મધ્ય ગુજરાતમાં મેઘમહેર, 24 કલાકમાં વડોદરા- ડભોઈમાં 3 ઇંચ વરસાદ

News18 Gujarati
Updated: July 7, 2019, 12:34 PM IST
મધ્ય ગુજરાતમાં મેઘમહેર, 24 કલાકમાં વડોદરા- ડભોઈમાં 3 ઇંચ વરસાદ
મધ્ય ગુજરાતના અનેક તાલુકામાં 1 ઇંચથી 3 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ડભોઈ શહેરમાં મોડી રાતથી વહેલી સવાર સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો.

વાઘોડીયામાં 3 ઇંચ, કરજણમાં દોઢ ઇંચ, દાહોદમાં 2.5 ઇંચ વરસાદ શ્રીકાર વર્ષાના પગલે ખેડૂતોમાં ખુશહાલી

  • Share this:
ફરિદ ખાન, શાબીર ભાભોર, મધ્ય ગુજરાત : ચોમાસુ રાજ્યમાં ધીરે ધીરે જામી રહ્યું છે. સતત વરસી રહેલા વરસાદના પગલે રાજ્યના દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘ મહેર થઈ છે. મધ્ય ગુજરાતના અનેક તાલુકાઓમાં વરસાદ વિપુલ પ્રમાણમાં વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદ મુજબ વડોદરામાં અને ડભોઈમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે વાઘોડિયમાં 3 ઇંચ, કરજણમાં 1.5 ઇંચ શિનોરમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે.

ડભોઈમાં ગત રાત્રે ભારે વરસાદ વરસ્યો હતો. સતત વરસેલા વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ડભોઈમાં સીઝનનો 12 ઇંચ વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે.

આ પણ વાંચો :  વલસાડમાં 8 ઇંચથી વધુ વરસાદ, ધસમસતા પ્રવાહમાં 3 બાઇક તણાઇ

સરહદી દાહોદ જિલ્લામાં પણ ઠેર ઠેર વરસાદ વરસ્યો છે. સવારે 6.00 વાગ્યા સુધી નોંધાયેલા વરસાદ મુજબ ગરબાડામાં 46 મિ.મી, ઝાલોદમાં 14 મિ.મી, દાહોદમાં 54 મિ.મી., ધાનપુરામાં 21 મિ.મી, લીમખેડામાં 39 મિ.મી વરસાદ નોંધાયો છે. દાહોદ શહેરમાં મોડી રાત્રે વરસેલા વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. છેલ્લાં ત્રણ દિવસથી દાહોદમાં મેઘ મહેર થઈ છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યના દક્ષિણ ગુજરાતમાં ગઇકાલે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  વલસાડમાં 8 ઇંચથી વઘુ વરસાદ ખાબક્યો છે. મધુબન ડેમાંથી પાણી છોડવામાં આવ્યું છે. જેથી દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે. અને કાંઠાના ગામોને પણ સૂચના આપી દેવામાં આવી છે.વલસાડનાં ઉમરગામ તાલુકામાં ભારે વરસાદને કારણે બાયપાસ રોડ પર પણ પાણી આવી ગયા છે. રોડ પરનાં ધસમસતા વરસાદી પાણીમાં વાહનો પર પસાર થતા 3 બાઇક તણાઇ ગઇ છે. 4 વાહનો પાણીમાં ફસાતા ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરીને તેમને બચાવી લેવામાં આવ્યાં છે.
First published: July 7, 2019, 9:55 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading