર્યું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની બેઠકોમાં ફાયદો થયો હતો, હવે 2019માં યોજવામાં આવનાર લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસે વધુ બેઠકો મેળવવાની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે. બે દિવસ પહેલા જ કોંગ્રેસ દ્વારા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ તરીકે ભરતસિંહ સોલંકીને સ્થાને અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર