ગુજરાત પ્રચારનો આજે છેલ્લો દિવસ છે ત્યારે એક બાજુ વડાપ્રધાન મોદી અમદાવાદમાં સી-પ્લેનની સવારી કરીને મા અંબાના દર્શન કરવાના છે અને બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ અમદાવાદના જગન્નાથ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા છે. રાહુલ ગાંધીએ જગન્નાથી મંદિર આવીને પૂજા કરીને આરતીનો પણ લાભ લીધો હતો.
રાહુલે જગન્નાથ મંદિરે દર્શન અને આરતી કરી હતી
મંદિરના દર્શન પછી તેઓ કોંગ્રેસ ઓફિસ જશે અને બપોરના એક કલાકે કોંગ્રેસ કાર્યલાય ખાતે પત્રકાર પરિષદ યોજશે. આ પત્રકાર પરિષદ પછી તેઓ દિલ્હી જવા રવાના થવાના છે.
તમને જણાવી દઈએ કે આ એ જ મંદિર છે જ્યાંથી અમદાવાદની ભવ્ય જગન્નાથ યાત્રા નીકળે છે. રાહુલે ગુજરાત પ્રચારની શરૂવાત દ્વારકાઘીશ મંદિરથી કરી હતી અને પ્રચારનો અંત જગન્નાથ મંદિરથી કરી છે.
જગન્નાથ મંદિરના મહંત દિલિપદાસજી સાથે રાહુલ
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર