Home /News /gujarat /રાહુલ ગાંધી આવતીકાલે ઉનામાં, આનંદીબહેન બોલ્યા ભલે આવો પણ રાજનીતિ ન કરતા!

રાહુલ ગાંધી આવતીકાલે ઉનામાં, આનંદીબહેન બોલ્યા ભલે આવો પણ રાજનીતિ ન કરતા!

રાજકોટઃ ઉનામાં દલિત યુવાનોને માર મારવાની ઘટનાએ લઈને હવે રાષ્ટ્રીય કક્ષાએ રાજકારણ ગરમાયું છે. આજે ઉના અને રાજકોટમાં સારવાર લઇ રહેલા ઉનાના પીડિત યુવકો સાથે મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે મુલાકાત કરી હતી તો હવે આવતીકાલે કોંગ્રેસના રાહુલ ગાંધી પણ ઉના અને રાજકોટ આવી રહ્યા છે અને પીડિત યુવાનો તથા તેમના પરિવારજનોની મુલાકાત લેશે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
રાજકોટઃ ઉનામાં દલિત યુવાનોને માર મારવાની ઘટનાએ લઈને હવે રાષ્ટ્રીય કક્ષાએ રાજકારણ ગરમાયું છે. આજે ઉના અને રાજકોટમાં સારવાર લઇ રહેલા ઉનાના પીડિત યુવકો સાથે મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે મુલાકાત કરી હતી તો હવે આવતીકાલે કોંગ્રેસના રાહુલ ગાંધી પણ ઉના અને રાજકોટ આવી રહ્યા છે અને પીડિત યુવાનો તથા તેમના પરિવારજનોની મુલાકાત લેશે.

રાજકોટ આવેલા મુખ્યપ્રધાને ઉનાકાંડ મામલે રાજનીતિ ના કરવા જણાવ્યું હતું અને કોઈનું નામ લીધી વિના જ નિશાન સાધ્યું હતુકે આવનારા દિવસોમાં કોઈ પાર્ટીના નેતા આવે તો તેણે રાજનીતિ કરવી જોઈએ નહિ. તો બીજી તરફ મુખ્યપ્રધાનના આ નિવેદનને કોંગ્રેસ દ્વારા વખોડી કાઢવામાં આવ્યું છે અને કોંગ્રેસ અગ્રણી ડો.હેમાંગ વસાવડાએ જણાવ્યું હતુકે રાહુલ ગાંધી રાજકોટમાં રાજનીતિ કરવા નહી પરંતુ માનવતાની દ્રષ્ટિએ પીડિત પરિવારના ખબર અંતર પૂછવા આવી રહ્યા છે.

રાહુલ ગાંધી કાલે સવારે 10:30 વાગે દીવ એરપોર્ટ પહોંચશે, 11 વાગ્યે સમઢિયાળા ગામે પીડિત પરિવારને મળશે, 12:00 વાગ્યે દીવથી રાજકોટ રવાના થશે, 12:30 વાગ્યે રાજકોટ હોસ્પિટલ જઈ પીડિત દર્દીઓને મળશે.1:15 વાગ્યે રાજકોટ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે

રાજ્યસભામાં ઉનાનો દલિતો પર થયેલા અત્યાચારનો મુદ્દો ઉછળતા હવે રાજકારણ ગરમાયું છે. આજે ગુજરાતના મુખ્યપ્રધાન ઉના અને રાજકોટ આવ્યા હતા અને દલિત પીડિતો યુવાનોની મુલાકાત લીધી હતી. જોકે આવતીકાલે કોંગ્રેસના રાહુલ ગાંધી, એનસીપીના પ્રફુલ પટેલ અને ત્યાર બાદ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ પણ ઉના અને રાજકોટ આવવાના છે. ત્યારે આ મુદ્દાને રાજકીય રૂપ અપાઇ રહ્યું છે. જેથી આનંદીબહેને કોઇનું નામ લીધા વીના જ આ મુદ્દે રાજનીતી નહી કરવા ટકોર કરી હતી.
First published:

Tags: આનંદીબહેન પટેલ, ઊના દલિત અત્યાચાર, ઊના દલિતકાંડ, રાહુલ ગાંધી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन