Home /News /gujarat /

પૂર્વ સૈનિકના આપઘાત મામલે રાજકારણ ગરમાયું, રાહુલ ગાંધીની અટકાયત બાદ છુટકારો

પૂર્વ સૈનિકના આપઘાત મામલે રાજકારણ ગરમાયું, રાહુલ ગાંધીની અટકાયત બાદ છુટકારો

વન રેન્ક વન પેન્શન યોજનાને લઇને એક્સ આર્મીમેનના આપઘાત મામલે રાજકારણ ચરમસીમાએ જઇ રહ્યું છે. બુધવારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સૈનિકના પરિવારજનોને મળવા માટે રામમનોહર લોહિયા આરએમએલ હોસ્પિટલ પહોંચ્યા હતા. પરંતુ પોલીસે અંદર જવા દીધા ન હતા. ગેટ પર એકત્રિત થવાને કારણે પોલીસે રાહુલ ગાંધીની અટકાયત કરી હતી. રાહુલ ગાંધીને મંદિર માર્ગ પોલીસ સ્ટેશન લઇ જવાયા છે. જોકે બાદમાં રાહુલ ગાંધીને છોડી દેવાયા હતા.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #વન રેન્ક વન પેન્શન યોજનાને લઇને એક્સ આર્મીમેનના આપઘાત મામલે રાજકારણ ચરમસીમાએ જઇ રહ્યું છે. બુધવારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સૈનિકના પરિવારજનોને મળવા માટે રામમનોહર લોહિયા આરએમએલ હોસ્પિટલ પહોંચ્યા હતા. પરંતુ પોલીસે અંદર જવા દીધા ન હતા. ગેટ પર એકત્રિત થવાને કારણે પોલીસે રાહુલ ગાંધીની અટકાયત કરી હતી. રાહુલ ગાંધીને મંદિર માર્ગ પોલીસ સ્ટેશન લઇ જવાયા છે. જોકે બાદમાં રાહુલ ગાંધીને છોડી દેવાયા હતા.

ત્યાર બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ દિલ્હીના લેડી હાર્ડિંગ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. કેજરીવાલે હોસ્પિટલ બહાર કહ્યું કે, વન રેન્ક વન પેન્શનને લઇને સૈનિક આત્મહત્યા કરે એ દુખની વાત છે. આ પહેલા દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીશ સિસોદિયા અને આપના ધારાસભ્ય સુરેન્દ્ર કમાન્ડો પણ સૈનિકના પરિવાજનો સાથે મળવા પહોંચ્યા હતા. જ્યાં પોલીસ સાથે બોલાચાલી થતાં એમની પણ અટકાયત કરવામાં આવી હતી.

આ ઘટનાને પગલે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આ ગુંડાગર્દી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, કોઇના મોત પર રાજ્યના ઉપ મુખ્યમંત્રી પરિવારને મળવા જાય તો શું એમને હિરાસતમાં લેવા જોઇએ? ગુંડાગર્દીની આ હદ છે મોદીજી.
First published:

Tags: અરવિંદ કેજરીવાલ, નરેન્દ્ર મોદી, નવી દિલ્હી, રાહુલ ગાંધી, વડાપ્રધાન

આગામી સમાચાર