Home /News /gujarat /

હાર્દિક પટેલ ચૂંટણી લડશે અને જીતશે પણ: રાહુલ ગાંધી

હાર્દિક પટેલ ચૂંટણી લડશે અને જીતશે પણ: રાહુલ ગાંધી

રાહુલ ગાંધી

12મી માર્ચના દાંડી યાત્રા પ્રારંભના ઐતિહાસિક દિવસે આજે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ અમદાવાદમાં છે.

  12મી માર્ચના દાંડી યાત્રા પ્રારંભના ઐતિહાસિક દિવસે મંગળવારે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ અમદાવાદ આવ્યાં છે. તેમના ઉપરાંત કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી તથા અનેક નેતાઓ હાજર છે. અહીંથી જ કોંગ્રેસ લોકસભા ચૂંટણી પ્રચાર માટેનું રણશિંગુ અમદાવાદથી ફૂંક્યું હતું.

  રાહુલ ગાંધીએ જનસંકલ્પ રેલીને સંબધોન કરી હતી, જેમાં તેઓએ જણાવ્યું કે વર્ષો બાદ ગુજરાતમાં કોંગ્રેસની CWC નું આયોજન કર્યું છે, આ પાછળ પણ એક કારણ છે. અને તે છે ગાંધીજી.ગાંધીજી અને ગુજરાતને દેશને આઝાદ કર્યો છે. ઇતિહાસમાં પ્રથમવાર એવું બન્યું કે સુપ્રીમ કોર્ટના ચાર જજ પત્રકાર પરિષદ કરે છે અને કહે છે કે અમને કામ કરવા નથી દેતા.રાહુલે કહ્યું કે મોદીજી સ્ટાર્ટ અપ, મેક ઇન ઇન્ડિયાની વાતો કરે છે, પરંતુ હકીકતમાં બેરોજગારી વધી છે. મોદીજી બિઝનેસમેનોના દેણા માફ કરે છે પરંતુ ખેડૂતોના દેણા માફ કરતાં નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે જે કહીએ છીએ તે કરીએ છીએ. અમે મધ્યપ્રદેશમાં જે વાયદો કર્યો તે કરી બતાવ્યું. અમે ખેડૂતોના દેણા માફ કર્યા. ગુજરાતમાં પણ આજ વાયદો કર્યો હતો. ભાજપની સરકારે માત્ર વાયદા કર્યા.

  રાહુલે કહ્યું કે મોદીજીએ કોઇને પૂછ્યા વગર નોટબંધી કરી, અચાનક 8 વાગ્યે જાહેરાત કરી દીધી. આ નિર્ણયને કારણે કરોડો લોકો બેરોજગાર થઇ ગયા. મોદીજી કહે છે કે કાળાનાણા સામે લડે છે, પરંતુ નોટબંધી દરમિયાન તમે અનિલ અંબાણી, નિરવ મોદીને જોયા ?. આ લાઇનમાં ગરીબ અને મજબૂર લોકો ઉભા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે મોદીજીએ વાયદો કર્યો હતો કે તમારા ખાતામાં 15 લાખ આવશે, શું તે આવ્યા ? તેઓએ રાતોરાત GST લાગુ કરી, પરંતુ આ એક ટેક્સ આજ સુધી નાના વેપારીઓને સમજમાં નથી આવ્યો. પરંતુ હું વાયદો કરું છું કે કોંગ્રેસની સરકાર બની તો GSTને રિફોર્મ કરી એક ટેક્ષવાળી GST આપીશું.

  પ્રિયંકા ગાંધીએ જનસંકલ્પ રેલીમાં સંબોધન કર્યું હતું જેમાં તેઓએ જણાવ્યું કે હું પ્રથમવાર ગુજરાત આવી છું, ગાંધી આ્રશ્રમમાં જઇને હું ઇમોશનલ થઇ ગઇ હતી.પ્રિયંકા ગાંધીએ જનસંકલ્પ રેલીમાં સંબોધન કર્યું હતું જેમાં તેઓએ જણાવ્યું કે હું પ્રથમવાર ગુજરાત આવી છું, ગાંધી આ્રશ્રમમાં જઇને હું ઇમોશનલ થઇ ગઇ હતી. પ્રિયંકાએ કહ્યું કે તમારો મત એક હથિયાર, જેનો તમે ઉપયોગ કરો. તમારા ભવિષ્યની દિશા નક્કી કરીને મત આપો. ચૂંટણીમાં નકામા મુદ્દામાં પડવા કરતાં સાચા મુદ્દાને લઇને સવાલ કરો.

  ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રેલીમાં સંબોધન કર્યું હતું. જેમાં તેઓએ ભાજપ પર આતંકવાદ, ખેડૂતો સહિતના મુદ્દે પ્રહારો કર્યા હતા.અમિત ચાવડાએ સ્પિચમાં કહ્યું કે ગાંધીજીએ દાંડીથી આઝાદીના આંદોલનની શરૂઆત કરી હતી, આપણે બધા હવે રાહુલ ગાંધીના નેતૃત્વમાં ફરી આઝાદીની લડત ચાલુ કરવાની છે. ત્યારબાદ અમિત ચાવડાએ મંચ પર રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. અમિત ચાવડા બાદ ગુજરાત વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જનસભાને સંબોધી હતી. જેમાં ધાનાણીએ કહ્યું કે બીજી આઝાદી લડવા માટે ગુજરાતની જનતા તૈયાર છે. ધાનાણીએ કહ્યું કે ચોકિદાર સાહેબ તમે સમસ્યાઓ પર કોઇ સર્જિકલ સ્ટ્રાઇક કેમ ન કરી.

  ગુજરાત આવેલા ગાંધી પરિવારે અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી, એ દરમિયાન મનમોહનસિંઘ પર તેમની સાથે હતા, એ વખતની યાદગાર તસવીર
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Adalaj, Congress Working Committee, CWC, Loksabha election 2019, Priyanka vadra, Sonia Gandhi, અમદાવાદ, ગુજરાત, રાહુલ ગાંધી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन