Home /News /gujarat /

પીવી સિંધુ પર ઇનામનો વરસાદ, 2.5 કરોડ રૂપિયા, ફ્લેટ અને BMW કાર

પીવી સિંધુ પર ઇનામનો વરસાદ, 2.5 કરોડ રૂપિયા, ફ્લેટ અને BMW કાર

ભારતની સ્ટાર બેડમિંટન મહિલા ખેલાડી પીવી સિંધુએ રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતીને દેશને બીજો મેડલ અપાવ્યો છે. શુક્રવારે સાંજે સિંગલ મહિલા ગ્રુપની ફાઇનલમાં સ્પેનની કૈરોલિના મારિનને બાજી મારી ગોલ્ડ મેડલ જીત્યો હતો અને સિંધુને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.

ભારતની સ્ટાર બેડમિંટન મહિલા ખેલાડી પીવી સિંધુએ રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતીને દેશને બીજો મેડલ અપાવ્યો છે. શુક્રવારે સાંજે સિંગલ મહિલા ગ્રુપની ફાઇનલમાં સ્પેનની કૈરોલિના મારિનને બાજી મારી ગોલ્ડ મેડલ જીત્યો હતો અને સિંધુને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #ભારતની સ્ટાર બેડમિંટન મહિલા ખેલાડી પીવી સિંધુએ રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતીને દેશને બીજો મેડલ અપાવ્યો છે. શુક્રવારે સાંજે સિંગલ મહિલા ગ્રુપની ફાઇનલમાં સ્પેનની કૈરોલિના મારિનને બાજી મારી ગોલ્ડ મેડલ જીત્યો હતો અને સિંધુને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.

જોકે સિંધુની આ જીત બાદ એના પર ભેટ સોગાદ અને ઇનામોનો વરસાદ શરૂ થયો છે. સમગ્ર તેલાંગણા અને આંધ્રપ્રદેશ પુત્રીના આવવાની રાહ જોઇ રહ્યા છે. હૈદરાબાદથી લઇને વિજયવાડા અને વિશાખાપટ્ટનમના મોટા ઉદ્યોગપતિ અને જ્વેલરી શોરૂમના માલિક રોકડ અને ભેટ સોગાદોની સાથે સિંધુના આવવાની રાહ જોતા ઉભા છે.

સિંધુને જે પહેલી ભેટ મળવાની છે એ ચમચમાતી લક્ઝયુરીયસ કાર બીએમડબલ્યુ છે. જે હૈદરાબાદ ડિસ્ટ્રીક્ટ બેડમિંટન એસોસિએશનના અધ્યક્ષ વી ચામુંડેશ્વરનાથને આપવાની જાહેરાત કરી છે.

તેમણે સાનિયા નેહવાલને પણ એવી જ કાર ભેટ આપી હતી. જ્યારે નેહવાલે કાંસ્ય મેડલ જીત્યો હતો. તેમણે કહ્યું કે, રિયો શરૂ થયા પહેલા મેં જાહેરાત કરી હતી કે તેલાંગણા અને આંધ્રપ્રદેશથી જે પણ મેડલ આવશે હું એને એક બીએમડબલ્યું કાર ભેટ આપીશ. હું ઘણો ખુશ છું અને જલ્દી જ સિંધુને કાર સોંપી દઇશ.

તેલાંગણા સરકારે સિંધુને એક કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. બેડમિંટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ 50 લાખ સિંધુ અને 10 લાખ ગોપીચંદને આપવાનો નિર્ણય લીધો છે.

ઓલ ઇન્ડિયા ફુટબોલ ફેડરેશને સાક્ષી મલિક અને સિંધુને 5-5 લાખ આપવાની જાહેરાત કરી છે. મધ્યપ્રદેશ સરકારે પણ સિંધુને 50 લાખ આપવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં વિજયવાડાના એક જાણીતા જ્વેલરી શોરૂમે સિંધુને પોતાની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે લેવાની પણ વાત કરી છે. કેટલાક બિલ્ડર્સે પણ સિંધુને ફ્લેટ ભેટ કરવાનું કહ્યું છે.

ફોર વ્હિલરમાં ડીલ કરનારી મોટી કંપનીઓ પૈકીની એક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ સિંધુને એની પસંદની એક એસયુવી આપવાનું કહ્યું છે.
First published:

Tags: પીવી સિંધુ, બેડમિંટન, રિયો ઓલિમ્પિક

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन