Home /News /gujarat /Rail Budget 2016 Live : પ્રભુએ ભાડામાં કોઇ વધારો ન કર્યો, વિપક્ષે બજેટને નિરસ ગણાવ્યું

Rail Budget 2016 Live : પ્રભુએ ભાડામાં કોઇ વધારો ન કર્યો, વિપક્ષે બજેટને નિરસ ગણાવ્યું

#રેલવે મંત્રી સુરેશ પ્રભુ આજે રેલવે બજેટ રજુ કરવાના છે. આર્થિક સમસ્યાથી પીડાઇ રહેલા રેલવે તંત્ર સામેના અનેક પડકારો વચ્ચે મંત્રી સુરેશ પ્રભુ બપોરે 12 વાગે રેલવે બજેટ રજુ કરવાના છે. તૈયાર કરાયેલ રેલવે બજેટની કોપીઓ સંસદ ભવન લાવવામાં આવી છે.

#રેલવે મંત્રી સુરેશ પ્રભુ આજે રેલવે બજેટ રજુ કરવાના છે. આર્થિક સમસ્યાથી પીડાઇ રહેલા રેલવે તંત્ર સામેના અનેક પડકારો વચ્ચે મંત્રી સુરેશ પ્રભુ બપોરે 12 વાગે રેલવે બજેટ રજુ કરવાના છે. તૈયાર કરાયેલ રેલવે બજેટની કોપીઓ સંસદ ભવન લાવવામાં આવી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #રેલવે મંત્રી સુરેશ પ્રભુ આજે રેલવે બજેટ રજુ કરવાના છે. આર્થિક સમસ્યાથી પીડાઇ રહેલા રેલવે તંત્ર સામેના અનેક પડકારો વચ્ચે મંત્રી સુરેશ પ્રભુ લવે બજેટ રજુ કરવા જઇ રહ્યા છે. સંસદનો આભાર વ્યક્ત કરતાં તેમણે 12 વાગે રેલવે બજેટ સ્પીચ શરૂ કરી હતી.

દેશવાસીઓ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે એ રેલવે બજેટની કોપીઓ 11-04 કલાકે સંસદ ભવન લાવવામાં આવી હતી. આ સાથે રેલવે મંત્રી સુરેશ પ્રભુ પણ 11-16 કલાકે સંસદ આવી પહોંચ્યા હતા.

રેલવે બજેટ રજુ કરતાં રેલ મંત્રી સુરેશ પ્રભુએ શું કહ્યું?

#રેલ પ્રધાન સુરેશ પ્રભુનું નિવેદન : ક્ષેત્રીય સ્તરે રેલવેની સુવિધામાં વધારો કરાશે, રેલવેનાં પદો માટે ઓનલાઇન ભરતી કરાશે, બિહાર સહિત પૂર્વ રાજ્યોમાં ભરતી કરાશે

#ડિમાન્ડ વધુ છે જેની સામે સ્ત્રોત અને રિસર્ચ સીમીત છે. જેને પગલે રેલવે સૌની અપેક્ષાઓ પુરી કરી શકી. જેને પગલે ઘણા પ્રોજેક્ટ શરૂ થવામાં મુશ્કેલી થઇ રહી છે. પરંતુ આ બજેટમાં અમે આ તમામ સમસ્યાઓને ઉકેલવા પ્રયાસ કર્યો છે.

#ભ્રષ્ટાચાર દુર કરવા માટે કડકાઇ કરાશે. મુસાફરો પાસેથી પૈસા લેતા ટીટીને પકડવા માટે મુસાફરો જાગૃત થાય, ફોટો પાડે અને શેયર કરે. આ માટે નવું વેબ પોર્ટલ શરૂ કરાશે.

#રોડના ટ્રાફિકને રેલવેમાં કન્વર્ટ કરવા માટે પગલાં લેવાશે, વધુ ટ્રેન દોડાવાશે, કોચ વધારાશે. રેલવે યોજનાથી ફંડ મળવાની અપેક્ષા, વર્ષ2018-19માં 14 કરોડ માનવ રોજગારીનો લક્ષ્યાંક

#1600 કિમી લાઇનનું વિદ્યુતીકરણ થશે, 2000 કિમી લાઇનના વિદ્યુતીકરણનો પ્રસ્તાવ, ભારતીય રેલવે આવકના નવા સ્ત્રોત અંગે ગંભીરતાથી વિચારી રહ્યું છે, માનવ રહિત ફાટક ખતમ કરાશે, 2014થી અત્યાર સુધી 2400

#'માત્ર ભાડુ વધારીને કમાણી નહીં કરીએ', 'ખર્ચમાં ઘટાડો કરીને કમાણી કરી શકીએ છીએ', 'આવકમાં 10 ટકા વધારો કરવાનું લક્ષ્ય', 'રેલવેમાં PPP પર ભાર મૂકાશે', 'માલગાડીને યોગ્ય સમયે ચલાવવી પ્રાથમિકતા'

#'અમે પરંપરાગત વિચારને બદલવા માંગીએ છીએ', '2020 સુધીમાં ગાડી સમય પર ચલાવવા વિચારણા', 'અમે આવકના નવા સ્ત્રોત શોધીશું', 'માનવ રહિત ફાટક દૂર કરવા પર ભાર', '2800 કિલોમીટર લાઈન ચાલુ કરવાનું લક્ષ્ય', '2020 સુધીમાં તમામ આશાઓને પૂર્ણ કરીશું'

#'2000 કિમી વિદ્યુતીકરણનું લક્ષ્ય', 'નવા કોરિડોર બનાવવાની જરૂરિયાત'
'વિદ્યુતિકરણ માટે 50 ટકા ફંડ વધ્યું', 'આવતા વર્ષે 2 હજાર કિ.મીનું વિદ્યુતિકરણ'
'નાની લાઈનને મોટી કરવાનું કામ ઝડપી', 'ટ્રેનોની એવરેજ સ્પીડ 80 કિમી/કલાક કરવાનું લક્ષ્ય', 'બરાક ઘાટીને દેશ સાથે જોડવામાં આવી'

#મહિલાઓની સુરક્ષા પર વિશેષ ભાર, પારદર્શિતા માટે સોશિયલ મીડિયા પર ભાર, મેડિકલ સેવા માટે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ, ટ્રેનોમાં મોબાઈલ ચાર્જિગ પોઈન્ટ બનાવાયા, ટ્રેનોમાં 17 હજાર જૈવ શૌચાલય બનાવાયા

#આ વર્ષે નવા 44 પ્રોજેક્ટ પર ભાર, યાત્રીઓની સુરક્ષા પર ભાર મુકાશે
ટિકિટ માટે ઓપરેશન 5 મિનિટ શરૂ કર્યું, વરિષ્ઠ નાગરિકો માટે 50 ટકા ક્વોટા વધારવામાં આવશે, 2 વર્ષમાં 400 રેલવે સ્ટેશન પર વાઈફાઈની સુવિધા
400 સ્ટેશનનો PPP ધોરણે પુનઃ વિકાસ, દરેક ટ્રેનમાં વૃદ્ધો માટે 120 બર્થ અનામત

#111 રેલવે સ્ટેશન પર CCTV, ગત વર્ષની સરખામણીમાં રેલવે દુર્ઘટનામાં ઘટાડો, ભારે ક્ષમતાવાળા એન્જિનનું નિર્માણ કરાશે, વડોદરામાં રેલવે વિશ્વ વિદ્યાલય બનાવાશે.

#સામાન્ય માણસ માટે અંત્યોદય એક્સપ્રેસ લાવીશું, જમીનનો ડિઝિટલ ડેટા તૈયાર કરાયો, હમસફર, તેજસ અને ઉદય ત્રણ નવી ટ્રેનો, 408 સ્ટેશનો પર ઈ-કેટરિંગની સુવિધા ઉપલ્બ્ધ કરાવાશે, વેસ્ટ રૂટ પર ડબલ ડેકર એસી ટ્રેન
લાંબા અંતરની ગાડીઓમાં 3-4 વધારાના ડબ્બા લગાવાશે

#પત્રકારોને ઈ-બુકિંગની સુવિધા આપવામાં આવશે, પત્રકારોને સસ્તી ટિકિટ પ્રાપ્ત કરાવીશું, ટિકિટ વેડિંગ મશીનો દ્વારા ટિકિટ આપવામાં આવશે, તત્કાલ કાઉન્ટર પર CCTV લગાવાશે, સામાન્ય માણસ માટે અંત્યોદય એક્સપ્રેસ લાવીશું, અંત્યોદયમાં કોઈ અનામત કોચ નહીં હોય,

#દરેક શ્રેણીમાં મહિલાઓ માટે 30 ટકા બેઠક, સ્વચ્છતા અભિયાન માટે ક્લીન માય કોચ સેવા, દિવ્યાંગો અને વૃદ્ધો માટે સારથી સેવા, A-1 શ્રેણીમાં સ્ટેશનો પર દિવ્યાંગો માટે અલગથી શૌચાલય, યાત્રીઓ માટે વૈકલ્પિક વીમા યોજના, ટ્રેનોમાં તાજુ ભોજન આપવા પર ભાર, યાત્રીઓના આરામ માટે કોચની ડિઝાઈનમાં ફેરફાર

#બાળકો માટે ટ્રેનમાં જમવાનું, ગરમ પાણી ઉપલ્બ્ધ કરાવાશે, અમદાવાદ-મુંબઈ રૂટ પર જાપાનની મદદથી કામ ચાલુ, હાઈસ્પીડ ટ્રેનનું કામ જાપાનના સહયોગથી ચાલુ, યાત્રીઓના સન્માન પર વિશેષ ભાર અપાશે, સામૂહિક વીમા યોજના પર વિચાર-વિમર્શ, કુલીઓને સહાયકનું નામ અપાયું.

#મુંબઈ મેટ્રોને રેલવે સાથે જોડવામાં આવશે, દ્વારકાથી આસ્થા ટ્રેન શરૂ કરાશે, જે ધાર્મિક સ્થળોને જોડશે, મનોરંજન માટે એફએમની સુવિધા

#હાઈસ્પીડ ટ્રેન માટે કામ શરૂ, અમદાવાદ-મુંબઈ રૂટ પર જાપાનની મદદથી કામ શરૂ કરાશે, અમદાવાદમાં સબ અર્બન ટ્રેન શરૂ કરવાનો પ્રસ્તાવ, મુંબઈમાં પ્લેટફોર્મની ઉંચાઈ વધારવામાં આવશે, દિલ્હીમાં રિંગરોડ સમાન રિંગ રેલવે શરૂ કરાશે, દિલ્હીના રિંગ રેલવેમાં 21 સ્ટેશન હશે, રેલવે ઓટો હબનો વિકાસ કરીશું, ટ્રેકની આસપાસની જમીન પર બગીચાઓ બનાવીશું

#ફરિયાદોના નિવારણ માટે ખાસ આયોજન, ચેન્નઈમાં રેલવે ઓટો હબનું જલ્દી ઉદઘાટન કરાશે, નવી યોજનાથી SC/STને રોજગાર મળશે, રેલવેની જમીન પરથી દબાણ હટાવવામાં આવશે, કેટલીક ટ્રેનોમાં મનોરંજન માટે એફએમની સુવિધા, રેલવેમાં કોન્ટ્રાક્ટની સમીક્ષા કરાશે, મુંબઈમાં ચર્ચગેટ અને વિરાર વચ્ચે એલિવેટેડ ટ્રેન ચાલશે.

#રેલવે બોર્ડનું પુનઃ ગઠન કરાશે, કોલકાતામાં મેટ્રો ટ્રેનનું 100 કિમી સુધી વિસ્તરણ થશે, મુંબઈ માટે 2 એલિવેટેડ ટ્રેનની જાહેરાત, મુંબઈમાં ચર્ચગેટ અને વિરાર વચ્ચે એલિવેટેડ ટ્રેન ચાલશે, પનવેલ અને CST વચ્ચે પણ એલિવેટેડ ટ્રેન ચાલશે, 2020 સુધીમાં 400 હજાર કરોડ રાજસ્વનું લક્ષ્ય, રાષ્ટ્રીય રેલ યોજના તૈયાર કરીશું, GPS અને ડ્રોન દ્વારા પરિયોજનાઓ પર નજર રખાશે
First published:

Tags: ભારતીય રેલવે, ભારતીય રેલવે બજેટ, રેલવે બજેટ 2016, રેલવે મંત્રી, સુરેશ પ્રભુ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन