વડોદરા: રાજ્યમાં (Gujarat monsoon) હાલ ચોમાસું બેઠું છે ત્યારે મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી માહોલ છવાયો છે. હાલ સોશિયલ મીડિયમાં પાવાગઢના વરસાદનો વીડિયો વાયરલ (Pavagadh rain viral video) થઇ રહ્યો છે. જેમાં મંદિરના દાદરા પરથી વરસાદનું પાણી નીકળી રહ્યું હોય તેવા અહલાદ્ક દ્રશ્યો સામે આવ્યા છે. નોંધનીય છે કે, શનિવારે પીએમ મોદીએ (PM Modi in Pavagadh) પાવાગઢના શિખર પર આવેલા મહાકાળી માતાના મંદિર પર ધજા ચઢાવી હતી. જેની સાંજે જ વરસાદ થતાં ત્યાંનો આ વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શનિવારે નવા મંદિરના ઉદ્ઘાટનની સાંજે જ પાવાગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યાં સવારથી જ વરસાદી માહોલ છવાયો હતો.
જાણે, વરસાદ પણ નવા મંદિરના ઉદ્ઘાટનની રાહ જોઇ રહ્યો હોય ત્યારે તે થોભી ગયો હતો. જે બાદ પાવાગઢમાં વહેતા પાણીના અદભૂત દ્રશ્યો સાથે રમણીય નજારો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
યાત્રાધામ પાવાગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મહાકાળી માતાના દર્શન કરીને વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ શાસ્ત્રોક્ત વિધિનુસાર પૂજા-અર્ચના કર્યા બાદ પાવાગઢ મંદિરમાં વડાપ્રધાનના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. જે બાદમાં સાંજના સમયે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. યાત્રાધામ પાવાગઢમાં ધોધમાર વરસાદથી મંદિરના પગથિયાં પર પાણી વહેતુ થયું હતુ.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર