Home /News /gujarat /

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ

અમદાવાદમાં વરસાદ

    શુક્રવારે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં બેથી પાંચ ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે પણ આગામી ચાર દિવસ સુધી વરસાદી વાતાવરણ બની રહેવાની આગાહી વ્યક્ત કરી છે. આ વચ્ચે શનિવારે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ફરીથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે.

    અમદાવાદના પૂર્વના નારોલ, ઈશનપુર, ઘોડાસર, વટવા, જશોદાનગર, મણિનગર, ખોખરા, મહેમદાવાદ, હાટકેશ્વર, અમરાઈવાડી, વસ્ત્રાલ, બાપુનગર, સરસપુર, નિકોલ, નરોડા સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. પૂર્વના એસ.જી હાઈવે, વસ્ત્રાપુર, સેટેલાઇટ, થલતેજ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

    ચાર દિવસ વરસાદી માહોલ

    શુક્રવારે શહેરમાં પડેલા ભારે વરસાદ બાદ શહેરમાં વરસાદી વાતાવરણ જળવાઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર ગુજરાત તરફ આગળ વધશે અને ગુજરાત નજીક આવતાની સાથે રાજ્યમાં સારો વરસાદ થશે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 49 ટકા વરસાદ નોંધાયો છે.

    ગુજરાત પર સર્જાયેલા અપર એર સાયક્લોનિક સરક્યુલેશન અને મધ્યપ્રદેશ પર સર્જાયેલા વરસાદી સિસ્ટમ નબળી પડી ગઇ છે. જેથી સૌરાષ્ટ્ર માટે રાહતના સમાચાર છે, અહીં વરસાદનું જોર ઘટશે. દક્ષિણ ગુજરાતમાં હજુ 24 કલાક સુધી ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં 25 જુલાઈએ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આગામી 4 દિવસ દરમિયાન સામાન્યથી મધ્ય વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે.

    શુક્રવારે અમદાવાદમાં પડેલો સરેરાશ વરસાદ































    ઝોનવરસાદ
    પૂર્વ ઝોન (ચકુડિયા, ઓઢવ, વિરાટનગ2.75 ઇંચ
    પશ્ચિમ ઝોન ( પાલડી, ઉસ્માનપુરા, ચાંદખેડા, રાણીપ)2.10 ઇંચ
    ન. પશ્ચિમ ઝોન( બોડકદેવ, વેજલપુર, ગોતા) 4 ઇંચ
    મધ્ય ઝોન( દાણાપીઠ, દૂધેશ્વર)3.25 ઇંચ
    ઉત્તર ઝોન (મેમકો, નરોડા, કોતરપુર)0.75 ઇંચ
    દક્ષિમ ઝોન ( મણિનગર, વટવા)1.25 ઇંચ
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Heavy rain, Loss, Metro, અમદાવાદ, વરસાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन