Home /News /gujarat /'ગાંધી પરિવારે ક્યારે માફી નથી માંગી, રાહુલ કરશે કેસનો સામનો'
'ગાંધી પરિવારે ક્યારે માફી નથી માંગી, રાહુલ કરશે કેસનો સામનો'
#કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજયસિંહે કહ્યું કે, નાથૂરામ ગોડસે અંગે આપેલા નિવેદન માટે રાહુલ ગાંધી માફી નહીં માંગે, કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે, ગાંધી પરિવારે ઇતિહાસમાં માફી માંગી નથી.
#કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજયસિંહે કહ્યું કે, નાથૂરામ ગોડસે અંગે આપેલા નિવેદન માટે રાહુલ ગાંધી માફી નહીં માંગે, કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે, ગાંધી પરિવારે ઇતિહાસમાં માફી માંગી નથી.
નવી દિલ્હી #કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજયસિંહે કહ્યું કે, નાથૂરામ ગોડસે અંગે આપેલા નિવેદન માટે રાહુલ ગાંધી માફી નહીં માંગે, કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે, ગાંધી પરિવારે ઇતિહાસમાં માફી માંગી નથી.
ઇટીવી ન્યૂઝ નેટવર્ક હેડ જગદીશ ચંદ્ર સાથે વિશેષ કાર્યક્રમ ધ જેસી શોમાં દિગ્વિજયસિંહે કહ્યું કે, રાહુલ ગાંધી કોર્ટ ટ્રાયલનો સામનો કરશે.
મોદી સરકાર સાથે સંકળાયેલા સવાલના જવાબમાં દિગ્વિજયસિંહે કહ્યું કે, મોદી સરકારે રાજ્યોના અધિકારો ખતમ કરી દીધા છે. અહીં સુધી ગૃહ મંત્રાલય પાસે પણ કોઇ ખાસ અધિકારો રહ્યા નથી.
યૂપીમાં થશે કોંગ્રેસની જીત
દિગ્વિજયસિંહ અનુસાર યૂપીમાં અખિલેશ સરકારની નિષ્ફળતા, ભ્રષ્ટાચાર અને યૂપીની જનતાના સ્વાભિમાનના મુદ્દે ચૂંટણી લડાશે. તેમણે દાવો કર્યો કે યૂપીમાં કોંગ્રેસની જીત થશે.
પ્રિયંકાના આવવાથી વધશે ઉત્સાહ
પ્રિયંકા ગાંધીના રાજનીતિમાં પ્રવેશ સાથે સંકળાયેલા સવાલ પર પોતાનો મત વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, પ્રિયંકા ગાંધી રાજનીતિમાં આવશે કે નહીં એ તો એમનો પોતાનો નિર્ણય હશે. પરંતુ જો તેઓ રાજનીતિમાં આવે અને પાર્ટીનું કામકાજ સંભાળે તો કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધશે એ નક્કી છે.
જીએસટી બિલ મુદ્દે મતભેદ
ધ જેસી શોમાં કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે કહ્યું કે, જીએસટી સારૂ છે. પરંતુ કેટલાક મુદ્દાઓને લઇને મતભેદ છે. સરકાર એ મુદ્દે સુધાર કરે તો જીએસટી તરત પાસ થાય એમ છે.
કેજરીવાલનો પ્લાન ટાર્ગેટ કોંગ્રેસ
દિગ્વિજયસિંહના મતે આપ નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિશાને કોંગ્રેસ છે. કેજરીવાલ કોંગ્રેસને ટાર્ગેટ કરે છે. ભાજપના તો એ સહયોગી છે.
એમપીમાં હવે કોંગ્રેસ સરકાર
બે વખત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહી ચુકેલા દિગ્વિજયસિંહે કહ્યું કે, રાજ્યની જનતા હવે ભાજપના શાસનથી તંગ આવી ગઇ છે. આ વખતે એમપીમાં કોંગ્રેસની સરકાર બનશે.